જામનગર,તા.13 જામનગરમાંથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાતા દોડધામ મચી ગઇ છે. જામનગરના પાનેલીમાં શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવેલા આઠેય શખ્સને વનવિભાગે સકંજામાં લઇ લીધા હતા. આ આઠેય શિકારીઓને અદાલતમાં રજૂ કરીને ત્રણ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. શિકારી ટોળકીના મુખ્યસૂત્રધારને પકડવા માટે વનવિભાગે તપાસનો શરૂ કરી છે.
જામનગર વન વિભાગ ચોક્કસ બાતમીના આધારે બે દિવસ પૂર્વે શહેરના સાંઢિયા પુલ નજીકથી કાળિયારના ચામડાં સાથે આઠ શિકારીઓની ગેંગનેઝડપી પાડી હતી. વનવિભાગની પ્રાથમિક તપાસમાં ટોળકી ચામડું વેચવા આવ્યાનું બહાર આવ્યું હતું.
આ ટોળકીની પોલીસે કડક પૂછપરછ શરૂ કરીને રજેરજની માહિતી એકત્રિત કરવાની શરૂ કરી છે. આ ટોળકી ક્યાં ક્યા શિકાર કરવા જતી હતી તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે. કેટેલા સમયથી આ ટોળકીએ ક્યાં ક્યાં પ્રાણીઓના શિકાર કર્યા છે તેમજ પ્રાણીઓના અન્ય અવયવોનું શુ કર્યુ તેની પણ તપાસ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ક્યાં ક્યા આવી શિકારી ટોળકી કાર્યરત છે તેની પણ પોલીસ વિગતો મેળવી રહી છે.
જામનગરમાંથી જ જ્યારે શિકારીઓ ઝડપાયા હતા ત્યારે જામનગરમાં વન્યપ્રાણીઓની ચામડીનું કોણ ખરીદદાર છે અને તેનું શું કરવામાં આવે છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.