ગુજરાતના સ્થાપના દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, પુલવામા 44 જવાનોને મારી નાંખવાનું કાવતરૂ કર્યું હતું. RDX ભરેલી ગાડી ગુજરાતના રજિસ્ટ્રેશન વાળી હતી. મારા મતે પુલવામામાં જવાનોને મારી નાંખવાનું કાવતરૂં હતું. પુલવામામાં આતંકવાદીઓ પર જે હુમલો થયો તે પછી બાલાકોટનું કાવતરૂં હતું. આતંકવાદીઓ મારી નાંખવાના હતા એ ખબર હતી તેમ છતાં ભાજપ સરકારે આ થવા દીધું. એરસ્ટ્રાઇક થયું બધું થયું પરંતુ કોઈ મર્યુ નથી. એમના કરતા મારૂ લોહી વધારે ગરમ અને કેસરી છે, દેશની પ્રજાને ગુમરાહ કરવાનું કાવતરૂ છે.
તેમણે જણાવ્આયું હતું કે, કાવતરાખોર સરકાર છે. 2002માં ગોધરાના ડબ્બાની કહાની અને કથની તમને ખબર છે. લાશોનું પ્રદર્શન કરવાના હતા. આ લોકોને શરમ નથી. કાયદોને વ્યવસ્થા સાચવવી જોઈએ.
ભાજપના સાશનના કારણે રાજ્ય પર 2.5 લાખ કરોડનું દેવું છે. પેપ્સીકો અને ખેડૂતોની જે લડત ચાલે છે. તેમાં પેપ્સીકો અને ખેડૂતોને કહીએ કે કોર્ટ કેસ ન કરે અને કરશે તો પેપ્સીકોને ગુજરાતમાંનો એન્ટ્રી કરીશું.
હાલમાં 10,000 ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે. મોદી સાહેબનું નિવેદન છે બંગાળમાં કે 40 જેટલા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, આ કોઈ પણ પ્રધાનમંત્રીને ન શોભે તેવું નિવેદન છે. આવું ન કરાય પરંતુ મોદી સાહેબે કહ્યુ છે. જો મોદી સાહેબના સંપર્કમાં 40 હોય તો ભાજપ અને મહારાષ્ટ્રમાં પણ ધારાસભ્ય દુ:ખી છે, હોર્સ ટ્રેડિંગ તો ન કરાય. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, ભાજપે હિસાબ આપવાના બદલે બીજું જ કર્યું છે.