[:gj]ભારતીય જનતા પાર્ટી નો કાળો દિવસ[:]

[:gj]

23 મે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નો બલિદાન દિવસ જેણે ભારતીય જનતા પાર્ટી માટે કાશ્મીર ની જેલ માં પોતાના જીવનનું બલિદાન આપ્યું.
આજે મહેસાણા ખાતે સંઘઠન પર્વ નિમિત્તે જિલ્લા ના પદાધિકારીઓ ની મિટિંગ નું આયોજન કરેલ ત્યારે જેણે પોતાના જીવન ના 50થી વધુ વર્ષ પાર્ટી માં રહી પાર્ટી ને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવા સુધીની સફર માં દરેક પરિસ્થિતિમાં અડગ ઉભારહી કાર્યકર્તા તરીકે નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેવા આપણા “કાકા” એટલે પટેલ નારાયણભાઈ લલ્લુદાસ અને આજે એવા વડીલને આજકાલ ના ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલા ઉંઝા ના ધારાસભ્ય આશા બેન પટેલ જેમ નું આખુંજીવન કોંગ્રેસ કલચર માં ઉછરેલું અને આજે પોતાના એજ સંસ્કારો મહેસાણા કમલમ ખાતે છતા કાર્ય અને મોટી સંખ્યા માં કાર્યકર્તા ઓ તે વાત ના સાક્ષી છે.
જ્યારે કાકા કમલમ માં મિટિંગ પતાવીને નીચે ઉતર્યા અને કાર્યકર્તા ઓ જોડે વાતચીત કરતા હતા કે ત્યાં અચાનક આશાબેન – કાકાને જોઈને કહેવા લાગ્યા કે તું અહીંયા શુ કરે છે તને શરમ નથી આવતી તું કોને પૂછીને અહીંયા આવ્યો છે..સાલા….આના કરતા પણ ભૂંડી કેજે હું અહીંયા લખીપણ નથી શકતો તેવી ગાળો બધાની હાજરી માં કોઈ કારણ વગર એક ધારાસભ્ય ને ના શોભે તેવી ગાળો માનનીય શ્રી નારાયણ કાકા જેવા વડીલને ભાંડી…..બધા જોતા રહી ગયા કે આ શું!! સિસ્થ બંધ પાર્ટી માં આવું કલચર?? જ્યાં વડીલો ના બલિદાન નો દિવસ મનાવાતો હોય અને બીજી બાજુ કાકા જેવા વડીલો ને જેમ ફાવે તેમ ગાળો બોલવી….શુ આપડે કાર્યકર્તાઓ આ દિવસો ની રાહ જોવા આ પાર્ટી સાથે જોડાયા છીએ?? શુ એક આદ સીટ ઓછી આવે એ પોષાય કે પાર્ટી નું કલચર પતવિદે એવા લોકો સામેલ થાય એ પોષાય??એ નિર્ણય આપડે કરવાનો છે આપડે પાર્ટી ના જુના કાર્યકર્તા ઓ છીએ આપડે આ ચલાવી ના લેવાય અને આનો સખત વિરોધ કરવો પડે અને આજે આ કાકા જોડે કર્યું કાલે બીજા જોડે કરે….એટલે શું આપડે જોઈ રહેવાનું??
પાર્ટી કોઈ એક વ્યક્તિ ના કારણે અસ્થીત્વ માં નથી…લાખો કાર્યકર્તાઓ થી બનેલી છે.આ શરમ જનક ઘટના ને આજે હું ભાજપ નો કાળો દિવસ માનું છું…..અને આશા રાખું છું કે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન કરે તેવા પગલાં પાર્ટી એ લેવા જોઈએ…
હારજીત તો રાજકારણ નો એક ભાગ છે પણ સભ્યતા અને સંસ્કાર એ આપડા પાર્ટી ના પાયા છે અને એને નુકશાન કરતા ઓ ને ચલાવી ના લેવાય…

[:]