કિન્નર કલ્યાણ બોર્ડની રૂપાણીએ રચના કરી

નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે કિન્નર વ્યકતિઓના સમુદાયને ત્રીજા વર્ગમાં ઓળખ આપવામાં આવી છે. કિન્નર સમુદાયના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કિન્નર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. સામાજિક સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન રાખવા માટે કામ કરશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા એપ્રિલ 2014માં અપાયેલા ચુકાદામાં કિન્નર વ્યક્તિઓને ત્રીજા વર્ગમાં ઓળખ આપવામાં આવી છે. પવૈયા માટે સુપ્રીમ કોર્ટે આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સુરક્ષા સહિતના વિવિધ વિષયો પર અભ્યાસ કરી જરૂરી યોજનાઓના ઘડતર અને તેના સુચારૂ સંચાલન માટે કિન્નર વ્યક્તિઓ માટે રાજ્ય સરકારે બોર્ડ રચવાની સૂચના આપતા ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં મંત્રીના વડપણ હેઠળ 15  ફેબ્રુઆરી- 2019થી કિન્નર વ્યક્તિઓ માટેના કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે.

બોર્ડમાં અન્ય 16 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ બોર્ડમાં કિન્નર મહિલા પ્રતિનિધિઓ, ટ્રાન્સજેન્ડર પુરુષ પ્રતિનિધિઓ અને ત્રીજા લિંગ, કિન્નર સમૂદાયના બે પ્રતિનિધિઓ તથા આક્ષેત્રમાં અનુભવ ધરાવતા એનજીઓના બે
પ્રતિનિધિઓની બિન સરકારી સભ્યો તરીકે નિમણૂંક કરાશે.
આ બોર્ડ આંતર વિભાગીય સંકલન કરી કિન્નર સમુદાયની વ્યક્તિઓને યોજનાઓનો લાભ અપાવશે. આવક વૃદ્ધિ
સહિતના મુદ્દાઓ ઉપર વિશેષ ભાર મૂકશે. કિન્નર કલ્યાણ બોર્ડની રચનાના મહત્વપૂર્ણ નિર્ણયથી આ સમુદાયના વિકાસ, રોજગારી અને આરોગ્ય વિષયક પ્રશ્નો સરળતાથી નિવારી શકાશે.