કિર્તિદાનની 3 કલાકની ગાવાની ફી રૂ.6.85 લાખ, ગીતા રબારીની કેટલી  ?  

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 વર્ષથી ડીસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કાંકરીયા પરિસરમાં કાર્નીવલના જલસામાં પ્રજાના પૈસે નાગરીકોના નામે મનોરંજન કરવા ઘસાયેલા કલાકારોના કાર્યક્રમો માટે કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે. જેમાં કલાકારો 3 કલાકના કેટલા રૂપિયા લે છે તેની વિગતો બહાર આવી છે. જેમાં કૂલ રૂ.5 કરોડથી વધુ ખર્ચ તો આ રંગીલા કાર્યક્રમ પાછળ થઈ શકે છે.

ડિસેમ્બર 2019ના કાંકરીયા કાર્નીવલમાં કોને કેટલી રકમ ચૂકવાશે

તારીખ         કલાકારની ફી રકમ રૂપિયા

25     ભરત બારીયા  250,000

26     ગીતા રબારી 3,50,000

27     જીગરદાન ગઢવી       5,00,000

28     વિશ્વનાથ બાટુંગે   30000

29     હીરેન પરમાર  30000

29     કીર્તીદાન ગઢવી        6,85,000

30     ઓસમાન મીર  4,50,000

31      સાંઇરામ દવે   4,50,000

ઉપરાંત કિર્તીદાન ગઢવી, ઓસ્માન મીર તથા સાંઇરામ દવે જેવા લોકોને સારી હોટેલમાં ચાર રૂમ તથા જમવાની વ્યવસ્થા મફતમાં આપવામાં આવે છે. કમિશનર વિજય નહેરાના કહેવાથી ડે.મ્યુનિ.કમિશ્નર કક્ષાના ત્રણ અધિકારીઓની ટીમે તમામ દિવસના કાર્યક્રમો અને કલાકાર તથા તેમજ તેમની ફી નક્કી કર્યા છે.

સામાન્ય નાગરિકો કરતા સરકારી કર્મચારીઓ અને રાજકારણીઓની સંખ્યા 10 વર્ષથી છે અને તેથી અત્યાર સુધી માત્ર મનોરંજન માટે રૂ.50 કરોડથી વધું પૈસા જલસા માટે રાજનેતાઓએ અને તગડા અધિકારીઓએ ઉડાવી માર્યા છે.

સ્થાનિક સંસ્થાઓને રૂ.5થી 15 હજાર ચુકવાશે. રૂ.50 લાખ તો તૈયાર જમવાનું આપવામાં ખર્ચાવાના છે. રોજ બે હજાર ફુડ પેકેટ સપ્લાય થઈ રહયાં છે. જેના માટે ફુડ પેકેટ દીઠ રૂ.130 ચુકવવાશે. ગત વર્ષે આ જ સંસ્થાને રૂ.86 લાખ ચુકવાયા હતા.

રોશની રૂ.૩૦ લાખનો કોન્ટ્રાકટર બે કંપનીઓને આપવામાં આવ્યો છે.

કયા વર્ષે કેટલો ખર્ચ રૂ.કરોડમાં

2008 – 1.50

2009 – 1.65

2010 – 2.20

2011 – 2.15

2012 – 3,08

2013 – 3,15

2014 – 3.10

2015 – 4.05

2017  4.50

2018 – 4.10

ઉપરાંત લાઈટ એન્ડ સાઉન્ડ, મંડપ ડેકોરેશન, આતશબાજી વોકીટોકી સેટ, ફલાવર ડેકોરેશન વગેરેના ખર્ચ અલગ હોય છે.

આટલો જંગી ખર્ચ હોવા છતાં તેના હિસાબ ક્યારેય જાહેર કરતાં નથી.

ઉપરાંત બીજા આવા 12 જેટલાં ઉત્સવ હોય છે. પુસ્તક મેળો, ફુલોત્સવ, પતંગોત્સવ જેવા ઉત્સવ હોય છે. ઉત્સવ ઉજવીને પ્રજા તેના નિષ્ફળતાને ભૂલાવી દેવી તેવી થિયરી મૂળ હિટલર પાસેથી આવી છે. જેનો અમલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કર્યો હતો. 10 વર્ષમાં પ્રજાના રૂ.50 કરોડ અને તેની પાછળ અધિકારીઓ અને કર્મચારીઓના પગાર અને બીજા ખર્ચ ગણવામાં આવે તો તે રી.100 કરોડથી વધી જાય છે.