અમદાવાદ : ચાંદલોડીયા વિસ્તારમાં એક મહિલા સાથે તેમજ સરસપુરમાં એક કિશોરી સાથે શારિરીક છેડતી થયાની બે ઘટના સામે આવી છે. બંને કિસ્સામાં આરોપીઓ પરિચિત તેમજ પાડોશી છે. સોલા અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.
ચાંદલોડીયા વિસ્તારમાં રહેતી મહિલાને તેના દુરના સંબંધી સાથે ચાર વર્ષ અગાઉ પ્રેમ સંબંધ હતો. સંબંધી યુવક પાસે મહિલાના મોબાઈલ ફોનમાં ફોટા પાડેલા હોવાથી તેને બદનામ કરવાની ધમકી આપતો હતો. આ અંગે મહિલાએ અગાઉ તેના વતનમાં પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ યુવકે મહિલાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. મહિલાએ શનિવારે સંબંધી યુવકને ઘરે વાત કરવા બોલાવ્યો હતો ત્યારે યુવકે મહિલાને બાથમાં જકડી લઈ શારિરીક અડપલા કર્યા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી યુવક ડરના માર્યો ફરાર થઈ ગયો હતો.
સરસપુર વિસ્તારમાં શનિવારે સાંજે રસોઈ બનાવી રહેલી કિશોરીને પાડોશમાં રહેતા યુવકે શારિરીક છેડતી કરી હતી. કિશોરીએ ઘરમાંથી બહાર દોડી આવી બૂમાબૂમ કરતા આરોપી ભાગી ગયો હતો. આ અંગેની જાણ કિશોરીની માતાને પાડોશીએ ફોન ઉપર કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને આરોપી યુવક હસમુખ સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.