કુંવરજી આવતાં હીરા અને પરસોત્તમ સોલંકી ભાજપમાં બંધુ લઘુ બંધુ બની ગયા

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ભાવનગર લોકસભામાં ચૂંટણી લડવા ઈચ્છતા હિરા સોલંકી બેઉ નેતા ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હોવા છતાંયે તેમની જ ટિકિટો કાપી લઈને તેમનું નાક વાઢી લેવામાં આવ્યું છે. જ્યારથી કોળી નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે ત્યારથી હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી પર રાજકીય આફતો શરૂં થઈ છે.

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ન હોવાથી તેની સામે પ્રશ્ન પીછાતાં એવું કહેવામાં આવ્યું કે હવે તમારા સાંસદ ચૂંટણી જીતી શકે તેમ નથી. આમ જૂનાગઢમાં પણ જવાહર ચાવડા ભાજપમાં પક્ષાંતર કરીને આવી જતાં જૂનાગઢના સ્થાનિક ભાજપના નેતાઓની કતલ શરૂં થઈ છે. સાંસદ રાજેશ ચુડસામાનું નામ જાહેર ન થતા જૂનાગઢના રસ્તાઓ ઉપર ભાજપનો જુથવાદ પોસ્ટરોથી ફેલાઈ ચુક્યો છે. ચૂડસામાનું પત્તુ કપાય છે તેવા અહેવાલોથી દિનુ બોઘા સોલંકીનું જુથ અને ચુડસામાનું જુથ સામસામે આવતા રાજકારણ ગરમાયું છે.

કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીના નાના ભાઈ હિરા સોલંકીને પણ ભાવનગર ભાજપમાંથી ઉમેદવારી કરવા ટિકિટ માંગી હતી. જે આપવામાં આવી નથી.

સોલંકીને એટલા માટે કાપવામાં આવી રહ્યાં છે કે તે પક્ષ સામે હંમેશ સાચી વત કરવા માથું ઉંચકતા આવ્યા છે. પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે 12 ખાતા હોવાનો પ્રશ્ન તો ઉઠાવ્યો હતો.

નીતિન પટેલે મંત્રી તરીકેનો હવાલો નહી સંભાળતા મોદીએ નીતિન પટેલેને નાણા ખાતું આપી વિવાદ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તે જ સમયે પરસોત્તમ સોલંકીએ પોતાના મુખ્ય પ્રધાન સામે માથું ઉંચક્યું હતું.

હીરા સોલંકીએ ભાજપ માટે ઘણું કર્યું છે. તેમ છતાં હવે કુવરજીને મોટા નેતા બનાવી દેવાયા છે. 21 ફેબ્રુઆરી 2018ના રોજ બાબરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 9 ફેબ્રુઆરીએ ભાજપે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની ઊંટવડ બેઠક બિનહરીફ કબજે કરી હતી. અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં હીરા સોલંકીએ તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને માટે આ રાજકીય રીતે કારમો ઘા હતો. ભાજપના અહીં હારી ગયેલા ઘારાસભ્ય હીરા સોલંકીએ પોતાના પક્ષને જીતાડી બતાવ્યો હતો.

લાંચ કાંડ
સીબીઆઇના ડીઆઇજી દ્વારા કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન હરિભાઇ ચૌધરીએ કરોડોની લાંચ લીધી હોવાનો ધડાકો સુપ્રીમ કોર્ટમાં કર્યો છે ત્યારે તેના પડઘા ગાંધીનગરમાં પણ પડયા છે કારણ કે હરિભાઇ વતી અમદાવાદમાં નાણાં લેનાર વિપુલ ઠક્કર નામના શખ્સની ઓળખ થઇ ગઇ છે. વિપુલ ઠક્કર ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન પરષોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો.

વિપુલ ઠકકર રૂપાણી સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. આજની કેબિનેટની બેઠકમાં પણ વિપુલ ઠક્કર અંગે ચર્ચા થઇ હોવાનું સમજાય છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, કેન્દ્ર સહિત રાજ્યના ભાજપના સંગઠનમાં મોટા ફેરફારો લાવવા માટે વિપુલ ઠક્કર નિમિત્ત બની ગયો છે. ભાજપ સરકાર દ્વારા હંમેશાં પોતાની સરકારનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતો દાવો કરવામાં આવે છે કે, અમારી સરકાર પર ભ્રષ્ટાચારનો કોઇપણ આરોપ નથી અને ભ્રષ્ટાચારમુક્ત સરકાર છે, ત્યારે હવે આ નામ સામે આવ્યાં બાદ ગુજરાતની ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે.