ગાંધીનગર, જાન્યુઆરી 16, 2020:
“સ્ટડી ઇન ગુજરાત”માં ગુજરાતની 19 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ આ શો માં ભાગ લીધો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ એક નવીનતમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવાનો છે. ગણપત યુનિવર્સિટી આ રોડ-શોની મુખ્ય ભાગીદાર છે. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસના સંયુક્ત ઉપક્રમે ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન અંતર્ગત પ્રથમ રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના શિક્ષણ મંત્રીએ કુવૈતના ઉચ્ચ શિક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી ત્યારે આ પ્રમાણે કહ્યું હતું.
અત્યાધુનિક માળખાગત સુવિધા સાથે વિશ્વની કેટલીક ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં આવેલી છે, તેના દ્વારા કુવૈત અને ગુજરાત વિશ્વને જ્ઞાન આધારિત અર્થતંત્રનો સાચો અર્થ દર્શાવે છે.
શિક્ષણ અંગે 2018-19 માં કરવામાં આવેલા ઓલ ઇન્ડિયા સર્વે અનુસાર, ગુજરાત દેશના ટોચના 7 રાજ્યોમાં સ્થાન ધરાવે છે, જ્યાં, દર 1 લાખ લોકોની વસ્તીએ 28 કે તેથી વધુ કોલેજો કાર્યરત છે. ભારતમાં સૌથી વધુ કોલેજો ધરાવતા ટોચના 7 રાજ્યોમાં પણ ગુજરાતે સ્થાન મેળવ્યું છે. ગુજરાતના સતત વિકાસનું મહત્વનું કારણ છે રાજ્યનું સુરક્ષિત વાતાવરણ અને કાયદો-વ્યવસ્થાની એક સમર્પિત સિસ્ટમ!
ભારતમાં નવાં ઉભરી રહેલા સ્ટાર્ટ-અપ્સમાં ગુજરાતનો હિસ્સો 46% છે. નાની, મધ્યમ અને મોટાં કદની કંપનીઓની સ્થાપનાને પ્રોત્સાહન આપવા માટે અનેક નીતિઓ ઘડવામાં આવી છે, પરિણામે ગુજરાતની યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થતા અનેક વિદ્યાર્થીઓ હવે સ્ટાર્ટ-અપનો માર્ગ અપનાવે છે. યુવાનોની આંત્રપ્રેન્યોર પ્રતિભા ઉપરાંત, અમારા રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ, શિક્ષણ અને વૃદ્ધિ માટેના સુરક્ષિત વાતાવરણ સહિતનો સમૃદ્ધ વારસો છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી હેઠળ 493 પેટન્ટ્સ ફાઇલ કરવામાં આવી છે. અત્યારે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 10,000 કરતાં પણ વધુ વિદેશી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.
વિદ્યાર્થીઓને નોકરી મેળવનારને બદલે નોકરી આપનાર બનાવવાનો!
આ કાર્યક્ર્મ દરમિયન વિવિધ ૬ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં કુવૈત ખાતે સ્વર્ણિમ સ્ટાર્ટ અપ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ વચ્ચે ડીઝાઇન અને ઇનોવેશન ક્ષેત્ર, ડીઝાઇન અને આર્કિટેક્ચર ક્ષેત્રે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ, CEPT અને બોક્સ હિલ કોલેજ, GNLU અને બોક્સ હિલ કોલેજ, સાંકળચંદ પટેલ યુનિવર્સીટી અને બોક્સ હિલ કોલેજ જ્યારે PDPU અને બોક્સ હિલ કોલેજ વચ્ચે એમ કુલ ૬ એમઓયુ પર હસ્તાક્ષર કરાયા હતા.
રોડ શૉ બાદ 19 પાર્ટનર યુનિવર્સિટીઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી.
આ રોડ શૉમાં મોટી કુવૈતમાં ભારતના રાજદૂત કે. જીવા સાગર સહિત મોટી સંખ્યામાં શિક્ષણવિદો, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને કુવૈતની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બીજા દિવસે મંત્રીએ કુવૈત સરકારના ઉચ્ચ શિક્ષણમંત્રી ડૉ. સાઉદ અલ-હરબીની પણ મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ ગુજરાત અને કુવૈત વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં સંમતિ દર્શાવી હતી. પેટ્રોલિયમ એન્જિનિયરિંગ અને રિસર્ચના ક્ષેત્રે ગુજરાતની પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી સાથે જોડાણ કરવા માટે ડૉ. સાઉદ અલ-હરબીએ તેમની ઇચ્છા દર્શાવી હતી. મંત્રીશ્રીએ ભારતીય ડાયસપોરા અને ગુજરાતી સમાજ સાથે પણ બેઠક કરી હતી. ઇન્ડિયા-કુવૈત બિઝનેસ કાઉન્સિલના પ્રેસિડેન્ટ શ્રી આનંદ કાપડિયાએ ગુજરાત સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને સ્ટડી ઇન ગુજરાત કેમ્પેઇનમાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ગુજરાતના પ્રતિનિધિમંડળે કુવૈત યુનિવર્સિટીની પણ મુલાકાત લઈને તેમના પ્રેસિડેન્ટને પણ મળ્યા હતા.
સરકાર જે દાવા કરે છે તેમાં મોટા ભાગના દાવાને પડકારી શકાય તેવા છે.