કુવો રિચાર્જ કર્યો અને આખુ વર્ષ સિંચાઈ કરશે

જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની પઘ્ધતિનો ઉપયોગ કરતા વરસાદ પડવાના કારણે ભૂર્ગભજળ ઉંચા આવ્યા છે. કૂવા રીચાર્જનીખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવું ગોઠવ્યું હતું. 50 વીઘા ખેતીની જમીનમાં પાણી ભરાયા બાદ ચારેય બાજુ આઠ પાઇપની ગોઠવણ કરીને 125 ફૂટના કૂવામાં જોડાણ આપવામાં આવ્યું હતું. એક જ વરસાદથી 125 ફૂટ ઊંડા કૂવામાં વરસાદી પાણીનો 85 ફૂટ સુધી સંગ્રહ થયો હતો. ત્યારે આ વખતે પંકજભાઇએ કપાસના પાકનો વાવેતર કર્યુ છે. અને હવે ચોમાસા દરમિયાન એકપણ વરસાદ ન પડે તો પણ પંકજભાઇને ચિંતા નથી.

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાતના પાણીના સ્ત્રોતોના જળના સ્તર ઊંચા આવે તે માટે સરદાર પટેલ જળ સંચય યોજના હેઠળ ચેક ડેમ બનાવ્વાયા હતા. પછીની સરકારોએ એવું કામ કર્યું નથી. આજુબાજુમાં ફેન્સીંગ કરીને કૂવાની બાજુમાં 8 ફૂટની ઉંડાઇએ ખાડો કરી તેમાં પથ્થરો ભરીને બંધ કરી દીધા બાદ તેની બાજુમાં જ 30-30 ફઊટનો ખાડો કરીને પાઇપ મુકી સીધુ કૂવામાં ઠાલવે છે. પાણીની સમસ્યાથી કાયમ છુટકારો મળ્યો છે. એક જ વરસાદમાં એટલું પાણી ભૂગર્ભમાં ઊતરી ગયું છે કે, આખું વર્ષ હવે કુવાથી જમીનમાંથી પાણી ખેંચીને સિંચાઈ કરશે.