કૃભકોનાં ડીરેક્ટર તરીકે પરેશ પટેલ ત્રીજી વખત ચૂંટાયા

ગાંધીનગર, 14 જાન્યુઆરી 2020 allgujaratnews.in
સૌથી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા કૃભકોના ૯ ડીરેક્ટરની યોજાયેલી ચૂંટણીમાં પરેશ પટેલ કૃષક ભારતી કો-ઓપ લી. ( કૃભકો ) ન્યુ દિલ્હીનાં ડિરેક્ટર તરીકે ત્રીજી વખત ૨૦૨૦-૨૫નાં વર્ષ માટે વિજેતા થયા હતા.  અગાઉ કૃભકોમાં ૨૦૧૦ – ૧૫ તેમજ ૨૦૧૫-૨૦નાં વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા.

કૃભકોનાં ચેરમેન તરીકે સાંસદ ચંદ્રપાલ યાદવ પાંચમી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા. આ સહકારી સંસ્થામાં ૧૦ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી બેઠકમાં ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પોન્ડીચેરીનો સમાવેશ થાય છે.

પરેશ પટેલ રાષ્ટ્રિય સહકારી સંસ્થાઓ ઈફકોનાં ડેલીગેટ, નાફેડનાં ડેલીગેટ અને એનસીસીએફ ઇન્ડિયાના ડિરેક્ટર તરીકે છે. કૃભકોમાં ગુજરાતની અન્ય એક બેઠક પર રાજકોટ ડિસ્ટ્રીકેટ કોઓપ. બેંકના વાઈસ ચેરમેન અને ગુજકોમાશોલનાં ડિરેક્ટર મગનભાઇ વડાલિયા ચૂંટાઈ આવ્યા હતા.

ગાંધીનગર દૂધ વાપરનારાઓની સહકારી મંડળીમાં ચેરમેન તરીકે ચૂંટાયા હતા. પરેશ પટેલ ઉદયભાણસિંહજી રિજનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપ મૅનેજમેંટનાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત સ્ટેટ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીના ડીરેકટર તેમજ ઓલ ઇન્ડિયા ટુર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ કોઓપ. સોસાયટી, ન્યૂ દિલ્હીનાં સ્થાપક ડાયરેક્ટર છે.

તપેન્દુ એજ્યુકૅશન સોસાયટી ન્યુ દિલ્હી, ગાંધીનગર જિલ્લા સહકારી સંઘ, ગાંધીનગર જિલ્લા ખરીદ વેચાણ સંઘ તેમજ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોઓપ. ક્રેડીટ સોસાયટીમાં ડિરેક્ટર છે. વિસલપુર સેવા સહકારી મંડળી અને નાંદોલ સેવા સહકારી મંડળીમાં ડિરેક્ટર તરીકે છે.

paresh patel

અમદાવાદ ડિસ્ટ્રીક્ટ પરચેઝ એન્ડ સેલ ઇન્ડિયા લી.માં ડીરેક્ટર તરીકે છે. ગાંધીનગર જિલ્લા અને ગુજરાત રાજયની વિવિધ શૈક્ષણિક, સહકારી, સામાજિક અને રાજકીય સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે.