રાજ્યમાં છેલ્લા થોડા મહિનાઓથી ખેડૂતોના આત્મહત્યાના બનાવ વધી રહ્યાં છે, પહેલાથી જ ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ અને ઉપરથી સરકાર તરફથી કોઇ જ પ્રકારની યોગ્ય મદદ ન મળતા ખેડૂતો હવે આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યાં છે, જામનગરના જોડિયાના લખતર ગામના ખેડૂત મનસુખભાઇ દલસાણીયાએ આર્થિક ભીંસને કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થઇ ગયું હતુ.પરિવારના સભ્યોના જણાવ્યાં મુજબ તેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણને કારણે ચિંતામાં રહેતા હતા અને છેવટે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.તેમના જવાથી પત્ની અને 2 પુત્રો પર દુખ આવી પડ્યું છે.પુરો પરિવાર શોકની લાગણીમાં ડૂબી ગયો છે.રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુ જામનગર જિલ્લાના વતની છે અને તેમના જ જિલ્લાના આ ખેડૂતે જિંદગી ટૂંકાવી દીધી છે.
નોંધનિય છે કે ગઇકાલે પણ રાજકોટમાં પાક વિમો ન મળતા 36 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માંગ કરી હતી. ખેડૂતોએ મોટી રેલી કાઢીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો પરંતુ ભાજપ સરકાર હજુ સુધી આ મામલે કોઇ જ પ્રકારના યોગ્ય પગલા લઇ રહી નથી.
જામનગર લોકસભાની ચૂંટણીમાં આત્મહત્યાની ઘટના ભાજપ માટે જોખમી બની છે. જે માટે ભાજપ પોતે અને કૃષિ પ્રધાન આર સી ફળદુ જવાબદાર છે.