કૃષિ પ્રધાન રણછોડ ફળદુ GSFC કૌભાંડમાં જુઠ્ઠું બોલતાં પકડાયા

ગુજરાતની રૂપાણીની ભાજપ સરકારના કૃષિ પ્રધાન આર સી ફળદુએ તેમના મત વિસ્તાર સિક્કામાં આવેલી GSFC કંપનીને પ્રમાણપત્ર આપી દીધું હતું કે GSFCએ 57માં એક પણ આવું કૌભાંડ કર્યું નથી. પણ 1988-89 અને 1990માં હાલના જેવું જ અને તેનાથી પણ ખતરનાક કૌભાંજ GSFCએ કર્યું હતું.

આમ ગુજરાતના કૃષિ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડ સી ફળદુ જુટ્ઠુ બોલતા પકડાયા છે. GSFCના 30 વર્ષમાં આ ત્રીજું મોટું કૌભાંડ કૃષિ વિભાગે પકડા પાડ્યું છે. તેમના વિભાગે આ અગાઉ બે વખત કૌભાંડ પકડી પાડ્યું હતું. આમ ફળદુના જુઠનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કૌભાંડ પકડનારા એ સમયના અધિકારી પણ તેમના જ મત વિસ્તારના હતા.

શું હતું 30 વર્ષ પહેવલાનું કૌભાંડ

બાલાસીનોરના વિરપુરમાં અને રાજ્યના બીજા વિસ્તારોમાં1988-89 અને 1990 એમ બે ખાતર કૌભાંડ બહાર આવ્યા હતા. GSFC ડેપોમાં આવી જ ઘટના બની હતી. પ્રોસીઝર કૃષિ વિભાગે કરી હતી. તેમ નિવૃત્ત થયેલા એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં ખાતર તો પકડાયું પણ કોઈ ગુના નોંધ્યા ન હતા. કેસ કર્યો ન હતો. ભવિષ્યમાં ધ્યાન રાખીશું અને ખેડૂતો પાસેથી વજન પ્રમાણે જ ભાવ લેવા એવું GSPCએ કૃષિ નિયામક સમક્ષ નક્કી કર્યું હતું.

નવું ખાતર બહાર પાડીને લૂંટ

AFP નામનું 5 ટકા નાઈટ્રોજન અને 5 ટકા ફોસ્ફરસ ધરાવતું ખાતર GSFCએ બહાર પાડેલું હતું. જેમાં 50 કિલોના સ્થાને 45 કિલો વજન 1990માં ભરીને કંડલા બંદર પરથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે સારું એવું ખાતર આયાત થતું હતું.  હજારો ટન ખાતર વિતરણ કરતાં અટકાવવામાં આવ્યું હતું. ખેડા જીલ્લામાં તે વધું હતું. GSFCના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ખાતર છૂટું કરવા માટે દબાણ કરાયું હતું. પણ તે સમયના કૃષિ વિભાગના અધિકારીએ સ્પષ્ટ કહી દીધું હતું કે કાયદો કહેશે તેમ કરીશું. તે ખાતર સીડ્યુલ્ડમાં જ ન હતું અને તેમાં લાવવા માટે સરકારમાં કાર્યવાહી ચાલતી હતી તેમ છતાં તે બહારમાં મૂકીને ખેડૂતોની છેતરપીંડી કરી હતી. મંજૂરી મેળવ્યા વગર આ રીતે બજારમાં ખાતર વેંચવું ત્યારે ગુનો ગણાતો હતો.

તે સયમે કૃષિ નિયામક તરીકે ફળદુ હતા. એક અધિકારીએ આ કૌભાંડ પકડેલું તેથી ફળદુ પાસે GSPCના અધિકારીઓ ગયા હતા. પણ ફળદુએ કહ્યું હતું કે મારા અધિકારીએ જે કર્યું તે કાયદા પ્રમાણે છે. તેમાં કંઈ થઈ શકે તેમ નથી. તેથી GSPCના અધિકારીઓ દિલ્હી ગયા હતા. ત્યારે કેન્દ્ર સરકારે કહી દીધું હતું કે તમારા એક માટે સીડ્યુલ્ડમાં ફેરફાર ન થઈ શકે.

પછી હજારો ટન આ ખાતરમાં આ રીતે ગોટાળા બહાર આવ્યા હતા. GSFCના ખાતરના ડેપો પર તે ખાતરનું વિતરણ અટકાવી દેવાયું હતું. તાલુકા સંઘ અને જિલ્લા સંઘમાં મોટો જથ્થો અટકાવી દેવાયો હતો.

આમ ગુજરાતના ખેડૂતોને વર્ષોથી GSFC દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે.

નડિયાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ, વિરપુર ડેપો, મહેમદાવાદ તાલુકા સંઘમાં તેના દસ્તાવેજો પડેલાં છે. કૂલ 50 કિલો વજન હોવું જોઈતું હતું તેના બદલે 45 કિલો જ વજન નિકળ્યું હતું. એમોનિયમ સલ્ફેટ ખાતર હતું.

GSFC કંપનીમાં આ અધિકારી જાતે ગયા હતા અને ત્યાં જઈને જાતે વજન કરાવવા માટે ઊભા રહ્યાં હતા. તે સમયનું તે સૌથી મોટું કૌભાંડ હતું. એક થેલી 50 કિલોના બદને 55 કિલોની નિકળી હતી. બીજી થેલીઓમાં 5 કિલો વજન ઓછું હતું. આમ 45થી 55 કિલો એક બેગનું વજન હતું.

તો ફળદુએ એ પણ સ્વીકાર્યું કે ખાતરની બોરીમાં 1 ટકા ખાતરની ઘટ છે. જ્યારે પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાએ તુવેર અને મગફળીકાંડ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે કેશોદ માર્કેટિંગ યાર્ડમાં તુવેર જથ્થા મુદ્દે સરકારે કાર્યવાહી કરી છે.

જ્યારે કૃષિ મંત્રી આરસી ફળદુએ જણાવ્યું હતું કે, ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ ખાતરનું વિતરણ કરાતું હોય છે. GSFC દ્વારા 57 વર્ષથી ખાતર બનાવવામાં આવે છે, ક્યારેય કોઇ ફરિયાદ આવી નથી. તોપમાપ નિયંત્રણ ધારા હેઠળ એક ટકાની છૂટછાટ આપવામાં આવી છે. કોંગ્રેસના મિત્રો સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે કાગારોળ મચાવે છે. ઓછા વજનની કોઈ ફરિયાદ ના મળે તે માટે કંપનીને સૂચના આપી છે. 120 ગ્રામ વધુ વજન નાખવા માટે સૂચના આપી છે. ખાતરના કારખાનામાંથી ભારત સરકારના કૃષિ વિભાગ કરે છે. પણ 57 વર્ષથી GSFC આજ સુધી કોઈ કૌભાંડ થયું નથી. બીજા લોકો બદનામ કરવા આવું કરે છે.

ગુલાડીએ કહ્યું છે હવે મારે સ્પષ્ટતા કરવી છે ક્યાંયથી કોઈ ફરિયાદ આવી નથી. બેગમાં માલ કાઢી લીધો હોત કાણું, સીલાઈ ક્યાંય ગેરરિતી થઈ નથી.

તોલમાપ ધારા હેઠળ 1 ટકા ભેજની છૂટ આપવામાં આવી છે.

જાન્યુઆરી 1.60 લાખ મે.ટન વેચાણ થયું છે. જેમાં 16 લાખની ઘટ થવા જાય છે. તેમાં કોઈ કૌભાંડ થયું નથી.

કૌભાંડ ચીપ્સ ચોંટી ગઈ છે.

200-250 ગ્રામ ઘટ છે. ખેડૂતોને 100 ગામ માલ ઓછો ન આવવો જોઈએ. પેકીંગમાં કોઈ ફોલ્ટ આવેલો છે કે કેમ તે ઈલેક્ટ્રોનિક્સ કાંટ છે કે કેમ તે જોવું પડે છે.

જાન્યુઆરી માસથી અત્યાર સુધી 16 લાખનું નુકશાન છે. આટલી મોટી કંપની વર્ષોથી ખાતર ઉત્પાદન કરે છે. તેમાં કૌભાંડની કોઇ વાત આવતી નથી. કોંગ્રેસને દરેક વસ્તુમાં કૌભાંડ દેખાતા હોય છે. તે વાત સાચી છે કે, અમુક બેગોને તપાસતાં 200થી 250 ગ્રામની ઘટ દેખાડી છે. આ ઘટ એક ટકાની અંદરની છે. જો એક ટકાની ઉપર હોય તો પણ સરકારે GSFCને સૂચના આપી છે કે, ખેડૂતને 100 ગ્રામ માલ પણ ઓછો ન આવવો જોઇએ.