કૃષિ વિમો નહીં, તો મત નહીં, ખેડૂતો ભાજપ પર વિફર્યા પોલીસે તગેડ્યા

રાજકોટના પડઘરીમાં પાકવીમો ન મળતા 1 હજારથી વધુ ખેડૂતો મામલતદાર કચેરીએ એકઠા થઈ બેનરો સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાકવીમા અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. સરકારી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી અને પથ્થરમારો થયો હતો. સૌરાષ્ટ્રમાં ભાજપ મગફળી કૌભાંડ બાદ હવે કૃષિ વિમા કૌભાંડમાં ફસાતા લોકસભા ચૂંટણી સમયે ઉમેદવારો બહાર પ્રચારમાં જઈ શકે તેમ નથી. નેતાઓએ પડધરી તાલુકાના ગામડાઓમાં મત માગવા કે પ્રચાર કરવા પ્રવેશવું નહીં. એવા બેનર લગાવી દીધા છે.

પોલીસે ખેડૂત આગેવાનો ની અટકાયત કરતા ખેડૂતોએ પોલીસ કારને પણ અટકાવવા નો પ્રયાસ કર્યો હતો.  તો આ તરફ બીજી બાજુ ખેડૂતોએ રોડ પર ઘાસ સળગાવ્યું હતું. 7 દિવસ માં પાક વીમો જાહેર નહિ થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. હાઇવે પર દેખાવો વખતે બેસીને ચક્કાજામ કર્યો. અનેક ખેડૂતો રસ્તામાં બેસી જતા પોલીસે તેમને ઉઠાડવા બળપ્રયોગ કર્યો હતો. ન્યાયની માગત કરતાં ખેડૂતોને ઉઠાવવા જતી પોલીસે બળપ્રયોગ કરતાં ઝપાઝપી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

ખેડૂતોના પાકવીમાની કોઈએ ‘ચોકીદારી’ કરી નથી. ચોદાર નેતાઓ પાક વિમો ચોરી ગયાના સૂત્રો પોકાર્યા હતા. રાજકોટ અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાના 90 ટકા ખેડૂતો પાકવીમાથી વંચિત છે. ચોકીદાર ચોર છે, જય જવાન, જય કિશાનના નારા લગાવ્યા હતા. દેશમાં ભલે ચોકીદાર વધી ગયા હોય, પરંતુ તેમના પાકવીમાની ચોકીદારી કોઈએ કરી નથી. કિસાન શક્તિ જાગે, કૃષિ સમસ્યા ભાગેના બેનરો સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

અગાઉ ચાલુ વર્ષે નબળું ચોમસું અને સરકારની અણઘડ નીતિને કારણે સૌરાષ્ટ્રના તમામ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકી ગયા છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ, સિંચાઈ માટે પાણી પ્રશ્ને અગાઉ 4 ધારાસભ્યએ જળ સમાધિની ચિમકી આપ્યા બાદ પણ ખેડૂતોની મુશ્કેલી હલ ન થતા ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણાની આગેવાનીમાં સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. ખેડૂતો અર્ધનગ્ન થઈ વિરોધ કર્યો હતો જેતપુરમાં પણ સિંચાઈ મુદે ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું હતું. પડધરીમાં ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેક્યા હતા અને છાજીયા લીધા હતા. બાદમાં મામલતદારને રજૂઆત કરી હતી તો મોરબીના ઘૂટુંમાં લસણના ભાવ મુદે ખેડૂતોએ રસ્તા પર લસણ રસ્તા પર ફેકી વિરોધ નોધાવ્યો હતો આવતીકાલે ખેડૂતો જિલ્લા કક્ષાએ સંમેલન કરશે.