કૃષ્ણનું જગન્નાથ મંદિર ગોટાળાની આગમાં, ભગવાનના નામે ભ્રષ્ટાચારી કોણ ?

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક એવાં જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે. મહેન્દ્ર ઝા આ યોજના પાછળનું ભેજું હોવાનો આરોપ મૂકવામાં આવે છે. આ શોદામાં કેટલાંક ટ્રસ્ટીઓને રૂ.70 કરોડ મળેલા છે જે બિહારની એક જમીન ખરીદવામાં વપરાયા છે.

અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ-સુદ-બીજ પર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથ સાથે જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા 14 કિમી લાંબી રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથ યાત્રા દેશમાં હિંદુઓની ત્રીજી સૌથી મોટી રથ યાત્રાનો તહેવાર છે.

મંગળા આરતી સવારે 4 વાગ્યે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથ યાત્રા 7 વાગ્યે નીકાળવામાં આવે છે. પહિંદ વિધી ગુજરાતના મુખ્ય પ્રધાનો દ્વારા કરવામાં આવે છે.

શહેરમાં ભગવાન કૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે 10 લાખ લોકો શ્રદ્ધાથી આવે છે. ત્યારે જમીન ગોટાળામાં કેટલાંક લોકોને બ્લેક મેઈલ કરીને કામો કરાવાયા હોવાની સ્ફોટક વિગતો જાહેર થઈ છે.

બહેરામપુરાની સરવે નંબર 138ની 1,27,084 ચો.મી. જમીન સુએજ ફાર્મની જગ્યા છે જેની માલિકી અખઈની હતી પછી વર્ષ 1992માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો પછી 2018માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. જેની સામે વિરોધનો સૂર તેજ થયો હતો. પાલડીના ભરતસિંહ રાવતે આ દસ્તાવેજ સામે વાંધો લઈ ચેરિટી કમિશનર, અખઈ સહિત અન્ય સ્થળોએ ફરિયાદ કરી હતી.

1992માં બહેરામપુરાના સરવે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના આ જમીન એક બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી હતી.

આવા શ્રદ્ધાના સ્થાન પર ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયાના કૌભાંડ કરીને જમીનો વેચી રહ્યાં છે. જેની સામે એક ટ્રસ્ટીએ વિરોધ કર્યો તો અહીં કમાયેલા પૈસા બિહાર મોકલી દેવામાં આવ્યા હતા. તે ગામની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની મિલકતો બિહારથી મળી આવે તેમ છે.

પછી પ્લાન પાસ કરી દેવાયા હતા પણ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના જમીન વેચાણ થઇ હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થતાં અખઈના અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો હતો જેથી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આ જમીન રૂ.7500માં ટ્રસ્ટને ગૌ સેવા માટે આપી હતી પછી હવે હેતુ સચવાતો નથી તો પછી આ જમીન મ્યુનિ. તંત્રને પરત આપી દેવી જોઇએ. ટ્રસ્ટને શો-કોઝ નોટિસ આપી છે અને રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે. અમારી માગણી છે કે, આ જમીનનો હેતુ ગાયોના ઉપયોગ માટે થવો જોઇએ નહીં તો આ જમીન મ્યુનિ.કોર્પોરેશનને પરત કરી દેવી જોઇએ.

આ જમીન કૌભાંડો ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે. છતાં પગલાં કેમ ન લીધા ?