કેઆઇએફએસના અધ્યક્ષ પરિમલ નથવાણીના સંબંધી

અમિત શાહના પુત્ર જય શાહની કંપનીને કરોડો રૂપિયાનો ધંધો કઈ રીતે વધી ગયો તે અંગે કારવા વેબસાઈટનો અહેવાલ જાહેર થતાં દેશમાં હલચલ ઊભી થઈ છે. તેની વિગતો અહીં જેમની તેમ રજૂ કરવામાં આવી છે.

ધિરાણ અંગે એમસીએનું મૌન

બેલેન્સ શીટ માટેની નોંધો- એનેક્ષ્ચર (વધારાનું)એ નાણાકિય વર્ષ 2014માં દાખલ કરાયેલી પેઢીઓ (કંપનીઓ)ના ખાતાઓની ખૂટતી વિગતો દર્શાવે છે કે, વર્ષ 2104માં કેઆઇએફએસ ફાઈનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ નામની કંપનીએ પેઢીને પોતાના અસુરક્ષિત ધિરાણનો મોટા ભાગનો હિસ્સો એટલે કે રૂ. 1.06 કરોડ આપ્યા હતા. તે પછીના વર્ષે કેઆઇએફએસએ તેની અસુરક્ષિત લોન (ધિરાણ)ને વધારીને રૂ. 2.68 કરોડ આપીને કુસુમ ફિનસર્વની કુલ અસુરક્ષિત ધિરાણનો મોટો હિસ્સો આપનાર બની હતી. વર્ષ 2016માં આ પેઢીનું અસુરક્ષિત ધિરાણ બમણું થઈને રૂ. 4.92 કરોડ થઈ ગયું હતું. એમસીએમાં રજૂ કરાયેલા દસ્તાવેજો આ ધિરાણના સ્ત્રોત અંગે મૌન છે. પરંતુ ધ વાયરને આપેલા જવાબમાં વર્ષ 2017માં જે. કે. વકીલે સ્વીકાર્યું હતું કે, કેઆઇએફએસએ આ રકમ આપી હતી. વકીલે લખ્યું છે કે, ‘આ એકમ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત રીતે કેસીડીએસ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પાસેથી આઇસીડી-લોન મેળવી રહી રહ્યું છે અને 4.90 કરોડ રૂપિયાની રકમ બાકી છે.’ વકીલે વધુમાં લખ્યું છે કે, ‘આ રકમનો ઉપયોગ નિયમિત કાર્યશીલ પૂંજીને માટે કરવામાં આવતો હતો. ચૂકવવામાં આવેલા વેરા (ટીડીએસ) પર વેરાની કપાત પણ કરવામાં આવી છે અને મૂળ અને વ્યાજ રકમ સંપૂર્ણ રીતે ચૂકવી દેવામાં આવી છે.’

કેઆઇએફએસના અધ્યક્ષ નથવાણીના સંબંધી

વેબસાઈટમાં જણાવ્યા મુજબ કેઆઇએફએસ એક ‘નોન બેંકિંગ નાણાકિય સંસ્થા છે, જે આરબીઆઇની સાથે ધિરાણ કંપનીની શ્રેણીમાં નોંધાયેલી છે અને કેઆઇએફએસ સિક્યોરિટીઝ લિમિટેડની સહાયક સંસ્થા છે.’ તેના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર રાજેશ ખાંડવાળા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના સંબંધી છે. નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રૂપ પ્રેસિડેંટ અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ના પૂર્વ ઉપાધ્યક્ષ છે. અમિત શાહ ભૂતકાળમાં જીસીએના અધ્યક્ષ હતા અને જય શાહે સંયુક્ત સચિવ તરીકે કાર્ય કર્યું હતું. સપ્ટેમ્બર 2019ના અંતમાં નથવાણી અને અમિત શાહે જીસીએના પદ છોડ્યા હતા.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન

ગુજરાત કિક્રેટ એસોસિએશનના ઉપપ્રમુખ પદે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની વરણી, સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે ભરત ઝવેરીની પસંદગી ગયા મહિને થઇ છે.

ધનરાજ બન્યા ઉપપ્રમુખ
જૂની ટર્મના ઉપપ્રમુખ પરિમલ નથવાણીએ થોડા સમય અગાઉ ટ્વીટ કરીને જાણ કરી હતી કે, તેઓ લોઢા કમિટીના નિયમ અનુસાર ઉપપ્રમુખ પદને છોડી રહ્યા છે. જોકે હવે તેમનું સ્થાન દીકરા ધનરાજે લીધું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમના નિર્માણના પ્રોજેક્ટની પૂર્ણતા અને તેને વિશ્વભરમાં ક્રિકેટ માટે સૌથી પસંદગીનું સ્ટેડિયમ બનાવવાનું ચાલુ છે. GCAના પ્રેસિડેન્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પરિમલ નથવાણી અને જોઇન્ટ સેક્રેટરી તરીકે જય શાહે સ્ટેડિયમ બનાવ્યું હતું.

2017માં અસુરક્ષિત ધિરાણ વધીને 15.68 કરોડ થયું

નાણાકિય વર્ષ 2017માં કુસુમ ફિનસર્વનું અસુરક્ષિત ધિરાણનું કદ સર્વોત્તમ સ્તરે વધીને રૂ. 15.68 કરોડ થઈ ગયું હતું. વર્ષ 2017ના નિવેદનમાં આ અંગેની કોઈ નોંધ સામેલ ન હતી. તેના પછીના બે વર્ષમાં કંપનીએ કોઈ અસુરક્ષિત ધિરાણ અંગેની કોઈ જાહેરાત કરી ન હતી.

સુરક્ષિત ધિરાણમાં સમાન વૃદ્ધિ છતાં અસ્પષ્ટ

કુસુમ ફિનસર્વના સુરક્ષિત ધિરાણમાં વૃદ્ધિ સમાન રીતે સ્થિર છે, પરંતુ તે અસ્પષ્ટ છે. નાણાકિય વર્ષ 2016ના નિવેદનમાં જણાવાયું છે કે, તેના ઉપર 3.95 લાખના સુરક્ષિત ધિરાણની જવાબદારી હતી. 2017ની શીટમાં જણાવાયું છે કે, પેઢીનું સુરક્ષિત ધિરાણ વધીને 11.23 કરોડ રૂપિયા થઈ ગયું છે. તાજેતરના નાણાકિય વર્ષમાં આ આંકડો વધીને 25.50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. શીટમાં નોંધોની ખામી જણાય છે, તેના વિના આ ધિરાણોના સ્ત્રોતોની જાણકારી મળી શકતી નથી.