કેજરીવાલ સામે ભાજપની નીતિ ઝાખી

નવીદિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટીના ઘોષણાપત્રને રજૂ કરી વચન આપ્યું હતું કે, દિલ્હીના લોકોને હાલમાં ફ્રી મળી રહેલી તમામ સુવિધાઓ આગામી પાંચ વર્ષ પણ જારી રહેશે.

ઢંઢેરાને કેજરીવાલ ગેરંટી કાર્ડ નામ આપવામાં આવ્યું છે. પાંચ વર્ષમાં તેઓ દિલ્હીની યમુના શુદ્ધ કરશે. પહેલાથી જ લાગૂ કરવામાં આવેલી યોજનાઓ યથાવતરીતે લાગૂ રહેશે. કેજરીવાલે વિજળી, પાણી, શિક્ષણ, પરિવહન, કાચી કોલોની ફ્રી કરાશે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે. બસની જેમ જ દરેક મોહલ્લાઓમાં માર્શલ રહેશે. મોહલ્લા માર્શલ નામ આપવામાં આવ્યું છે.

પ્રદૂષણને ઘટાડવા દિલ્હીમાં બે કરોડ વૃક્ષો લગાવવામાં આવશે.

સાત ચીજો સારા માર્ગ, પાણી, શિવર, મોહલ્લા ક્લિનિક અને સીસીટીવીની ગેરન્ટી આપવામાં આવી છે. ૨૦૦ યુનિટ ફ્રી વિજળી આગામી 5 વર્ષ સુધી જારી રાખવામાં આવશે. 24 કલાક વિજળી દિલ્હીના સતત આપતા રહેવાની પણ કેજરીવાલે વાત કરી છે.

૨૦૦૦૦ લીટર મફત પાણી લોકોને મળતું રહેશે. પાંચ વર્ષમાં દરેક ઘરમાં ટેન્કરથી શુદ્ધ પાણી યથાવતરીતે મળશે. ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસની જવાબદારી દિલ્હી સરકાર લેશે. નવા મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ ખોલવામાં આવશે. કેજરીવાલની લોકલક્ષી યોજનાઓને લઇને ભાજપ પાસે કોઇ મુદ્દા દેખાઈ રહ્યા નથી. કોંગ્રેસ તો આ ચૂંટણીમાં ક્યાંય નથી.