જેલમાં રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય પૂરી પાડવાની વ્યવસ્થા જેલ વિભાગ અને કાનૂની સેવાસત્તા મંડળના સહયોગથી પૂરી પાડવામાં આવી રહી છે. 18 હજાર કેદીઓને સલાહ અને 1500ને કાયદાકીય સહાય આપવામાં આવી છે.
જુદા જુદા કારણોસર જેલવાસ ભોગવતા ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને નિયત કરેલ પેનલ પરના કાયદાવિદને પ્રતિ વિઝીટ રૂા. ૧,૦૦૦ની ફી ચૂકવવામાં આવી રહી છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાં છેલ્લા બે વર્ષમાં ૪૬ કેદીઓને ૧૧૫૭ જેટલી કાયદાકીય સલાહ – સહાય આપવામાં આવી છે. ભાવનગર જેલમાં ૭૬૩ કેદીઓને કાયદાકીય સલાહ અને ૫૯ ને કાયદાકીય સહાય આપવામાં આવી છે. એટલું જ નહીં ભાવનગર જિલ્લામાં કાચા – પાકા કામની ૭૬ મહિલા કેદીઓને કાયદાકીય સલાહ તથા ૮ ને કાયદાકીય સહાય આપવામાં આવી છે.
સમાજમાં ખ્યાતનામ વકીલો અને કાયદાવિદો સમાજસેવા માટે આવતા હોય છે ત્યારે તેમની પેનલ બનાવી ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
જેલમાં કેદીઓની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઇ કેદીઓમાં મનોચિકિત્સાની સેવા માટે ૧૮ મનોચિકિત્સક દ્વારા માનસિક સ્થિતિ બદલાય તે માટે યોગ, ધ્યાન શિબિર, ધાર્મિક પ્રવચનો વગેરે જેવા કાર્યક્રમો જેલમાં કરવામાં આવે છે. એટલું જ નહી કેદીઓને જેલમાં જ સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવે છે.
રાજ્યની જેલોમાં કેદીઓની સંખ્યા
વર્ષ | ક્ષમતા | વાસ્તવિક સંખ્યા | ટકા |
૨૦૦૬ | પ૬૮૬ | ૧૧૬૪૦ | ૧૦પ |
૨૦૦૭ | ૬પ૧૯ | ૧૧૯૧૬ | ૮૩ |
૨૦૦૮ | ૬૬૧૯ | ૧૨૨૭૯ | ૮૬ |
૨૦૦૯ | ૭૧૧૬ | ૧૧૯૪૨ | ૬૮ |
૨૦૧૦ | ૯૨૭૬ | ૧૧પ૩૯ | ૨૪ |
૨૦૧૧ | ૯૨૭૬ | ૧૧પ૪૦ | ૨પ |
૨૦૧૨ | ૧૧૮૯૩ | ૧૧પપ૮ | -૩ |
સુપ્રીમ કોર્ટે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં જેલોમાં કેદીઓની વધુ પડતી સંખ્યા સહિતના મુદ્દે યોગ્ય પગલાં ભરીને એફિડેવિટ કરવા માટે નિર્દેશો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યની જેલોમાં અપુરતો સ્ટાફ છે. જેના લીધે જેલમાં કેદીઓ વચ્ચે ઘણીવાર ઘર્ષણો થાય છે. ઉપરાંત જેલોમાં કેદીઓની સંખ્યા વધુ હોવાથી તેમને સાચવવા જેલ કર્મચારીઓ માટે માથાનો દુખાવો બન્યો છે.
- બંદિવાનોને કાયદાકીય જ્ઞાન આપવા લેવાયેલ પગલાંઃ-
તા.૩૧/૧૨/૨૦૧૭ સુધીમાં રાજયની જેલો ખાતે લીગલ એઇડમાં કેદીઓને આપવામાં આવેલ કાયદાકીય સલાહ અને સહાયની વિગત દર્શાવતું પત્રક | ||||
અ.નં | જેલનું નામ | કાયદાકીય સલાહ લીધેલ કેદીઓની સંખ્યા | કાયદાકીય સહાય લીધેલ કેદીઓની સંખ્યા | |
૧ | અમદાવાદ મધ્યસ્થ જેલ | ૨૮૧ | ૮૮ | |
૨ | વડોદરા મધ્યસ્થ જેલ | ૫૧૦ | ૮૧ | |
૩ | રાજકોટ મધ્યસ્થ જેલ | ૭૭૦ | ૨૨ | |
૪ | લાજપોર(સુરત) મધ્યસ્થ જેલ | ૧૨૩૨૬ | ૬૨૫ | |
૫ | જામનગર જિલ્લા જેલ | ૧૧ | ૧૧ | |
૬ | જુનાગઢ જિલ્લા જેલ | ૯૮ | ૧૪ | |
૭ | ભાવનગર જિલ્લા જેલ | ૩૩૮ | ૫૨ | |
૮ | નડીયાદ જિલ્લા જેલ | ૩૮૩ | ૦ | |
૯ | પાલનપુર જિલ્લા જેલ | ૨૯૮ | ૩૯ | |
૧૦ | મહેસાણા જિલ્લા જેલ | ૮૪ | ૨૪ | |
૧૧ | અમરેલી જિલ્લા જેલ | ૩૩ | ૫ | |
૧૨ | ગળપાદર જીલ્લા જેલ | ૧૬૭ | ૩ | |
૧૨ | પાલારા(ભુજ) ખાસ જેલ | ૩૮૦ | ૬૦ | |
૧૩ | પોરબંદર ખાસ જેલ | ૨૦૨ | ૩૭ | |
૧૪ | હિંમતનગર સબ જેલ | ૭૨ | ૨૦ | |
૧૫ | સુરેન્દ્રનગર સબ જેલ | ૩૫ | ૧૬ | |
૧૬ | મોડાસા સબ જેલ | ૩૫૦ | ૫૦ | |
૧૭ | મોરબી સબ જેલ | ૦ | ૦ | |
૧૮ | ગોંડલ સબ જેલ | ૩૩ | ૩૩ | |
૧૯ | નવસારી સબ જેલ | ૪૪૦ | ૩૪ | |
૨૦ | છોટાઉદેપુર સબ જેલ | ૧૮૫ | ૨૪ | |
૨૧ | ગોઘરા સબ જેલ | ૨૩ | ૦ | |
૨૨ | રાજપીપળા સબ જેલ | ૮૧ | ૧૭ | |
૨૩ | ભરૂચ સબ જેલ | ૯૫૮ | ૨૦૬ | |
૨૪ | અમરેલી ઓપન જેલ | ૦ | ૦ | |
૨૫ | પાટણ સબ જેલ | ૨૪૮ | ૫૨ | |
કુલ | ૧૮૩૦૬ | ૧૫૧૩ | ||
- જેલોમાં ઓવરક્રાઉડીંગ હળવું કરવા કેદીઓને મળવાપાત્ર કાનુની ઉપચાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરીટીઝના ઉપક્રમે તમામ જેલો ખાતે લીગલ એઇડ કલીનીક શરૂ કરવામાં આવેલ છે.
- સને-૨૦૧૭ દરમિયાન રાજયની જેલોમાં લીગલ એઇડમાં કેદીઓને આપવામાં આવેલ કાયદાકીય સલાહ અને સહાયની વિગત દર્શાવતું પત્રક કેદીઓની