કેદીઓ માટે ૧૮ મનોચિકિત્સક રખાશે, પણ કાયદાની સહાય તો 1500ને જ મળે છે

જેલમાં રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને કાયદાકીય સલાહ અને સહાય પૂરી પાડવાની વ્યવસ્થા જેલ વિભાગ અને કાનૂની સેવાસત્તા મંડળના સહયોગથી પૂરી પાડવામાં આવી રહી છે. 18 હજાર કેદીઓને સલાહ અને 1500ને કાયદાકીય સહાય આપવામાં આવી છે. 

જુદા જુદા કારણોસર જેલવાસ ભોગવતા ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને નિયત કરેલ પેનલ પરના કાયદાવિદને પ્રતિ વિઝીટ રૂા. ૧,૦૦૦ની ફી ચૂકવવામાં આવી રહી છે. 

રાજકોટ મધ્યસ્થ જેલમાં છેલ્લા બે વર્ષમાં ૪૬ કેદીઓને ૧૧૫૭ જેટલી કાયદાકીય સલાહ – સહાય આપવામાં આવી છે. ભાવનગર જેલમાં ૭૬૩ કેદીઓને કાયદાકીય સલાહ અને ૫૯ ને કાયદાકીય સહાય આપવામાં આવી છે. એટલું જ નહીં ભાવનગર જિલ્લામાં કાચા – પાકા કામની ૭૬ મહિલા કેદીઓને કાયદાકીય સલાહ તથા ૮ ને કાયદાકીય સહાય આપવામાં આવી છે. 

સમાજમાં ખ્યાતનામ વકીલો અને કાયદાવિદો સમાજસેવા માટે આવતા હોય છે ત્યારે તેમની પેનલ બનાવી ગરીબ અને જરૂરીયાતમંદ કેદીઓને આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. 

જેલમાં કેદીઓની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઇ કેદીઓમાં મનોચિકિત્સાની સેવા માટે ૧૮ મનોચિકિત્સક દ્વારા માનસિક સ્થિતિ બદલાય તે માટે યોગ, ધ્યાન શિબિર, ધાર્મિક પ્રવચનો વગેરે જેવા કાર્યક્રમો જેલમાં કરવામાં આવે છે. એટલું જ નહી કેદીઓને જેલમાં જ સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવે છે.  

રાજ્યની જેલોમાં કેદીઓની સંખ્યા

વર્ષક્ષમતાવાસ્તવિક સંખ્યાટકા
૨૦૦૬પ૬૮૬૧૧૬૪૦૧૦પ
૨૦૦૭૬પ૧૯૧૧૯૧૬૮૩
૨૦૦૮૬૬૧૯૧૨૨૭૯૮૬
૨૦૦૯૭૧૧૬૧૧૯૪૨૬૮
૨૦૧૦૯૨૭૬૧૧પ૩૯૨૪
૨૦૧૧૯૨૭૬૧૧પ૪૦૨પ
૨૦૧૨૧૧૮૯૩૧૧પપ૮-૩

 

સુપ્રીમ કોર્ટે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં જેલોમાં કેદીઓની વધુ પડતી સંખ્યા સહિતના મુદ્દે યોગ્ય પગલાં ભરીને એફિડેવિટ કરવા માટે નિર્દેશો આપ્યા છે.  ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત રાજ્યની જેલોમાં અપુરતો સ્ટાફ છે. જેના લીધે જેલમાં કેદીઓ વચ્ચે ઘણીવાર ઘર્ષણો થાય છે. ઉપરાંત જેલોમાં કેદીઓની સંખ્યા વધુ હોવાથી તેમને સાચવવા જેલ કર્મચારીઓ માટે માથાનો દુખાવો બન્યો છે.

  1. બંદિવાનોને કાયદાકીય જ્ઞાન આપવા લેવાયેલ પગલાંઃ-

 

તા.૩૧/૧૨/૨૦૧૭ સુધીમાં રાજયની જેલો ખાતે લીગલ એઇડમાં કેદીઓને આપવામાં આવેલ કાયદાકીય સલાહ અને સહાયની વિગત દર્શાવતું પત્રક
અ.નંજેલનું નામકાયદાકીય સલાહ લીધેલ કેદીઓની સંખ્‍યાકાયદાકીય સહાય લીધેલ કેદીઓની સંખ્‍યા 
અમદાવાદ મધ્‍યસ્‍થ  જેલ૨૮૧૮૮ 
વડોદરા મધ્‍યસ્‍થ જેલ૫૧૦૮૧ 
રાજકોટ મધ્‍યસ્‍થ જેલ૭૭૦૨૨ 
લાજપોર(સુરત) મધ્‍યસ્‍થ જેલ૧૨૩૨૬૬૨૫ 
જામનગર જિલ્‍લા જેલ૧૧૧૧ 
જુનાગઢ જિલ્‍લા જેલ૯૮૧૪ 
ભાવનગર જિલ્‍લા જેલ૩૩૮૫૨ 
નડીયાદ જિલ્‍લા જેલ૩૮૩ 
પાલનપુર જિલ્‍લા જેલ૨૯૮૩૯ 
૧૦મહેસાણા જિલ્‍લા જેલ૮૪૨૪ 
૧૧અમરેલી જિલ્‍લા જેલ૩૩ 
૧૨ગળપાદર જીલ્લા જેલ૧૬૭ 
૧૨પાલારા(ભુજ) ખાસ જેલ૩૮૦૬૦ 
૧૩પોરબંદર ખાસ જેલ૨૦૨૩૭ 
૧૪હિંમતનગર સબ જેલ૭૨૨૦ 
૧૫સુરેન્‍દ્રનગર સબ જેલ૩૫૧૬ 
૧૬મોડાસા સબ જેલ૩૫૦૫૦ 
૧૭મોરબી સબ જેલ 
૧૮ગોંડલ સબ જેલ૩૩૩૩ 
૧૯નવસારી સબ જેલ૪૪૦૩૪ 
૨૦છોટાઉદેપુર સબ જેલ૧૮૫૨૪ 
૨૧ગોઘરા સબ જેલ૨૩ 
૨૨રાજપીપળા સબ જેલ૮૧૧૭ 
૨૩ભરૂચ સબ જેલ૯૫૮૨૦૬ 
૨૪અમરેલી ઓપન જેલ 
૨૫પાટણ સબ જેલ૨૪૮૫૨ 
 કુલ૧૮૩૦૬૧૫૧૩ 
     
     
  • જેલોમાં ઓવરક્રાઉડીંગ હળવું કરવા કેદીઓને મળવાપાત્ર કાનુની ઉપચાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરીટીઝના ઉપક્રમે તમામ જેલો ખાતે લીગલ એઇડ કલીનીક શરૂ કરવામાં આવેલ છે.
  • સને-૨૦૧૭ દરમિયાન રાજયની જેલોમાં લીગલ એઇડમાં કેદીઓને આપવામાં આવેલ કાયદાકીય સલાહ અને સહાયની વિગત દર્શાવતું પત્રક કેદીઓની