ગુજરાતના ખેડૂતો માટે વીમાની રકમ કેન્દ્ર સરકાર તરફથી મળે તેમ ન હોવાથી રાજ્ય સરકાર પોતે ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે વિવિધ ખેતપેદાશો ટેકાના ભાવે ખરીદી કરી છે, તે પેટે વેચાણની રકમ માટે રાજ્ય સરકારે રૂા.૪૫૩ કરોડ મંજૂર કર્યા છે. જે આગામી બે-ત્રણ દિવસમાં ખેડૂતોને ચૂકવી દેવાશે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે જણાવ્યુંહતું કે, ખેડૂતો પાસેથી ચણા, રાયડા, તુવેર સહિતની જે ખરીદી થઇ રહી છે તેની ચૂકવણી કેન્દ્ર સરકાર દ્વારા નાફેડને કરવામાં આવે છે, પરંતુ કેટલાક કારણોસર ચૂકવણીમાં મોડુ થઇ રહ્યું છે ત્યારે રાજ્યના ખેડૂતોને સમયસર પૈસા મળી રહે તે માટે રૂા.૪૫૩ કરોડનું ચૂકવણું રાજ્ય સરકારના ફંડમાંથી કરવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ખરીદી માટે નાણા જ્યારે મળશે ત્યારે રાજ્ય સરકારને આ નાણા સરભર કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.