સંસદમાં કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા વિભાગના મંત્રી પિયૂષ ગોયલે રજૂ કરેલા અંદાજપત્રમાં ગુજરાત માટે બહું ઓછી જાહેરાતો કરવામા આવી હતી.
નવી જાહેરાતો
ખેડૂતોઃ
· પીએમ- કિસાન યોજના હેઠળ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ખાતરીપૂર્વક રૂ. 6,000ની આવક પૂરી પાડવામાં આવશે.
· નાણાંકિય વર્ષ 2019-20 માટે આ યોજનામાં રૂ. 75,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એમાં વર્ષ 2018-19ના સુધારેલા અંદાજ મુજબ રૂ. 20,000 કરોડનો ખર્ચ થશે.
· રાષ્ટ્રીય ગોકુલ મિશન માટેનો ખર્ચ વધારીને રૂ. 750 કરોડ કરવામાં આવ્યો છે.
· ગાયોની ઓલાદના જીનેટીક અપગ્રેડેશન માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવશે.
· દોઢ કરોડ માછીમારોના કલ્યાણ માટે નવા માછીમારી મંત્રાલયની રચના કરવામાં આવશે.
· ખેડૂતોને પશુપાલન અને માછીમારીની પ્રવૃત્તિ માટે વ્યાજમાં 2 ટકાની રાહત અપાશે. જો સમયસર ચૂકવણી કરવામાં આવે તો વધારાની 3 ટકાની રાહત મળશે.
· કુદરતી આફતને કારણે અપાતી વ્યાજની 2 ટકાની રાહત હવે ધિરાણના પુનઃગઠનના સંપૂર્ણ ગાળા માટે પૂરી પાડવામાં આવશે.
શ્રમઃ
· અસંગઠીત ક્ષેત્રના 10 કરોડ કામદારોને ફિક્સ માસિક પેન્શન આપવા માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જાહેર કરવામાં આવી છે.
· દર મહિને રૂ. 100/ 55 નો ફાળો આપવાથી આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂ. 3,000નું પેન્શન મળશે.
આરોગ્યઃ
· હરિયાણામાં 22મું એઈમ્સ સ્થાપવામાં આવશે.
મનરેગાઃ
· બજેટરી અંદાજ મુજબ વર્ષ 2019-20માં મનરેગા માટે રૂ. 60,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
સીધા કરવેરાની દરખાસ્તોઃ
· રૂ. 5 લાખ સુધીની આવકને આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
· 3 કરોડ જેટલા મધ્યમ વર્ગના કરદાતાઓને 23,000 કરોડથી વધુ કર રાહત મળશે.
· સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 40,000 થી વધારીને રૂ. 50,000 કરવામાં આવ્યું છે.
· બેંકો અને પોસ્ટ ઓફિસમાં મૂકાયેલી થાપણો પર થતા વ્યાજની કમાણી પર ટીડીએસ કપાતની મર્યાદા રૂ. 10,000 થી વધારીને રૂ. 40,000 કરવામાં આવી.
· આવક વેરાના હાલના દર ચાલુ રહેશે
· પોતાના કબજાવાળા બીજા મકાન પર અંદાજીત ભાડા પર લેવાતા વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
હાઉસિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવામાં આવશેઃ
· ભાડા ઉપર લેવાતા વેરાની કપાત માટેની ટીડીએસ મર્યાદા રૂ. 1,80,000 થી વધારીને રૂ. 2,40,000 કરાઈ છે.
· આવાસ તરીકે ઉપયોગમાં લેવાતા ઘરમાં કેપિટલ ગેઈન રોલઓવર કરવાનો લાભ બે મકાનો માટે રૂ. 2 કરોડ સુધીના કેપિટલ ગેઈન તરીકે આપવામાં આવશે.
· આવક વેરા કાયદાની કલમ-80 આઈબીએ હેઠળ પોસાય તેવી આવાસ યોજના માટેનો કર લાભ તા.31 માર્ચ, 2020 સુધી લંબાવવામાં આવ્યો છે.
· નહીં વેચાયેલા મકાનો માટેના અનુમાનિત ભાડા માટેનો કરમુક્તિનો ગાળો એક વર્ષથી લંબાવીને બે વર્ષનો કરવામાં આવ્યો છે.
નાણાંકિય કાર્યક્રમઃ
· નાણાંકિય વર્ષ 2019-20ની નાણાંકિય ખાધ 3.4 ટકા જેટલી અંદાજવામાં આવી છે.
· નાણાંકિય વર્ષ 2020-21 સુધીમાં 3 ટકા નાણાંકિય ખાધનો લક્ષ્યાંક હાંસલ થશે.
· 7 વર્ષ પહેલાં નાણાંકિય ખાધનો સુધારેલોઅંદાજ લગભગ 6 ટકા જેટલો હતો તેને નીચે લાવીને 3.4 ટકા કરાયો છે.
· વર્ષ 2019-20ના અંદાજપત્રિય અનુમાન મુજબ કુલ ખર્ચ 13 ટકા વધીને રૂ. 27,84,200 કરોડ થશે.
· નાણાંકિય વર્ષ 2019-20ના મૂડી ખર્ચનો અંદાજપત્રિય અનુમાનરૂ. 3,36,292 કરોડ રહેવાનો અંદાજ છે.
· કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજીત યોજનાઓ (સીએસએસ)ની ફાળવણી વધારીને વર્ષ 2019-20 માટે રૂ. 3,27,679 કરોડના ખર્ચનું અંદાજપત્રિય અનુમાન.
· નેશનલ એજ્યુકેશન મિશનમાં ફાળવણી આશરે 20 ટકા જેટલી વધારીને રૂ. 38,572 કરોડ અંદાજપત્રિય અનુમાન છે.
· ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈસીડીએસ) માટેની ફાળવણીમાં 18 ટકાથી વધુ વધારો કરીને રૂ. 87,584 કરોડનો ખર્ચ થવાનો અંદાજપત્રિય અનુમાન છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ફાળવણીમાં નોંધપાત્ર વધારોઃ
· અનુસૂચિત જાતિઓ માટે વર્ષ 2018-19ના રૂ. 56,619 કરોડના અંદાજપત્રિય અનુમાનમાં 35.6 ટકાનો વધારો કરીને વર્ષ 2019-20 માટે રૂ. 76,801નું અદાજપત્રિય અનુમાન.
· અનુસૂચિત જન જાતિઓ માટે વર્ષ 2018-19ના રૂ. 39,135 કરોડના અંદાજપત્રિય અનુમાનમાં 28 ટકાનો વધારો કરીને વર્ષ 2019-20 માટે રૂ. 50,086નું અદાજપત્રિય અનુમાન.
· રૂ. 80,000 કરોડનો ડીસ-ઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારનો આત્મવિશ્વાસ.
· હવે દેવાના એકીકરણ (consolidation) ની સાથે સાથે નાણાંકિય ખાધના એકીકરણ (consolidation) ના કાર્યક્રમ તરફ ધ્યાન કેન્દ્રિત કરાશે.
ગરીબો અને પછાત વર્ગોઃ
· “દેશના સંસાધનો પર ગરીબોનો પ્રથમ હક્ક છે” – નાણાં પ્રધાન
· ગરીબો માટે 10 ટકા અનામતની જોગવાઈને પહોંચી વળવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં 25 ટકા બેઠકોનો વધારો કરવામાં આવશે.
· શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનો ભેદ નિવારવા માટે અને ગામડામાં જીવનની ગુણવત્તા સુધારવા માટે લક્ષિત ખર્ચ કરાશે.
· માર્ચ 2019 સુધીમાં ઈચ્છા ધરાવતા તમામ પરિવારોને વિજળીના જોડાણ અપાશે.
ઉત્તર-પૂર્વ
· વર્ષ 2018-19ના અંદાજપત્રિય ખર્ચની તુલનામાં 21 ટકાનો વધારો કરીને 2019-20માં અંદાજપત્રિય ખર્ચનું અનુમાનરૂ. 58,166 કરોડ કરવામાં આવ્યું છે.
· અરૂણાચલ પ્રદેશને તાજેતરમાં જ દેશના એર મેપ હેઠળ મૂકવામાં આવ્યું છે.
· મેઘાલય, ત્રિપૂરા અને મિઝોરમ સૌ પ્રથમ વખત ભારતના રેલવે મેપ હેઠળ મૂકાયું છે.
· બ્રહ્મપુત્રા નદીમાં વહાણવટાની ક્ષમતા સુધારીને કન્ટેઈનર કાર્ગોની હેરફેર થશે.
દયનીય સ્થિતિમાં જીવતા વર્ગો
· બાકી રહી ગયેલી નોમેડિક અને સેમી-નોમેડિક વર્ગોને ઓળખી કાઢવા માટે નીતિ આયોગ હેઠળ કમિટીની રચના કરવામાં આવી.
· સામાજીક ન્યાય મંત્રાલય હેઠળ ડી-નોટિફાઈડ નોમેડિક અને સેમી-નોમેડિક જાતિઓના વિકાસ અને કલ્યાણ માટે નવું વેલફેર બોર્ડ
સંરક્ષણ
· સૌ પ્રથમ વખત સંરક્ષણ બજેટ રૂ. 3,00,000 કરોડનો આંક વટાવી ગયુ.
રેલવેઃ
· રેલવે તંત્ર માટે 2019-20ના બજેટમાં રૂ. 64,587 કરોડનો મૂડી સહયોગ પૂરો પાડવામાં આવશે.
· એકંદર મૂડી ખર્ચ કાર્યક્રમ રૂ. 1,58,658 કરોડ થશે.
· ઓપરેટીંગ ગુણોત્તર સુધરીને 98.4 ટકા સુધી લઈ જવાશે.
મનોરંજન ઉદ્યોગઃ
· ભારતના ફિલ્મ નિર્માતાઓને સિંગલ વિન્ડો ક્લિયરન્સની તથા શૂટીંગમાં સગવડ મળશે.
· નિયમોની જોગવાઈઓ મહદ્દ અંશે સેલ્ફ ડેકલેરેશન આધારિત રહેશે.
· ફિલ્મોની પાયરસી રોકવા માટે સિનેમેટોગ્રાફ એક્ટમાં એન્ટી-કેમ્કોડીંગ જોગવાઈઓ ઉમેરવામાં આવશે.
એમએસએમઈ અને ટ્રેડર્સ
· જીએસટીમાં રજીસ્ટર થયેલા એસએમઈને રૂ. 1 કરોડની વધારાની લોન માટે વ્યાજમાં 2 ટકાની રાહત આપવામાં આવશે.
· સરકારી એકમો દ્વારા થતી 25 ટકા ખરીદીમાંથી ઓછામાં ઓછી 3 ટકા ખરીદી મહિલાઓની માલિકીના એસએમઈ પાસેથી કરવામાં આવશે.
· આંતરિક વ્યાપાર ઉપર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ડીઆઈપીપીને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ નામ આપવામાં આવશે.
ડિજિટલ ગામડાંઓ
· આગામી 5 વર્ષમાં સરકાર 1 લાખ ગામડાઓને ડિજિટલ ગામડાં બનાવશે.
અન્ય જાહેરાતો
· નવું નેશનલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પોર્ટલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નેશનલ પ્રોગ્રામને સહાય કરશે.
2014 થી 2019 સુધીની સિદ્ધિઓ
અર્થતંત્રની સ્થિતિ
· છેલ્લા 5 વર્ષમાં ભારત વૈશ્વિક અર્થતંત્રના ચમકતા સિતારા તરીકે સાર્વત્રિક ઓળખ પ્રાપ્ત કરી શક્યું છે.
· 2014 થી 2019 દરમિયાન દેશ મેક્રો-ઈકોનોમિક સ્થિરતાના ઉત્તમ તબક્કાનું સાક્ષી બન્યું છેઃ નાણાં મંત્રી
· ભારત 2013-14માં 11માંક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હતું તે હવે દુનિયાનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે.
· 1991 પછીની કોઈપણ સરકારની તુલનામાં ભારત 2014 થી 2019 દરમિયાન ઉંચો વાર્ષિક સરેરાશ જીડીપી વૃદ્ધિ દર ધરાવે છે.
· ભારત સરકારે 2009 થી 2014 દરમિયાન કમરતોડ ફૂગાવાની કમર તોડી નાંખી છેઃ નાણાં મંત્રી
· સરેરાશ ફૂગાવો ઘટીને 4.6 ટકા થયો છે, જે અન્ય કોઈપણ સરકારની તુલનામાં નીચો છે.
· ડિસેમ્બર 2018માં ફૂગાવો માત્ર 2.19 ટકા હતો.
· 7 વર્ષ અગાઉ નાણાંકિય ખાધ સુધારેલા અંદાજ મુજબ 6 ટકા હતી તે ઘટીને 3.4 ટકા સુધી પહોંચી છે.
· 6 વર્ષ પહેલાં 5.6 ટકા જેટલા ઉંચા સ્તરની તુલનામાં સીએડી જીડીપીના માત્ર 2.5 ટકા રહેવાની સંભાવના છે.
· ભારત મજબૂત રીતે પાટા પર આવ્યું છે અને વૃદ્ધિ અને સમૃદ્ધિની દિશામાં આગળ ધપી રહ્યું છેઃ નાણાં મંત્રી
· ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.
· ફૂગાવાનો બે આંકડાનો દર અટકાવીને નાણાંકિય સમતુલા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.
· સીધા વિદેશી મૂડી રોકાણની નીતિ ઉદાર બનાવીને મોટા ભાગનું સીધુ વિદેશી મૂડી રોકાણ ઓટોમેટિક રૂટથી આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂતોઃ
· તમામ 22 પાક માટે ઓછામાં ઓછી 50 ટકા એમએસપીની ખાતરીઆપવામાં આવી છે.
· છેલ્લા 5 વર્ષમાં વ્યાજની રાહત બમણી કરવામાં આવી છે.
· સોઈલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા, ખેતી ક્ષેત્રે ગેમ ચેન્જર બન્યા છે.
શ્રમઃ
· નોકરીઓની તકો વિસ્તરી છે. ઈપીએફઓનું સભ્યપદ વધીને 2 કરોડ થયું છે.
· દરેક કેટેગરીના કામદાર માટે લઘુતમ આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં 42 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગરીબ અને પછાત વર્ગોઃ
· શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ગરીબો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
· સૌભાગ્ય યોજના હેઠળ દરેક પરિવારને વિજળીનું મફત જોડાણ આપવામાં આવશે.
· અંદાજે 50 કરોડ લોકો માટે વિશ્વનો સૌથી મોટો હેલ્થ કેર પ્રોગ્રામઃ આયુષમાન ભારત.
· અત્યંત પછાત 115 જીલ્લાઓના વિકાસ માટેનો કાર્યક્રમ
· વર્ષ 2018-19 દરમિયાન ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે સસ્તુ અનાજ આપવા માટે રૂ. 1,70,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.
· ખાનગી ક્ષેત્રના સહયોગથી મિશન મોડમાં આવીને 146 કરોડ એલઈડી બલ્બ પૂરા પાડવામાં આવ્યા.
· એલઈડી બલ્બના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોએ વિજળી બીલમાં વાર્ષિક રૂ. 50,000 કરોડની બચત કરી.
· આયુષમાન ભારત યોજના હેઠળ 10 લાખ દર્દીઓએ સારવારનો લાભ લીધો.
· વર્ષ 2014 થી અત્યાર સુધીમાં 21માંથી 14 એઈમ્સ કાર્યરત થઈ ગયા છે.
· સરકારે પીએમજીએસવાય યોજના હેઠળ માર્ગ બાંધકામનું કામ ત્રણ ગણું કર્યું.
· વર્ષ 2018-19માં રૂ. 15,500 કરોડના અંદાજપત્રિય અનુમાન સામે વર્ષ 2019-20માં રૂ. 19,000 કરોડના ખર્ચનું અંદાજપત્રિય અનુમાન.
· વર્ષ 2014-18 દરમિયાનપીએમ આવાસ યોજના હેઠળ 1.53 કરોડ મકાનો બાંધવામાં આવ્યા.
મહિલા વિકાસ અને મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસઃ
· ઉજ્જવલા યોજના હેઠળ 6 કરોડ ફ્રી એલપીજી જોડાણ આપવામાં આવ્યા. આવતા વર્ષ સુધીમાં 8 કરોડ જોડાણ અપાશે.
· 70 ટકા મુદ્રા ધિરાણો મહિલાઓને અપાયા.
· પ્રસૂતિકાળ દરમિયાનની રજા વધારીને 26 અઠવાડિયાની કરવામાં આવી.
· પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓને નાણાંકિય સહાય.
યુવાનો
· પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 1 કરોડથી વધુ યુવાનોને તાલિમ આપવામાં આવી.
· મુદ્રા, સ્ટેન્ડ-અપ અને સ્ટાર્ટ-અપ મારફતે સ્વરોજગારને વેગ અપાયો.
એમએસએમઈ અને વેપારીઓઃ
· રૂ. 1 કરોડ સુધીનાં ધિરાણો 1 કલાકથી ઓછા સમયમાં મેળવી શકાશે.
· ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસના કારણે 25 ટકાથી 28 ટકા જેટલી સરેરાશ બચત થઈ છે.
આવક વેરોઃ
· પાંચ વર્ષમાં આવક વેરો લગભગ બમણો થયો છે. વર્ષ 2013-14માં આવક વેરો 6.38 લાખ કરોડ હતો તે આ વર્ષે અંદાજે રૂ. 12 લાખ કરોડ સુધી પહોંચી જશે.
· કર વ્યાપમાં 80 ટકાની વૃદ્ધિ થઈ છે. રૂ. 3.79 કરોડથી રૂ. 6.85 કરોડ સુધી પહોંચી શકાયું છે.
· કર વહિવટનું સરલીકરણ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 99.54 ટકા જેટલા આવક વેરા રિટર્ન ફાઈલ કરાયા હતા અને સ્વિકારવામાં આવ્યા હતા.
· કરદાતાલક્ષી વલણ માટે ટેકનોલોજી પ્રચૂર પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. બે વર્ષમાં 24 કલાકમાં રિટર્ન પ્રોસેસ કરવામાં આવ્યા છે અને સમાંતરપણે રિફંડ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
· મધ્યમ વર્ગને વહેલા લાભો આપવામાં આવ્યા.
· કર મુક્તિની બેઝીક મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 2.5 લાખ કરવામાં આવી છે.
· વેતન મેળવતા વર્ગ માટે રૂ. 40,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન રજૂ કરવામાં આવ્યું.
· રૂ. 2.5 લાખથી રૂ. 5 લાખ સુધીના ટેક્સ સ્લેબમાં કરનો દર 5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યો છે.
· કલમ-80સી હેઠળ બચતની કપાત રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.5 લાખ કરવામાં આવી છે.
· પોતે કબજો ધરાવતા હોય તેવા નિવાસી અસ્કયામત માટે વ્યાજની કપાત રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી.
નાના બિઝનેસ અને સ્ટાર્ટઅપને અપાઈ ચૂકેલા ખાસ પ્રોત્સા