કેમિકલ જેવા પાણીથી પાકતા શાકભાજી અમદાવાદના 40 લાખ લોકો ખાય છે

સાબરમતી નદીના બન્ને કાંઠે 10 કિ.મી. અંદર સુધી આવેલા 3 લાખ હેક્ટર ખેતરોમાં પાકતું અનાજ, શાકભાજી, ફળ અમદાવાદના લોકો ખાઈ રહ્યાં છે. તે કેમિકલ યુક્ત પાણીમાં પાકતાં હોવાથી તેમાં અત્યંત ઝેરી એવા હેવી મેટલ નિકળતાં હોવાથી લોકોના આરોગ્ય પર મોટો ખતરો ઊભો થયો છે. ઝેરી રસાયણોની હાજરીનું માપ એટલે COD છે. તેની માત્રા 2225 Mg/L સુધી મળે છે. જે ખરેખર ખેતરના કુવામાં 0 Mg/L  હોવી જોઈએ. અહીં પાકતું શાક અને અનાજ 40 લાખ લોકો સુધી પહોંચે છે. લોકોને ખબર પણ નથી હોતી કે તેઓ કિમિકલ્સ યુક્ત ઝેરી પાણીથી પકવેલા શાક ખાઈ રહ્યાં છે.

12 માર્ચ 2019ના રોજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાંત અધિકારી તુષાર શાહ અને નેહલ અજમેરા તેમજ પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ તથા કૃષ્ણકાંત, અમદાવાદના સામાજિક કાર્યકર મુદિતા વિદ્રોહી તથા ગુજરાત વડી અદાલતના વકીલ સુબોધ પરમારે સાથે મળીને સાબરમતી નદીની તપાસ કરી હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આવી તપાસ કરવામાં આવી ત્યારે ભયંકર પ્રદૂષણ જોવા મળ્યું હતું. જેના ખતરનાક પરિણામ બહાર આવ્યા છે.

ઉદ્યોગો જેઓ પોતાના કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી કચરાને તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પોતાના પ્રદુષિત ગંદા ગટરના પાણીને ટ્રીટમેન્ટ કાર્ય વગર અથવા ખૂબ નબળી ટ્રીટમેન્ટ કરીને સાબરમતી નદીમાં છોડી દે છે. જો આવું કરે તો દેશની સર્વોચ્ચ ગ્રીન ટ્રીબ્યનલે આપેલા ચૂકાદા પ્રમાણે ઉદ્યોગો બંધ કરાવી શકાય છે.

સાબરમતી નદીમાં દરરોજનું 125 એમએલડી એટલે કે 12.5 કરોડ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાતા પ્રદૂષિત થાય છે. જેમાં 1 કરોડ લીટર કેમીકલ અને ઘરમાં વરસાતા એસીડ હોય છે.

ઔદ્યોગિક વસાહતનું નિકળતું ગંદું પાણી

CEPT નદીમાં ગંદુ પાણી COD

નરોડા 30 6000

ઓઢવ 15 600

વટવા 200 1,00,000

નારોલ 1250 1,25,000

AMC 10,000 40 લાખ

પાણી લાખ લિટરમાં છે.

નદીના પાણીમાં લીડ, કોપર અને આયર્ન જેવા ઝેરી રસાયણોની માત્રા નિયત માત્રા કરતાં વધુ છે.

28 પ્રકારના દેખીતા રોગ

સેન્ટ્રલ વોટર કમિશને વર્ષ 2011, 2012, 2013માં દેશભરની નદીઓના પાણી ચકાસતાં સાબરમતી નદીના અમવાદાથી નીચેના વિસ્તારમાં કે જ્યાં શહેર અને ઉદ્યોગોનું પાણી ઠાલવવામાં આવે છે તે વિસ્તારથી લઈને વૌઠા અને દેરોલ બ્રિજ પાસેથી પાણીના નમુના લઈને ચકાસાયા હતા જેમાં કોપર, લીડ અને આયર્નની માત્રા વધુ મળી આવી છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર, નદીના પાણીમાં કોપરની માત્રા 0.05 એમજી , લીડની માત્રા 0.01એમજી અને આયર્નની માત્રા 0.3 એમજી હોવી જોઇએ. આ ઝેરી રસાયણો મિશ્રિત પાણીના ઉપયોગથી હૃદય, ફેફસાં, ચામડીના રોગો થઇ શકે છે. માથાનો દુખાવો, સાંધાનો દુખાવો , યાદશક્તિ ઓછી થવી , પેટના રોગો, લિવર- કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. નાના બાળકો અને સગર્ભા માટે આવું પાણી ખૂબ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આમ 28 પ્રકારના દેખીતા રોગો થાય છે.

નરોડામાંથી રોજ 30 લાખ લિટર, ઓઢવમાંથી 15 લાખ લિટર, વટવામાં 200 લાખ લિટર અને નારોલમાંથી 1250 લાખ લિટર પાણી અનટ્રિટેડ છોડવામાં આવે છે

ઢોર પાણી પીવે છે, તેઓ કોઈ રોગથી મૃત્યુ પામે છે. કેમિકલ વાળા પાણીની અસર ઢોરોના દુધમાં પણ જોવા મળે છે. સહીજ રસિકપુરા ગામના પશુઓને જીવ ખોવો પડ્યો છે. બાકરોલ ગામમાં કેમિકલ યુક્ત પાણી ધ્વારા ખેતીનો ગંભીર મુદ્દો જોવા મળ્યો હતો. ઘઉં, ડાંગર અને શાકભાજીની ખેતીમાં કેમિકલ યુક્ત પાણી જ ઉપયોગમાં લેવું પડે છે. કેમિકલ યુક્ત પાણીથી થતી ખેતીનું અનાજ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હશે. વણઝાર, કમોડ, મીરોલી, ગામમાં પાણીમાંથી કેમિકલની દુર્ગંધ મારે છે. કેમિકલ વાળું પાણી છે જે વટવા, નારોલ જી.આઈ.ડી.સી માંથી છોડવામાં આવે છે.

નવાગામ ગામાં પાણી નહિ પણ રીતસર કેમીકલ જ નિકળે છે. આ ગામના લોકોએ સાબરમતી નદીને નવું નામ “કેમિકલ નદી” આપ્યું છે. અહીં શ્વાસ લેવો પણ મુશ્કિલ હોય છે. જમીન બિન-ઉપજાઉ બની છે.

નદીના કિનારે આવેલા ગામોના પાણી પીવાલાયક નથી

જમીનના અંદરનું પાણી પણ પીવાલાયક રહ્યા નથી. પાણીની જગ્યાએ કલરવાળા પાણી જમીનમાંથી નીકળી રહ્યા છે. પાણી પીવાથી પાણીજન્ય અને ચામડી, હાડકાના રોગો થાય છે. ધોળકા તાલુકાનું સાથળગામ મુખ્ય કહી શકાય. ગામના ટયુબવેલના પાણીના નમુના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ળઈને લેબોરેટરીમાં ચકાસતાં અહેવાલ આવેલો છે કે, પાણી પીવું નહીં. તીવ્ર દુર્ગંધવાળુ ઘાટા કાળા રંગનું હોય છે. વાસ્મોના અહેવાલ પ્રમાણે પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી અને ગામમાં ચામડીના રોગમાં ખંજવાળ, ગુમડા જેવા અન્ય ચામડીજન્ય રોગો થાય છે. વટામણગામ શાકભાજીની ખેતી કરે છે. જે પ્રદૂષિત પાણીથી થાય છે અને આખું અમદાવાદ તે શાક ખાય છે. આવા શાકભાજીથી કેન્સર થવાનો ભય છે. 2001ના ધરતીકંપમાં ગેસ તથા કાળા પાણીના ફૂવારા અહીં નિકળ્યા હતા.