કેરોસીનનો જત્થો આપવાનું ફરી શરૂં કરાયું

રાજ્યના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-ર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લીટર સબસીડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોને હવે આ ૪ લીટર કેરોસીન મળશે. ૧ ડિસેમ્બર-ર૦૧૮થી બંધ કરવામાં આવ્યો હતો. ૧ લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં કાર્ડ દીઠ મહત્તમ ૪ લીટર કેરોસીન APL રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ૪૭ લાખ જેટલા પરિવારોને આનો લાભ મળશે.