કેળાના પાકને વીમો મળતો ન હોવાથી વધતી પરેશાની

ગુજરાતમાં 42 લાખ ટન કેળાનું ઉત્પાદન થયું છે. કેળાના ઉત્પાદનમાં ગુજરાતનો ભરૂચ જિલ્લો મોખરે છે. ગુજરાતમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં કેળાંની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. જો કે કેળાંનો પાક ખેડૂતો માટે લોટરી જેવો છે હવામાન સારું રહ્યું તો ખેડૂતોને સારી એવી આવક મળી શકે છે પરંતુ જો પ્રતિકૂળ હવામાન અને વાવાઝોડામાં કેળાંના પાકને મોટાપાયે નુકસાન થતું હોય ખેડૂતોને વર્ષાન્તે મોટી ખોટ સહન કરવાનો વારો આવે છે.

કુદરતી રીતે પાકનું નુકસાન થતું હોવા છતાં સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવતી નથી. બારડોલી લોકસભા વિસ્તારમાં ખેડૂતોના સૌથી મોટા પ્રશ્નને લઈ ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ લોકસભામાં રજૂઆત કરી હતી. તેમણે કેળાંના પાકને પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજનામાં સામેલ કરવાની માંગ કરી હતી. આ પ્રશ્ન અંગે તેમણે વડાપ્રધાન નરેંદ્ર મોદીને પણ લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.

કેળાના ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વમાં પહેલા ક્રમાંકે છે. વિશ્વના કેળાના કુલ ઉત્પાદનનો 24 ટકા હિસ્સો ભારત પાસે છે. કેળાના ઉત્પાદનમાં ગુજરાત તમામ રાજ્યોથી આગળ છે. વર્ષ 206-7માં ગુજરાતમાં 64,690 હેક્ટરમાં 4,85,520 ટન કેળાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભરુચ, વડોદરા, નર્મદા, આણંદ અને સુરત કેળાના ઉત્પાદનમાં મોખરે છે. આ સિવાય ગુજરાતના દરેક જિલ્લામાં કેળાનું સારું એવું ઉત્પાદન થાય છે. ભારતના તમામ જિલ્લાઓમાં ભરુચ કેળાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે

ઉત્પાદન વધારવા હાલ ગુજરાતના ખેડૂતો વિવિધ પ્રકારના હાયબ્રિડ કેળાનું ઉત્પાદન વધારી રહ્યા છે. ગુજરાતની બજારોમાં જે કેળા સૌથી વધુ જોવા મળે છે તેને ડ્વાર્ફ કેવેન્ડીશ જાતના કેળા કહેવામાં આવે છે. આ કેળા કદમાં લાંબા હોય છે. આ કેળાથી નાના કદના કેળાને રોબસ્ટા તરીકે ઓળખવામાં આવે છે. રસ્થલી, પુવન અને નેન્ડ્રન જાતિના કેળા પણ અહીં ઉગાડવામાં આવે છે.

કેળાની ખેતી 4000 વર્ષ જૂની છે અને વિશ્વના 130 દેશોમાં તેની ખેતી થાય છે પરંતુ ભારત સમગ્ર વિશ્વમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. ભારતમાં સૌથી વધુ ગુજરાત કેળાનું ઉત્પાદન કરે છે. ગુજરાતના કેળા અન્ય રાજ્યોમાં તેમજ વિદેશમાં નિકાસ થાય છે.

કેલ્શિયમ માટે જાણીતા કેળાંની સ્થાનિક માંગ 2050 સુધીમાં 600 લાખ ટન થવાની ધારણા છે ત્યારે વર્ષ 2016-17માં ભારતમાં 8,58,000 હેક્ટરમાં 2,91,63,000 ટન કેળાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.  વિશ્વના 130 દેશોમાં 50 લાખ હેક્ટરમાં કેળાની ખેતી થાય છે. જેમાં 1036.3 લાખ ટન કેળાનુ ઉત્પાદન થાય છે. ભારતમાં 8.8 લાખ હેક્ટરમાં કેળાનુ વાવેતર થાય છે.

ઉત્તર ભારતમાં આવેલા વોલમાર્ટ સ્ટોર્સમાં કેળા પૂરું પાડવાનું કામ રાજકોટની એક ફ્રૂટ સપ્લાય કંપની કરે છે. આવી જ રીતે દેશના જાણીતા રીટેઈલ ચેઈન સ્ટોર્સમાં કેળાનો પુરવઠો ગુજરાતમાંથી પૂરો પાડવામાં આવે છે.

જો કે આ સિવાય કેળાની દેશી જાત પણ ઘણી પ્રખ્યાત છે. ગીર-સોમનાથના વેરાવળ અને ચોરવાડમાં ઉગતા એલચી કેળા સ્વાસ્થ્યસેવી લોકોમાં ઘણાં પ્રખ્યાત છે. આ કેળામાં અન્ય કેળાની સરખામણીએ ખૂબ ઓછી કેલરી હોય છે. ઉપરાંત તેમાં વિટામીન સી અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.

આ ઉત્પાદનમાં ભારત બાદ ચીન, ફિલિપાઇન્સ અને બ્રાઝિલ જેવા દેશોનો ક્રમ આવે છે. સમગ્ર ભારતમાં ઉગતા ફળો પૈકી સૌથી વધુ ઉત્પાદન કેળાનું થાય છે.

ભારતમાં કેળાની ઉત્પાદકતા 37 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર છે. જો કે દેશમાં કેળાની ખેતીવિશ્વની તુલનામાં માત્ર 15.5 ટકા વિસ્તારમાં જ થાય છે, પરંતુ વિશ્વની તુલનામાં ઉત્પાદન 25.58 ટકા થાય છે. કેળાની માગ દિવસેને દિવસે વધી રહી છે. કેળાની નિકાસની સારી સંભાવનાઓ છે. વિશ્વનુ કેળા ઉત્પાદન આફ્રીકા, એશિયા અને લેટિન અમેરિકમાં કેન્દ્રિત છે. ભારતમાં બગાયત વિભાગ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નોના કારણે કેળાની ખેતીનો વિસ્તાર વધ્યો છે અને ઉત્પાદન પણ વધી રહ્યુ છે.

  • આંતરખેડ અને માટી ચઢાવવી :
    • દર ત્રણ થી ચાર પિયત ૫છી ગોડ કરવો ખાસ  જરૂરી છે.
    • ૧૫-ર૦ સે.મી. ઉંચાઈ સુધી થડમાં માટી ચઢાવવી.
  • નિંદામણ નિયંત્રણ:
    • કેળ રોપી પિયત આપી ત્રણ થી ચાર દિવસ બાદ ડાયુરોન ૧ કિ.ગ્રા. ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી હેકટર દીઠ છોડ બચાવી છંટકાવે.
    • કેળ રોપ્યા ૫છી ૭૫ દિવસે ૬૦૦ લીટર પાણીમાં ગ્રામોક્ષોન ૩.૬ લીટર હેકટરે પ્રથમ છંટકાવ કરવો અને બીજો છંટકાવ પાળા ચઢાવ્યા પછી ૩૦ દિવસે કરવો.
  • પીલા દુર કરવા :
    • મુખ્ય થડની બાજુમાંથી નીકળતા પીલા સતત દુર કરવા ખાસ જરૂરી છે.
    • જે દાંતરડાથી કાપીને દુર કરી શકાય છે.
    • કાપેલા પીલાને ફરી ઉગતા અટકાવવા માટે ૧ લીટર પાણીમાં ૬૦ ગ્રામ ર,૪-ડી (ફર્નોકઝોન-૮૦ ટકા સોડિયમ સોલ્ટ) નું દ્રાવણ બનાવી તેના ફકત ૩ થી ૫ ટીપાં કાપેલા પીલાના મઘ્યમાં નાંખવાથી પીલા ફરીથી ઉગશે
  • અન્ય માવજત :
    • કેળના ખેતરની ફરતે ૫વન અવરોધક વાડ કરવી ખાસ જરૂરી છે. જે માટે ઝડપી વૃઘ્ધિ કરતી શેવરી અનુકૂળ છે.
    • કેળના છોડ ૫રથી નીચેના ભાગના રોગીષ્ટ પાન અવારનવાર કાઢતાં રહેવું અને તેને બાળી નાંખવા.
    • કેળની લુમ પૂરેપૂરી નીકળી ગયા ૫છી નીચેનો લાલ રંગનો ડોડો કાપીને દૂર કરવો તથા કેળાની ટોચે રહેલો કાળો ભાગ દૂર કરવો જેથી ફળોના ફૂગજન્ય રોગો આવતા અટકાવી શકાય છે.
    • લૂમને સૂર્યનો તડકો લાગતો હોય તો તેને કેળના બે પાન નમાવી ઢાંકેલી રાખવી.
    • ચોમાસા દરમિયાન કેળના બગીચામાં પાણી ન ભરાય રહે તે માટે નિતાર નીક બનાવવી.
  •  આવરણ :
    • જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે  ૫રાળ, સૂંકુ ઘાસ, સૂકા પાંદડા, શેરડીની રાડ (૫તારી), ઘંઉનું ભૂસું, સેન્દ્રિય ખાતર તથા  ખેતીની વિવિધ આડ પેદાશો અને કાળુ પ્લાસ્ટીક (૫૦ માઇક્રોન) નો ૫ણ ઉ૫યોગ કરવામાં આવે છે