અમૂલે 15 વર્ષમાં 126.67 ટકા દૂધનો ભાવ વધાર્યો

Amul increased the price of milk by 126.67% in 15 years,6% increase in inflation every year and 8.50% increase in milk, Decrease in the number of animals but milk production increased.

अमूल ने 15 साल में दूध के दाम में 126.67% की बढ़ोतरी की, महंगाई में हर साल 6% की बढ़ोतरी और दूध में 8.50% की बढ़ोतरी, पशुओं की संख्या में कमी लेकिन दूध का उत्पादन बढ़ा.

વર્ષે મોંઘવારી 6 ટકા વધે અને દૂધ 8.50 ટકા મોંઘું થાય છે

પશુઓ ઘટ્યા પણ દૂધનું ઉત્પાદન વધી વધે છે

દિલીપ પટેલ
અમદાવાદ 02 મે 2025
1 મે 2025થી અમૂલ ડેરીએ દૂધમાં પ્રતિ લિટર રૂ. 2નો ભાવ વધારો કર્યો હતો. જેના પગલે ગુજરાતની 20 હજાર ખાનગી ડેરીઓએ દૂધ મોંઘું કર્યું હતું. અમૂલનો ગુજરાતમાં આશરે 7 કરોડનો દૂધમાં બોજ વધાર્યો હતો.

વર્ષ 2009-10માં પ્રતિ લિટર રૂ. 28થી 30 હતા. 2010-19માં પ્રતિ લિટર રૂ. 56 થતાં વેચાણભાવમાં 100 ટકાનો વધારો થયો હતો. 2025માં એક લીટરના રૂ. 56થી 68 થયા છે. વર્ષમાં વધુંમાં વધું રૂ. 12નો વધારો થયો છે. 20 વર્ષમાં રૂ. 30ના લિટરનું દૂધ વધીને રૂ. 68 થયું છે. 15 વર્ષમાં 126.67 ટકાનો વધારો થયો છે. દર વર્ષે 8.50 ટકાનો ભાવ વધારો અમૂલ કરી રહ્યું છે.

8.50 ટકાનો સરેરાશ ભાવ વધારો કરવાનો મતલબ કે મોંઘવારીનો દર 8.50 ટકા છે અથવા અમૂલ પશુપાલકોને વધારે પૈસા આપી રહ્યું છે.

સહકારી ડેરી મારફત દૂધનું વેચાણ ગુજરાતમાં 60.44 લાખ લિટરથી વધીને 2023-24માં દૈનિક 65.84 લાખ થયું હતું. દૂધનું સહકારી ક્ષેત્રે વેચાણ ઈ.સ. 2021-22ની સાપેક્ષે ઈ. 2023-24માં 8.93 ટકા વધ્યું છે ત્યારે ગુજરાતમાં દુધ આપતા પશુઓની સંખ્યામાં માત્ર 3.84 ટકાનો વધારો થયો છે. તેનો સીધો મતલબ કે પશુપાલકોને એટલો વધારો આપવામાં આવતો નથી.

ગુજરાતમાં અમુલ ડેરી રોજ ૩ કરોડ 30 લાખ લિટર દૂધ એકત્ર કરે છે. ગુજરાત ઉપરાંત દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારમાં સપ્લાય કરવામાં આવે છે. કંપની એક દિવસમાં 150 લાખ લીટરથી વધુ દૂધ વેચે છે.
દૂધની મહત્તમ છૂટક કિંમતના 3થી 4 ટકા છે. એક દિવસ પહેલાં મધર ડેરીએ દેશભરમાં લિટરદીઠ 2 રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો હતો.
અમદાવાદની 5 હજાર, સુરતની 4 હજાર, વડોદરાની 1 હજાર, રાજકોટની 500 ડેરી અને બીજા 13 મહાનગરોની 5 હજાર ડેરી મળીને 17 મહાનગરોની 15 હજાર ડેરીઓએ દૂધમાં લિટરે રૂ. 2 ભાવ વધારી દીધા હતા.

અન્ય ચીજોના ભાવવધારાનું વિષચક્ર પણ શરૂ થાયું છે. દૂધ પછી હવે ટૂંક સમયમાં જ હાલ ધોમધખતા ઉનાળામાં જેની માંગ વિશેષ રહે છે તે શ્રીખંડ, મિઠાઈ, દહીં, માખણ, છાશના ભાવમાં વધારો થશે. પ્રતિ કિલો દહીંમાં રૂ।.5નો અને મિઠાઈ, શ્રીખંડમાં કિલોએ રૂ.20 જેટલો વધારો થઈ શકે છે.

રાજકોટ ડેરી એસોસીએશન પાસે 500 જેટલી ડેરીઓ છે, અને રાજકોટ ડેરીના દૈનિક 3.50 લાખ લિટર ઉપરાંત ખાનગી ડેરીઓના મળીને 6 લાખ લિટરથી વધુ દૂધનું સરેરાશ વેચાણ થતું હોય છે.

અમુલના નવા ભાવ
સ્ટાન્ડર્ડ 500 મીલી. જુની કિંમત રૂ. 30. નવી કિંમત રૂ. 31.
બફેલો દૂધ 500 મીલી જુની કિંમત રૂ. 36. નવી કિંમત રૂ. 37.
ગોલ્ડ દુધ 500 મીલી જુની કિંમત રૂ. 33. નવી કિંમત રૂ. 34.
ગોલ્ડ દુધ એક લીટર જુની કિંમત રૂ. 65. નવી કિંમત રૂ. 67 રૂ.
સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જુની કિંમત રૂ. 24. નવી કિંમત રૂ. 25.
ટી સ્પેસ્યલ 500 મીલી જુની કિંમત રૂ. 31. નવી કિંમત રૂ.32.
તાજા દૂધ 500 મિલી જુની કિંમત રૂ. 27. નવી કિંમત રૂ. 28.
તાજા દુધ 1 લીટર જુની કિંમત રૂ. 53. નવી કિંમત રૂ. 55.
ગાય દુધ 500 મીલી જુની કિંમત રૂ. 28. નવી કિંમત રૂ. 29.

2024
અમૂલે આ પહેલાં જૂન 2024માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. 2024માં 5 મહિના સુધી 1 લિટરના પેકમાં 50 એમએલ અને 2 લિટરના પેકમાં 100 એમએલ વધુ દૂધ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જાન્યુઆરી 2025માં 1 લિટરના પેકના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો પણ કરાયો હતો.

ગુજરાતમાં રોજનું 3 કરોડ 30 લાખ લિટર દૂધ 18,600 દૂધ સહકારી મંડળીઓ દ્વારા 36 લાખ પશુપાલકો પાસેથી એકત્ર થાય છે.
ગુજરાતની 7 કરોડની વસ્તી છે. રાજ્યમાં દુધાળા પશુઓની બે વર્ષમાં 92 લાખ 83 હજાર 300થી વધીને 96 લાખ 39 હજાર 860 એ પહોંચી છે. વર્ષે 2 ટકાથી ઓછો વધારો થયો છે. તેની સામે દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે.

દેશમાં દર 9 વ્યક્તિએ એક દુધાળુ પશુ છે. ગુજરાતમાં 65.84 લાખ લિટર છે.

અમૂલ સાથે સંકળાયેલા 12 દૂધ સંઘો છે. અમૂલ દૂધના વેચાણથી મળતી આવકનો 80 ટકા હિસ્સો પશુપાલકોને પરત આપે છે. એવો દાવો અમૂલ કરે છે. રાજ્યના 36 લાખ પશુપાલકો છે. 58 લાખ ખેડૂતો છે.

2024માં દહીંના ભાવ
અમૂલ મસ્તી દહીંના જુદા જુતા પેકિંગમાં રૂપિયા 1થી 10 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.
200 ગ્રામ જૂનો ભાવ 18 નવો ભાવ 19
400 ગ્રામ જૂનો ભાવ 34 નવો ભાવ 35
1કિલો જૂનો ભાવ 72 નવો ભાવ 75
1 કિલો બકેટ જૂનો ભાવ 100 નવો ભાવ 110

2021
2021માં અમૂલ દૂધના ભાવમાં દોઢ વર્ષ બાદ પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો.

2020-21માં દૂધ ખરીદીનો અંતિમ ભાવ પ્રતિ કિલો ફેટ રૂ.835.51 ચૂકવેલો હતો.
2019-20માં દૂધ ખરીદીનો અંતિમ ભાવ પ્રતિ કિલો ફેટ રૂ.811 ચૂકવવામાં આવ્યો હતો. જે રૂ.24નો વધારો બતાવે છે. જે 3 ટકાથી ઓછો છે.
દૂધના વેચાણમાં 10 વર્ષમાં દૂધના ભાવ બે ગણા થયા હતા.
દૂધ ખરીદીના ભાવમાં 127 ટકાનો વધારો થયો હતો.

2009-10માં દૂધ ખરીદીનો રૂ.337 પ્રતિકિલો ફેટ હતા.
2018-19માં દૂધ ખરીદીનો રૂ. 765 પ્રતિ કિલો ફેટ હતા.
2019-20માં દૂધ ખરીદીનો રૂ. 811 પ્રતિ કિલો ફેટ હતા.
2020-21માં દૂધ ખરીદીનો કામચલાઉ ભાવ પ્રતિકિલો ફેટ દીઠ રૂ. 710 હતો.
દૂધના વેચાણભાવ

2018 અને 2020માં દૂધના વેચાણભાવમાં વધારો કરવામાં આવ્યો નહોતો.
2021-22માં દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 780
2022- 2023 દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 800

ભારતીય ડેરીમાં 20 વર્ષમાં ભેંસ, સંકર, વિદેશી ગાયોનો હિસ્સો વધ્યો (18.5% થી 32.8%) અને દેશી ઢોરની સંખ્યામાં ઘટાડો થયો હતો.(24.6% થી 20.8%).

ઘી, આઈસ્ક્રીમ, ખોયા, પનીર, ચીઝ અને વધારે ફેટવાળા દૂધ ઉત્પાદનોની માંગ વધી રહી છે. પરંતુ ઓછી ચરબીવાળું દૂધ આપતા ક્રોસબ્રેડ્સમાંથી સપ્લાય વધુ આવે છે. અસંગતતાના લીધે ચરબીવાળા દૂધના ભાવમાં વધારો થઇ રહ્યો છે.