38 વર્ષ પહેલા માધવસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી પાટીદારોને ખતમ કર્યા હતા. તેવી જ રીતે ભાજપને ગુજરાતમાં સત્તા સુધી જઈ જવામાં જેનો સૌથી મોટો ફાળો છે એવા પાટીદારોને અમિત શાહે ભાજપમાંથી અને ગુજરાતના રાજકારણમાંથી ખતમ કરી દેવાનું રાજકાણ શરૂ કર્યું છે. રાજકીય રીતે મજબૂત એવા 32 પાટિદાર નેતાઓને રાજકીય રીતે ખતમ કરાયા છે. સહકારી ક્ષેત્રના 64 નેતાઓને ખતમ કરાયા છે જેમાં નિતીન પટેલે પણ સહકાર આપ્યો છે.
હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ પર જે કંઈ થયું છે તે આપોઆપ નહીં, આયોજનબદ્ધ થયેલું કૃત્ય છે. હાર્દિક પટેલ ભાજપને ભારે પડી રહ્યાં છે, આ બન્ને નેતાઓ ભાજપ સામે આજે ટક્કર લઈ રહ્યાં છે.
આનંદીબેન પટેલને હાંકી કાઢ્યા:
અનામત આંદોલન અને ભ્રષ્ટાચારનો મુદ્દો ચલાવીને આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન પદેથી હાંકી કાઢવાનો છૂટો દૌર નરેન્દ્ર મોદીએ આપ્યો હતો. જેમાં સફળ રહ્યાં બાદ અનાર પટેલનું રાજકારણ ખતમ થઈ ગયું છે. આનંદીબેન પટેલના પતિ મફત પટેલને તો ક્યારના નકામા બનાવી દેવાયા છે.
અમિત શાહ જાણે છે કે, પપેટ મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી જ યોગ્ય છે. તે જૈન છે, લઘુમતી કોમના છે અને તેમને ગમે ત્યારે ખુરશી પરથી ઊતારીને અમિત શાહ પોતે બેસી શકે છે એવી રૂપાણીની લાયકાત તેઓ જાણે છે. તેથી કહ્યાંગરા મુખ્ય પ્રધાન તેઓએ મુક્યા છે.
મુખ્યમંત્રીને લાયક એવા પાટીદાર નેતાઓને પહેલા ખતમ કર્યા:
સૌરભ પટેલ, ડો.વલ્લભ કથીરિયા (પટેલ), દિલીપ સંઘાણી, નિતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, ડો.એ કે. પટેલ જેવા એક ડઝન પટેલ નેતાઓ ગુજરાત ભાજપમાં મુખ્ય પ્રધાન બની શકે એવી ક્ષમતા ધરાવતાં હતા પણ તે તમામને એક યા બીજી રીતે ખતમ કરી દેવાયા છે. તેની પાછળનું મુખ્ય ભેજું તો અમિત શાહનું કામ કરે છે.
કેશુભાઈને અમિત શાહે કઈ રીતે ઉથલાવ્યા:
કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમને તગેડી મૂકવા માટે રાષ્ટ્રીય સ્વસંસેવક સંઘના 1200 નેતાઓને ગુજરાતના જુદાજુદા પ્રાંતમાંથી બનાવટી અને ઉપજાવી કાઢેલા પત્રો મુંબઈથી તેમના સંબંધી પાસેથી તૈયાર કરાવીને ગુજરાતમાં 5 સ્થળેથી પોસ્ટ દ્વારા અમિત શાહે મોકલ્યા હતા. આ વાત ખુદ નરેન્દ્ર મોદી પણ જાણતાં હતા. આ ઝુંબેશ બાદ સંઘે નક્કી કર્યું હતું કે કેશુભાઈને ગુજરાતમાંથી ખસેડવા અને તેમના સ્થાને નરેન્દ્ર મોદીને બેસાડી દેવા.