કેસર કેરીનું મુખ્ય ઉત્પાદન મથક એવા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલા આંબાવાડીયામાં કાતીલ ઠંડીની વીપરીત અસર જોવા મળતા ચીંતાતુર બન્યા છે . અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચોમાસુ ખૂબ લાંબુ ચાલ્યા બાદ કમોસમી વરસાદની આફત પણ આ પંથકના ખેડૂતોએ વેઠી છે, ત્યાં ગીરપ્રદેશમાં આંબાના ઝાડ ઉપર મોર બળીજવાની ઘટના સામે આવે છે.
આંબામાં મોર ફુટવાની પ્રક્રીયા શરૂ થવાના સમયે જ કાતીલ ઠંડી પડતાં ફ્લાવરીંગ બળી જવા લાગ્યું છે. આપ્રદેશની 80% ખેતીલાયક જમીનમાં આંબાવાડીયા આવેલા હોવાથી આ પાક સ્થાનિક અર્થતંત્રની કરોડ રજ્જૂ ગણાય છે. ખેતીવાડી ખાતા તરફથી માર્ગદર્શન અને મદદ શરૂ થાય તેવી માંગણી ખેડૂતોની છે.