કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા લોકસભાની ચુંટણી નહીં લડે

કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. કોંગ્રેસમાં મોટા ભાગના નેતાઓને લોકસભાની ટિકિટની લાલચ છે. પ્રદેશ કોંગ્રેસ એક નેતાને મનાવે તો, બીજા નેતા નારાજ થાય અને બીજાને મનાવે તો ત્રીજા નેતા બળવો કરી બેસે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે અર્જૂન મોઢવાડિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતુ કે, મેં મારા આગેવાનોને મેં મારા મનની વાત કરી છે કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી. અર્જૂન મોઢવાડિયાએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતુ કે, ખેડૂતો સાથે સરકાર મજાક કરી રહી છે. રોજના 17 રૂપિયા લેખે ખેડૂતોને વર્ષના 6 હજાર રૂપિયા મળે છે.

ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસની લગામ યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી. જેના કારણે અમિત ચાવડાની પસંદગી પ્રદેશ પ્રમુખ તરીકે અને વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી હતી પરંતુ પરેશ ધાનાણી અને અમિત ચાવડાના વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરના કારણે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સાવ કફોડી બની ગઈ છે. જેના કારણે હાઈકમાન્ડે જે હેતુથી યુવાનેતાઓના હાથમાં નેતૃત્વની દોર આપી હતી, તે હેતુ સફળ થવાના બદલે ગુજરાત કોંગ્રેસમાં રીસામણા, મનામણા અને સત્તા માટે બળવો કરવાનો દોર શરૂ થઇ ગયો છે.

કોંગ્રેસમાં જે પ્રકારે એક પછી એક નેતાઓના રિસામણા અને મનામણાના દોરમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકશાન થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રિસામણા અને મનામણાના દોરની શરૂઆત અલ્પેશ ઠાકોરથી થઈ હતી અને ત્યારથી કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમ સીમાએ છે. નારાજ નેતાઓના નામના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું નામ પણ ઉમેરાઈ ગયુ છે.

તેમની પાસે રોકડ રકમ 50,000 છે તેમની પાસે બેંક બેલેન્સ 5 લાખ જેટલુ છે. જમીન મિલકત 2.40 કરોડની છે.