બનાસકાંઠાના પાલનપુર નજીકના ધાખામાં ખેતી માટે ફાળવેલી ગૌચરની જમીનમાં ધાનેરાના ધારાસભ્યએ શરતભંગ કરીને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલે સરકાર પાસેથી 1995માં ગૌચરની જમીન ખેતી કરવા માટે લીધી હતી. સરકારે કૃપા કરીને તેમને જમીન આપી પણ હતી. જ્યારે દલિત પરિવારો જમીન માંગે છે તો તેમને આપવામાં આવતી નથી. 23 વર્ષ પહેલાં ફાળવવામાં આવેલી ખેતીની જમીનમાં શરત ભંગ કરી હોવાની ફરિયાદ થઈ છે. ધાખા ગામના જાગૃત નાગરિક નરોત્તમ પટેલ દ્વારા તમામ વિગતો સાથે કલેક્ટરને અરજી કરીને ગંભીર આક્ષેપ કર્યો છે. જમીન પર ખેતી કરવાના બદલે નાથા પટેલે આ જમીન પર પ્લોટો પાડી દીધા અને મકાનો બાંધી દીધા હતા.
સરપંચ પણ હા કહે છે
ધાખા ગામના સરપંચે પુછપરથમાં કહ્યું હતું કે, 2004માં ધારાસભ્ય નાથા પટેલ સામે જમીનમાં શરત ભંગની અરજી દાખલ કરી હતી. જેમાં તપાસ માંગી હતી. રાજકીય રીતે આ કૌભાંડ દબાઈ ગયું હતું.
માપણીમાં કૌભાંડ પકડાયું
મામલતદારે 8 જાન્યુઆરી 2019માં પત્ર લખવામાં આવ્યો છે કે, સરવે નં.443 વાળી જમીનમાં સર્કલ ઓફિસરે તપાસ કરતા ચાર પાકા મકાનો તથા નળીયાવાળા ઓરડા મળી આવ્યા હતા. ધાબાવાળો માઢ પણ રાજકીય વ્યક્તિએ બનાવેલો હતો. જેમાં નાથા પટેલ તેમના પુત્રો સાથે રહે છે. ચાર પૂત્રો માટે એક એક ફાર્મહાઉસ બનાવી દેવાયું હતું. ખેતીના સાધનો રાખવા માટે માઢ બનાવેલો છે. જેની માપણી થયેથી શરત ભંગ અંગે નિર્ણય થઈ કરવા માટે કલેક્ટરે ડીએલઆરને આદેશ કર્યો છે. ધારાસભ્યએ જવાબમાં આવું કહ્યું હતું કે આક્ષેપો કોટા છે કોઈ શરત ભંગ થયો નથી. તો પણ તેઓ જેમાં રહે છે તે મકાન કઈ જમીન પર છે એવો પ્રશ્ન પણ તેમને પૂછવામાં આવ્યો હતો. હવે ભાજપ સરકાર તેમનું નાક દબાવશે અને પછી મન માન્યું કરાવવા માટે પ્રકરણ દાબી દેવામાં આવશે.
સામાન્ય લોકો સરકારની જમીન પર શરતો ભંગ કરતા હોય છે ત્યારે સરકાર તેમની વિરુધ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરે છે ત્યારે લોકોના મથી ચૂંટાયેલા ધારાસભ્યએ જ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં શરત ભંગ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, કલેક્ટર કચેરી તે અંગે તપાસ કરી રહી છે.