પાલનપુર વિધાનસભાના કાંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ પાલનપુરના મડાણા (ગઢ) ગામે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગયા ત્યારે લોકોએ તેમને વચન ફોકનો પરચો બતાવી દીધો હતો. 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે આપેલા આપેલા વચનો પુરા કર્યા ન હોવાથી તેમને ભાગવું ભારે થઈ પડ્યું હતું. તેમની વચન ફોકના કારણે ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ગ્રામજનોએ જાહેરમાં માઇક ઉપર જ આડે હાથ લેતાં ધારાસભ્યને રીતસરનો પરસેવો છૂટી ગયો હતો. પાલનપુર વિધાનસભાના કાંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલને પાલનપુર તાલુકાના મડાણા ગામે ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. જેઓ ચૂંટણી સભા સંબોધે તે અગાઉ જ એક ગ્રામજને હાથમાં માઇક લઇ વિધાનસભાની ચૂંટણી વખતે આપેલા વચનો પુરા કર્યા ન હોઈ ધારાસભ્યને આડે હાથ લેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે, ધારાસભ્યએ સામે પ્રતિઉત્તર આપી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે દરમિયાન ધારાસભ્યને પરસેવો છૂટી ગયો હતો. આખરે ગામના અન્ય અગ્રણીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી ધારાસભ્ય મહેશ પટેલ, ડીસા પાલિકા વિપક્ષના નેતા વિપુલ શાહ અને પાલનપુર પાલિકા વિપક્ષનેતા અમ્રૂત જોશી ફોર્મ લઇ ગયા હતા. પણ તેમને ટિકિટ આ કારણસર આપવામાં આવી ન હતી. તેઓ હાર્દિક પટેલ ઉફવાસ પર બેઠા હતા ત્યારે તેમની સાથે ઉપવાસમાં જોડાયા હતા તેથી કેટલાંક લોકોએ તેમને અહીં બચાવી લીધા હતા.
બનાસકાંઠા લોકાસભા બેઠકની ચુંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે તેમાં રાષ્ટ્રીય નેતાઓની જેમ સ્થાનિક નેતાઓ પણ ગમે તેવા શબ્દપ્રયોગ કરવામાં પાછીપાની કરતા નથી. ત્યારે ધાનેરા તાલુકાના થાવર ગામે યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે બફાટ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે પોટલી કે રૂપિયા આપે તો લઇ લેવા પણ વોટ તો પંજાને આપજો. તેમના આ વિવાદિત નિવેદનને પગલે જિલ્લાભરમાં ચર્ચા જાગી છે.
પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરના સમર્થનમાં બુધવારે વડગામ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી.જેમાં લોકોની ભીડ એકત્રિત કરવા વાહન ચાલકો સહિત મતદારોને રૂપિયા વિતરણ કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી.
વડગામ ખાતે જગદીશ ઠાકોરને સમર્થન આપવા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહયા હતા.જોકે લોકોની ભીડ એકત્રિત કરવા કોંગ્રેસ કાર્યકર્તા ઓને જવાબદારી સોંપવામાં આવી હતી. કથિત ભીડ એકત્રિત કરવા ભાડુઆતી લોકોને લાવવામાં આવ્યા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને તેઓને રૂપિયા આપતો વીડિયો વાયરલ થતા વડગામ કોંગ્રેસમાં હડકમ્પ મચી ગયો હતા.જોકે, પ્રાપ્ત માહિતી મુજબ વીડિયોને લઈ ચૂંટણી પંચની આદર્શ આચારસહિતા ભંગ થયો છે કે કેમ તે વિશે તપાસ કરી કાયદેસર પગલાં ભરવા માંગ ઉઠવા પામી હતી