કોંગ્રેસના પરથી ભટોળનો પ્રચાર બંધ કરી દે, નહીંતર મજા નહીં આવે

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં લાખણી તાલુકા કોંગ્રેસના મહામંત્રી સંજય રબારી લાખણી ખાતે કોંગ્રેસના કાર્યાલયથી નિકળ્યા તેની સાથે તેને કોંગ્રેસનો પ્રટાર નહીં કરવા ધમકી આપવામાં આવી હતી. કુડા ગામડાઓમાં પ્રચાર કરવા જવા તેઓ નિકળ્યા હતા.કુડાના માર્ગે જતાં એક કાળા રંગની કાર ઊભી હતી. તેના ઉપર પાછળના ભાગે ભાજપના સ્ટીકર લગાવેલા હતા. પેલી કારમાંથી હાથ ઊંચો કરીને ગાડી ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો. જેવી ગાડી ઉભી રાખી કે તુરંત અંદર બેઠેલા લોકો બહાર આવીને તેમનો કોલર પકડ્યો હતો. સીધો હુમલો જ કરી દીધો હતો. તું કોંગ્રેસ અને પરથીભાઈ ભટોળનો પ્રચાર વધારે કરે છે. એ બંધ કરી દેજે, નહિતર મજા નહિ આવે. એવી ધમકી આપી હતી. તેઓ આગળ વધે તે પહેલા ગાડી ચાલુ કરીને જાણ કરી હતી. થોડા અંતર સુધી તેમણે પીછો કર્યા હતો. સેકરા ગામ નજીક આવતા તેઓ ભાગી ગયા હતા. આગથળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.