કોંગ્રેસના બનાવકાંઠાના ઉમેદવાર પરથી ભટોળ પોતાના કાર્યકર્તાઓ સાથે અંબાજી માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા પરથી ભટોળે ભૂલથી કોંગ્રેસથી જનતા કંટાળી છે, તેવું નિવેદન આપી દીધું હતું. તેઓએ કઈ ખોટું બોલી નાખ્યું છે તેવી જાણ થતા તેમને પોતાનું નિવેદન તુરંત બદલી નાંખ્યું અને કહ્યું કે, સોરી ભાજપના શાસનથી ભાજપના નિયમોથી પ્રજા ખુબ જ કંટાળી ગઈ છે.
ભાજપમાં રહીને કોંગ્રેસ વિરોધી બોલવામાં તેઓની જીભ વળી ગઈ હશે એટલે તેઓ કોંગ્રેસમાં જોડાયા પછી ભાજપના બદલે કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે.