કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાઈની 12 કરોડની વેરા ચોરી

કોંગ્રેસથી અલગ થયેલાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ દિવ્યનીલએ બાર વર્ષ પહેલા રૂા.12.42  કરોડનો ટેકસ ભરેલો ન હોવાથી નાણાં વિભાગના અધિકારીઓની સૂચનાથી GST દ્વારા મિલ્કતનો કબજો સરકાર હસ્તક લેવા માટે નોટિસ આપવામાં આવી છે.

દિવ્યનીલ રાજ્યગુરૂ અને તેના ભાગીદાર બેચરભાઇ દેથરીયા, તેમના પત્ની પાર્વતીબેન બેચરભાઇ દેથરીયાએ વર્ષ 2006-07માં રૂા.5 કરોડ તથા વ્યાજ તેમજ વર્ષ 2007-08માં રૂ.7.41 કરોડ અને વ્યાજ સાથે કુલ રૂ.12.42 કરોડનો વેરો ભરપાઇ કર્યો નથી. તેથી ટેકસ ભરપાઇ કરવા અવારનવાર ત્રણેય ભાગીદારોને નોટીસ ફટકારવામાં આવી છે.

અનેક વખત નોટિસ આપી હોવા છતાં ભાગીદારોએ સરકારી લેણું ભરપાઇ નહીં કરતા અંતે આકરી કાર્યવાહી કરી છે. દિવ્યનીલની મવામાં વિસ્તારનો પ્લોટ, એમ્બેસી બિલ્ડિંગની કચેરી સરકારી મિલકત થઈ જશે.

આમ કોંગ્રેસ અત્યાર સુધી એવો પ્રચાર કરતી આવી છે કે ભાજપના નેતાઓ વેરાની ચોરી કરે છે. પણ હવે આ પ્રસ્થાપિત થઈ ગયું છે કે કોંગ્રેસના નેતાઓના કુટુંબીજનો પણ વેરાની ચોરી કરવામાં પાછળ નથી.