રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાં પક્ષાપક્ષી શરૂ થઈ છે. કોંગ્રેસના 22 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદર કરીને મતદાન કરતાં તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ પગલાં ભરવાના થતાં હતા પરંતુ કોંગ્રેસ દ્વારા 22 બળવાખોર સામે પગલાં ભરવાના બદલે 12 સામે જ કાનૂની પગલાં ભરવા અને 10 સભ્યોને બચાવી દેવા માટે કોંગ્રેસમાં પક્ષાપક્ષીનું રાજકારણ શરૂ થયું છે.
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી સહિતની 8 સમિતિઓ બનાવીને ચૂંટણી કરી હતી. જેની રચના કરી તેના ઉપર 22 બળવાખોર સભ્યોએ કબજો મેળવ્યો હતો. કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયાએ બળવો કરનાર કુલ 22 સભ્યોમાંથી 12 સભ્યો સામે પક્ષ વિરોધી કામગીરી કરવા અને વ્હીપનો અનાદર કરવા સહિતના આરોપો સાથે તેમને જિલ્લા પંચાયતના સભ્યને પક્ષાંતર ધારા હેઠળ બરતરફ કરવા વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ માંગણી કરતાં આ બાબત બહાર આવી છે.
કોંગી નેતા અર્જુન ખાટરિયાએ ગત 11 સપ્ટેમ્બર 2018માં વિકાસ કમિશનરને 12 સભ્યો સામે ગુજરાત પક્ષાંતર ધરા 1986ની કલમ 3 હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક એક પત્ર લખ્યો છે. કોંગ્રેસના બળવાખોર જૂથના બની બેઠેલા નેતા નિલેષ વિરાણી છે. તેમને કોંગ્રેસ બચાવવા માંગે છે તે 10 સભ્યોએ પણ કોંગ્રેસ વિરુદ્ધ મત આપ્યો હતો. તેના સજ્જડ પુરાવા જિલ્લા વિકાસ અધિકારી અને નિરષ વિરાણી પાસે છે. જે સભ્યોને બરતરફ કરવાના છે તે કહે છે કે કોંગ્રેસને તેમને કોઈ વ્હીપ આપ્યો જ નથી. તેથી તેઓ રાજ્યની વડી અદાલતમાં જવાની તૈયારી કરી રહ્યાં છે.
તે માટે વિકાસ કમિશનરે 27 સપ્ટેમ્બર 2018 તારીખે 12 સભ્યોને ગાંધીનગર બોલાવીને તેમની તપાસ કરવા જણાવ્યું છે. આ સભ્યો સામે સામાન્ય સભાની પ્રોસીડીંગ્સમાં પૂરાવા છે, તેથી તેમને બરતરફ કરાશે. બાકીના સભ્યોને બચાવી લેવામાં આવી રહ્યાં છે. આ સભ્યોમાંથી નારણભાઇ સેલાણાને પક્ષ્ માફી આપી છે. તેથી તેમનું નામ પાછું ખેંચવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મંજૂરી માંગી છે.
આમ કોંગ્રેસનું ઘર સળગાવનાર લોકોને કોંગ્રેસના નેતાઓ કઈ રીતે માફી આપી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ રાજકોટ જિલ્લા પંચાયત છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં તેમના જ સભ્યો પક્ષ વિરૃદ્ધ જઈને સત્તા મેળવી લીધી હોવા છતાં તેમને પક્ષમાંથી દૂર કરીને તેમને સભ્ય પદેથી બરતરફ કરવાના બદલે બચાવી લેવામાં આવી રહ્યાં છે.
12 સભ્યોને બરતરફીની નોટિસ
હંસાબેન ભોજાણી, રાણીબેન સોરાણી, રેખાબેન પટોળિયા, હેતલબેન ગોહેલ, મગનભાઇ મેટાળિયા, વેજીબેન સાંકળિયા, ભાનુબેન તળપદા, કિશોરભાઇ પાદરિયા, નારણભાઇ સેલાણા, નાથાભાઇ મકવાણા, નિલેષ વિરાણી, ચતુરભાઇ રાજપરાનો સમાવેશ થાય છે.
10ને માફી આપી તેના નામ
શિલ્પાબેન મારવાણીયા, સોનલબેન પરમાર કિરણબેન આંદિપરા, વિપુલ ધડુક, વિપુલ વૈષ્ણવ, ચંદુ શીંગાળા, ધીરુભાઇ પાઘડાર, નારણ સેલાણા(માફી આપી દેવાશે), બાલુભાઇ વિંઝુડાનો સમાવેશ થાય છે.