લોકસભાની બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ સામે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પ્રચાર કરશે નહીં, પરંતુ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ઠાકોર-ક્ષત્રિય સેના(બનાસકાંઠા)ના ઉપાધ્યક્ષ સ્વરૂપજી ઠાકોરની તરફેણમાં પ્રચાર કરશે. ઠાકોર સેનાએ પાલનપુરમાં જાહેર કર્યું છે. અલ્પેશ ઠાકોર ગુજરાતના રાજકારણમાં બીજા શંકરસિંહ બની ગયા છે.
અલ્પેશ ઠાકોરના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો ઉપર ખાસ્સું પ્રભુત્વ ધરાવતી ઠાકોર સેનામાં પણ ભંગાણ પડ્યું છે. ઠાકોર સમાજના કેટલાયે આગેવાનોએ અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડીને અલગ ચોકો ખોલ્યો છે. અલ્પેશ ઠાકોરની મનમાની સામે ઠાકોર સમાજમાં ધૂંધવાટ હતો. અલ્પેશ ઠાકોર સમાજના નામે કોંગ્રેસ-ભાજપ સાથે ડબલ ગેમ રમીને વ્યક્તિગત મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે બ્લેકમેઈલીંગ કરી રહ્યો છે. જેના કારણે સમગ્ર સમાજ બદનામ થતો છે. કોઈ એક વ્યક્તિને કારણે સમાજ બદનામ થાય તે ચલાવી લેવાય નહીં.
કોંગ્રેસના પાટણના ઉમેદવાર જગદીશ ઠાકોરનો પણ અલ્પેશ ઠાકોર વિરોધ કરી રહ્યાં છે.