કોંગ્રેસના 9 ધારાસભ્યો પરેશ ધાનાણી અને અમિત ચાવડાથી નારાજ

ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલનાં રાજીનામાં બાદ 9 ધારાસભ્યોએ નોખો ચોકો માંડતા ફરી એકવાર ધાનાણી-ચાવડા મુશ્કેલીમાં મૂકાયા છે. 9 ધારાસભ્યો બળવાનાં મુડમાં છે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. નારાજગીનું કારણ ‘ચાવડા-ધાનાણી’ની કાર્ય પ્રણાલી છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસે 5 જિલ્લા પંચાયતની સીટ ગુમાવી, 19 જેટલી તાલુકા પંચાયતોના સભ્યોના નારાજગીના કારણે ગાબડા પડ્યા છે. આ ઉપરાત કોંગ્રેસે 2 ધારાસભ્યો પણ ગુમાવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના કારણે કોંગ્રેસના

ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ જ કારણે કોળી સમાજના લોકપ્રિય નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. જ્યારથી કોંગ્રેસની દોર યુવા નેતૃત્વમાં આવી છે ત્યારથી કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે અને આ જૂથવાદના જ કારણે કોંગ્રેસે વર્ષોથી સાચવી રાખેલો જસદણનો ગઢ ગુમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં વધતા જતા વિખવાદ વચ્ચે એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે, આશા પટેલના રાજીનામા પછી કોંગ્રેસના 9 જેટલા

ધારાસભ્યોએ ગુપ્ત મીટિંગ બોલાવી છે અને તેઓ બળવાના માર્ગ તરફ જઈ રહ્યા છે. આ માટે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો છે.