[:gj]થરા નગરપાલિકામાં ભાજપનો વિજય[:]

[:gj]બનાસકાંઠામાં યોજાયેલી થરા નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ભાજપનો જય અને કોંગ્રેસનો પરાજય થયો છે. થરા નગર પાલિકા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. બહુમતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. થરા નગર પાલિકાના પ્રમુખ તરીકે ભારતી અખાણીની વરણી કરવામાં આવી છે.

આ સિવાય વસંત ઘંઘોસની નવા ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. કોંગ્રેસને સૌથી મોટો ઝટકો પોતાના સભ્યો દ્વારા જ મળ્યો હતો. કોંગ્રેસના બે સભ્યો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવી જતા, ભારતીય જનતા પાર્ટી માટે જીત આસાન થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે અઢી વર્ષની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસના 10 સભ્યો સામે ભાજપના 13 વોટ થતા ભાજપનો ભગવો લહેરાયો હતો.[:]