અમરેલાના સાવરકુંડલામાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને દિપક માલાણીએ ભાજપમાં પક્ષાંતર કરીને કોંગ્રેસની પીઠ પાછળ છૂરી ભોંક્યો છે.
સાવરકુંડલા ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિનો રાજકીય ઉપયોગ કરીને ભાજપનું સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં કોંગ્રેસ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન દિપક માલાણી જિલ્લા પંચાયતના સભ્ય લાલભાઈ મોર સહિતના કેટલાંક કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જયંતિભાઈ કવાડીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, શરદભાઈ લાખાણી, ડો. કાનાબાર, ઘનશ્યામભાઈ ડોબરીયા વગેરે ભાજપના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં દિપકભાઈ માલાણીએ કેસરીયો ભગવો ધારણ કરી વિધિસર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.