પાટણના રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર 10 દિવસથી છૂપી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેઓ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી નારાજ છે. 5 એપ્રિલ 2019માં તેઓ કોંગ્રેસ વિરૃદ્ધમાં કોઈ જાહેરાત કરે એવી શક્યતા છે. શંકરસિંહ લાઘેલાની જેમ તે પણ પક્ષની આમાન્યા રાખવાના બદવે પોતાને અનુકુળ હોય એવા નિર્ણયો લેવા માટે જાણાતા છે. તેઓ કોંગ્રેસમાં બળવો કરીને 2017થી શંકરસિંહના પગલે છે. હવે તેઓ કોઈક ચોક્કસ જાહેરાત કરવાના છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીતની તકને ખરાબ કરવા માગે છે. આ વિસ્તારમાં ઠાકોર સમાજના લોકો વધારે રહે છે. પાટણમાં ઠાકોર સમાજને ટિકિટ કોંગ્રેસે આપી હોવા છતાં અલ્પેશ ઠાકોર બનાસકાંઠા બેઠક પર પોતાના માણસને કે પોતેને ટિકિટ આપવાની માંગણી કરી હતી. તેથી ઠાકોર સેનાના કેટલાક કાર્યકરો તેમનાથી નારાજ છે. ઠાકોર સેનાના કાર્યકરો એવું માને છે કે, અલ્પેશ ઠાકોર વધુ સત્તા મેળવવા માટે આમ કરી રહ્યો છે. તેથી તે નાખુશ રહે છે. પણ ઠાકોર સમાજ માટે શું કર્યું તેમણે. તેઓએ ઠાકોર સેના બનાવી તે પહેલા તે કોંગ્રેસમાં તેમના પિતા ખોડાજી ઠાકોર સાથે જ કામ કરતાં હતા. તે પહેલાં તે શંકરસિંહના ડ્રાઈવર તરીકે કામ કર્યું હતું.
કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીથી નારાજ ચાલી રહેલા અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત રહેતા નથી. કોંગ્રેસમાં તેમનું કોઈ મહત્વ ન રહેતાં તેઓ ભોંઠા પડી ગયા છે અને તેથી મીડિયા સામે પણ આવતા નથી. ઠાકોર સેનાના હોદ્દેદાર અને ધારાસભ્ય ધવલ ઝાલાએ જાહેર કર્યું છે કે, અલ્પેશભાઈ 5 એપ્રિલે મહત્વની જાહેરાત કરવાના છે.
ઠાકોર સેનામાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અંગે ઝાલાએ કહ્યું કે, ‘ઠાકોર સેનામાં કેટલાક લોકો એવા છે જેઓ પોતાના અંગત સ્વાર્થના કારણે સેનામાંથી છુટ્ટા થવા માગે છે. જે કંઈ પણ હશે તેના વિશે તમને 5 એપ્રિલે જાહેર કરાશે.
અલ્પેશ ઠાકોર દિલ્હી હાઈકમાન્ડને મળવા માટે છેલ્લા બે અઠવાડિયામાં ઘણીવાર દિલ્હી જઈ ચૂકયા છે.
અલ્પેશના જન્મ પહેલાથી રાજકારણમાં રહેલા ઠાકોર સાજના 28 નેતાઓ પૈકીના જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી તે અલ્પેશને પસંદ પડ્યું નથી. તે નથી ઈચ્છતા કે જદગીશ ઠાકોર હવે રાજકારમાં રહે. તેથી તેનો વિરોધ તેઓ કરી રહ્યાં છે. આ અંગે જગદીશ ઠાકોરે પોતાના વિસ્તારમાં જાહેર કર્યું છે કે, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ઠાકોર સેનાના કાર્યકરો તેમને આવકારે છે. ઠાકોર સેનામાં શું ચાલી રહ્યું છે તે અંગે તેમને કોઈ જાણકારી ન હોવાનું પણ પોતાના મતદારોને કહી રહ્યાં છે. તે કહે છે કે ઠાકોર સમાજનો ઉદ્ધાર થાય તે એક માત્ર મારો લક્ષ્ય છે.
અલ્પેશ ઠાકોર પોતે જગદીશ ઠાકોરના ચૂંટણી પ્રચારમાં જોડાવાના નથી. તેમને મનાવવા માટે જગદીશ ઠાકર સામેથી મળવા ગયા હતા અને ગરીબ લોકો માટે એક થવા માટે તેમને સમજાવ્યા હતા. 4 એપ્રિલ 2019થી અલ્પેશ પોતે જગદીશ ઠાકોરના પ્રચારમાં જોડાવાના હતા પણ હજું કોઈ મદદ કરી નથી. પાટણ લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા આવે છે જેમાં અલ્પેશ ઠાકોર જ્યાંના ધારાસભ્ય છે તે રાધનપુર એક છે.