ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવએ ગુજરાતનો ચૂંટણીનો ઢંઢેરો અમે નિભાવીશુંના નામથી જાહેર કરવામાં આવ્યો હતો. અમારી સરકાર કેન્દ્રમાં બની તો અમે ગરીબોને વર્ષે રૂ72 હજાર આપીશું. ગુજરાતના 40 લાખ BPL પરિવારોને પણ સહાય આપવામાં આવશે. યુવાનોને રોજગારી આપવાનો અમે સંકલ્પ કરીએ છીએ. રાજ્યમાં બેરોજગારીનો ગ્રાફ નીચે ઉતારવા બનતા તમામ પ્રયત્નો કરવામાં આવશે.
કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. જો અમારી સરકાર બની તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. શિક્ષણને લઇને વાત કરતા રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ધો.1થી 12 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણની જેમ આરોગ્ય અંગે પણ અલગ કાયદો બનાવીશું. દેશના તમામ લોકોને મફત આરોગ્ય સેવા મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
ગુજરાતમાં મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, દેશની પ્રજાના અવાજને સંકલિત કરીને કોંગ્રેસ પક્ષે ચૂંટણી ઢંઢેરાના રૂપે સંકલ્પ વ્યક્ત કર્યો છે. ખોટા વાયદા અને વચનો કે સપના નથી બતાવ્યા અમે હકીકતલક્ષી વાત કરી છે. ગરીબોને વર્ષે 72 હજાર રૂપિયા આપવાની વાત કરી છે, તો તે કોંગ્રેસ પાર્ટી નિભાવશે.
ગુજરાતના 40 લાખ ગરીબ પરિવારોને રૂ. 72 હજારની સહાય મળશે સાથે યુવાનોને પણ રોજગારી આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. મોદીનું ભાજપ ખેડૂત વિરોધ છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે અલગ બજેટ લાવશે. ખેડૂતોના દેવા માફ કરશે.
ધોરણ 1 થી 12 સુધી મફત અને ફરજીયાત મફથ શિક્ષણ આપવા અને આરોગ્ય અંગે કોંગ્રેસ સરકાર કાયદો બનાવશે. ગુજરાતના તમામ લોકોને મફત આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે. તેમને કહ્યું કે, રાહુલ ગાંધી જે બોલે છે, તે કરીને બતાવે છે. સાતવે હવે 10 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. લોકસભાની દરેક બેઠક દીઠ નિરીક્ષણ કરશે.