કોંગ્રેસી મહિલા ધારાસભ્ય ભાન ભૂલ્યાં, અલ્પેશ ઠાકોર-ધવલ ઝાલાને ડોબા કહ્યાં, અન્ય ધારાસભ્યોને આખલા કહ્યાં !

દાહોદ,13

રાધનપુરથી ચૂંટણી હાર્યા પછી ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના એક મહિલા નેતાનું તુ કહીને અપમાન કર્યું હતુ, સાથે જ ન વપરાય તેવા શબ્દો કહ્યાં હતા, હવે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના અન્ય મહિલા ધારાસભ્યએ ડોબો કહી દીધું છે, દાહોદમાં કોંગ્રેસના જનવેદના કાર્યક્રમમાં ગરબાડાના કોંગ્રેસી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અલ્પેશ અને બાયડથી હારેલા ધવલ ઝાલાને ડોબા કહેતા વિવાદ ઉભો થયો છે, જ્યારે તેમને આવા શબ્દો વાપર્યા ત્યારે સ્ટેજ પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ જેવા નેતાઓ અહી ઉપસ્થિત હતા, તેમના આવા ભાષણથી અહી ઉપસ્થિત લોકો પણ ચોંકી ગયા હતા, કદાચ તેમને એટલા માટે આવા શબ્દો વાપર્યા હશે કે જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા કોંગ્રેસમાં હતા ત્યારે ધારાસભ્ય હતા અને ભાજપમાં જઇને બંનેની હાર થતા તેમને ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે.

મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ડોબા કહ્યાં પછી પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યોને આખલા કહ્યાં હતા, તેમના આ નિવેદન બાદ મોટો રાજકીય વિવાદ ઉભો થવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.