અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત માટે પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી સંકલન સમિતિ, ચૂંટણી કેમ્પેઈન, મીડિયા મેનેજમેન્ટ, પ્રચાર સાહિત્ય, ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી વ્યવસ્થાપન સહિતની સાત સમિતિઓની રચના કરવામાં આવી છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ વિવિધ સાત સમિતિઓના અધ્યક્ષ, કન્વીનર અને સમિતિના સભ્યોની આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ, દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવી છે.
ક્રમ
સમિતિનું નામ
નામ
પ્રદેશ સંકલન સમિતિ
રાજીવ સાતવ (અધ્યક્ષ)
ચૂંટણી કેમ્પેઈન સમિતિ
સિદ્ધાર્થભાઈ પટેલ (અધ્યક્ષ)
અલ્પેશ ઠાકોર (કન્વીનર)
ચૂંટણી પ્રચાર સમિતિ
ડૉ.તુષાર ચૌધરી (અધ્યક્ષ)
રોહન ગુપ્તા (કન્વીનર)
મીડિયા સંકલન સમિતિ
નરેશ રાવલ (અધ્યક્ષ)
ડૉ.અમીબેન યાજ્ઞિક (કન્વીનર)
ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ
અર્જુનભાઈ મોઢવાડિયા (અધ્યક્ષ)
મૌલિન વૈષ્ણવ (કન્વીનર)
ચૂંટણી ઢંઢેરા સમિતિ
મધુસુદન મિસ્ત્રી (અધ્યક્ષ)
ડૉ.મનીષ એમ.દોશી (કન્વીનર)
1.કોઓર્ડિનેશન કમિટીમાં રાજીવ સાતવના અધ્યક્ષ સ્થાને પ્રદેશના તમામ મોટા ગજાના પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિત 36 નેતાઓના નામ સામેલ છે.
2.લોકસભા ચૂંટણી પ્રદેશ કમિટીમાં સાતવ, ધાનાણી સહિત 28 નેતાઓનો સમાવેશ છે.
3.પ્રચાર કમિટીમાં ચેરમેન પદે સિદ્ધાર્થ પટેલ અને કન્વીનર તરીકે અલ્પેશ ઠાકોર સાથે અન્ય 43 નેતાઓને સ્થાન અપાયું છે.
4.પ્રસાર કમિટીમાં ચેરમેન પદે તુષાર ચૌધરી અને કન્વીનર તરીકે રોહન ગુપ્તા સાથે અન્ય 27 નેતાઓને સ્થાન મળ્યું છે.
5.મીડિયા કોઓર્ડિનેશન કમિટી ચેરમેન પદે નરેશ રાવલ અને કન્વીનર તરીકે અમીબેન યાજ્ઞિક સાથે 15 કાર્યકરોના નામ સામેલ છે
6.ચૂંટણી વહિવટી કમિટીમાં ચેરમેન પદે અર્જુન મોઢવાડિયા અને કન્વીનર તરીકે મૌલિન વૈષ્ણવ સાથે 9 નેતાઓને સ્થાન અપાયું છે.
7.ચૂંટણી ઢંઢેરા કમિટીમાં ચેરમેન પદે મધુસુદન મિસ્ત્રી અને કન્વીનર તરીકે મનીષ દોષી અને 22 નેતાઓના નામ સામેલ છે.