[:gj]ભાજપના સાંસદ ટુંડિયાએ ગ્રાંટમાં ગોટાળા કર્યા, હવે ટીકીટ કપાશે [:]

BJP MP Tundia scammed the grant, now the ticket will be cut

[:gj]રાજ્યસભાના સાંસદ દલિત શંભુ પ્રસાદ ટુંડિયાને આ વખતે હરી ટીકીટ નહીં મળે. જે રીતે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન હરી ચૌધરીને ભ્રષ્ટાચારમાં લાંચ લેવાનો આરોપ હતો અને તેમને લોકસભાની ટીકીટ આપવામાં આવી ન હતી તે જ રીતે ટુંડિયાએ સરકારી ગ્રાન્ટમાં ગોલમાલ કરી હોવાથી તેમની ટીકીટ કાપવામાં આવે એવી શક્યાતા ભાજપના સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યસભાના 4 સભ્યોની ચૂંટણી જાહેર થઈ છે.

ગાળાગાળી

મોડાસાના સાયરા ગામમાં દલિત યુવતીના દુષ્કર્મના મામલે 18 જાન્યુઆરી 2020 રજૂઆત કરવા ગયેલાં સાંસદોએ અધિકારીઓને ધમકાવતાં રૂપાણી રોષે ભરાયા હતા. પ્રતિનીધીમંડળમાંથી સાંસદ કિરીટ સોલંકીના આગ્રહથી રાજ્યસભાના સાંસદ શંભુ ટુડિંયાની બાદબાકી કરાતાં ભાજપના બે સાંસદો શંભુ ટુંડિયા અને કિરીટ સૌલંકી જાહેરમાં બાખડયા હતાં. બન્ને સાંસદો વચ્ચે અભદ્ર ભાષા (ગાળો) બોલાઈ હતી. શંભુ ટુડિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે, મારા કારણે તમને લોકસભાની ટિકીટી મળી છે. તમને આવુ વાણી વિલાસ શોભતું નથી. ભાજપના સાંસદોને જાહેરમાં બાખડતા જોઇને અન્ય સભ્યો પણ સ્તબૃધ થઇ ગયા હતાં.

હું જ તને ટીકીટ અપાવું છું એવું કહેનાર ટુંડિયાની ટીકીટ કપાશે.

શું ગોટાળા કર્યા ટુંડિયાએ  ? 

સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા વિસ્તાર છે જેમાં અમદાવાદ જિલ્લાના બે વિધાનસભા વિસ્તાર આવે છે. લોકસભાની સીટ વહેચાયેલી છે સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપરાનો 2014થી 2019માં એમ 5 વર્ષમાં અમદાવાદની વિરમગામ વિધાનસભા અને  ધંધુકા વિધાનસભા વિસ્તારમાં પોતે શું કર્યું તે અંગે સામાજિક આગેવાન કિરીટ રાઠોડે અહેવાલ તૈયાર કર્યો છે. કૂલ રૂ.25 કરોડની ગ્રાંટ માંથી અમદાવાદ જિલ્લામાં ભાજપના આ સાંસદે પક્ષપાત રાખીને બહુ ઓછી રકમ આપીને ઓરમાયું વર્તન અમદાવાદ માટે રાખ્યું છે. 14 એપ્રિલ 2018ના દિવસે આ અંગેનો તપાસ અહેવાલ કિરીટ રાઠોડે તૈયાર કર્યો હતો. પણ ભાજપની નબળી રૂપાણી સરકારે તેની કોઈ તપાસ કરી ન હતી.

રાજ્યસભાના સાંસદ દલિત શંભુ પ્રસાદ ટુંડિયાને પક્ષના નાતે સીધો ફાયદો પહોચાડવા તેમના ટ્રસ્ટને રૂ.50 લાખની સરકારી અનુદાનની રકમ આપી હતી. સાંસદના અંગત મદદનીશ – PAના ગામમાં રૂ.1 કરોડથી વધુની ગ્રાન્ટની લહાણી કરી હતી. દલિત, મુસ્લિમ સમાજના વિસ્તારના વિકાસ માટે નહીંવત ગ્રાન્ટ ફાળવી છે.

ધંધુકા વિધાનસભા

ધંધુકા વિધાનસભા મત વિસ્તારમાં 5 વર્ષમાં માત્ર 5 ગામોમાં રૂ.1.18 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં ઝાંઝરકા એક જ ગામને રૂ.1 કરોડ આપી દેવાયા છે. જેમાં રૂ.50 લાખ તો ઝાંઝરકા ગામે આવેલા સવગુણ સેવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંત સવૈયાનાથ આશ્રમશાળાના નવા ઓરડા બનાવવા માટે ફાળવેલી છે. સંત સવૈયાનાથની જગ્યાના કરતા-હરતા હાલના ભાજપના અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા છે. તેઓને સીધો લાભ આપવા માટે દેવજી ફતેપુરાએ માતબર રકમ ફાળવી છે.

વિરમગામ વિધાનસભા વિસ્તાર :-

વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં દેત્રોજ અને માંડલ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિરમગામ શહેર

વિરમગામ શહેરમાં 5 વર્ષના સમય ગાળામાં ફક્ત રૂ.10 લાખની ગ્રાન્ટ આપી છે. વિરમગામ રેલ્વે સ્ટેશનના વિકાસ માટે સ્ટીલની ખુરશી મુકવા માટે રૂ.2 લાખ સરકારમાંથી અપાવ્યા છે. કે.બી.શાહ વિનય મંદિર શાળામાં પત્થર બ્લોક પેવીંગ કામ માટે રૂ.3 લાખ આપ્યા છે. સ્થળ ઉપર કામમાં મોટ ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો છે જેની તુરંત તપાસ કરવામાં આવે અને લોકોને ખરી હકીકત આપવામાં આવે.

શહીદ બાગમાં સ્ટ્રીટ લાઈટ પોલ સાથે નાખવા માટે રૂ.5 લાખ આપેલા છે પણ સ્થળ પર કોઈ સ્ટ્રીટ લાઈટ નથી.

વિરમગામ તાલુકો

વિરમગામ તાલુકામાં 5 વર્ષમાં રૂ.5.45 કરોડ અનુદાન આપેલું છે. વિરમગામ તાલુકાના 65 ગામોમાંથી 50 ટકા એટલેકે 32  ગામોમાં જ ગ્રાન્ટ આપી છે. 32 ગામમાંથી 4 ગામમાં સાંસદને એવો તે શું રસ પડ્યો કે રૂ.2.93 કરોડ આપી દીધા છે.

આ ગામની ગ્રાન્ટની તુરંત તપાસ કરો

મેલજ ગામમાં રૂ.1.13 કરોડ આપી દીધા કે જે સાંસદના અંગત મદદનીશનું ગામ છે. નાની કુમાદમાં રૂ.98 લાખ, ખુડદ ગામમાં રૂ.47 લાખ, કાદીપુરા ગામમાં રૂ.35 લાખ ફાળવી આપ્યા હતા. આ 4 ગામની ગ્રાંટની તપાસ થાયતો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.

દેત્રોજ તાલુકો

દેત્રોજ તાલુકામાં ફક્ત 19 ગામોમાં રૂ.75 લાખ ગ્રાન્ટ ફાળવી હતી. એકલા દેત્રોજ શહેરમાં રૂ.28 લાખ આપેલા છે. જે કૂલ ગ્રાંટના 35 ટકા થાય છે. દેકાવાડા ગામે આવેલી ધાર્મિક જગ્યા આનંદ આશ્રમની કમ્પાઉન્ડ વોલ માટે રૂ.5 લાખ આપેલા છે.

માંડલ તાલુકો

દેત્રોજ તાલુકામાં માત્ર 3 ગામોમાં રૂ.24 લાખ રકમ ફાળવી છે. જેમાં માંડલમાં આવેલી વધીયાર ખારાપાટ રાજપૂત વિદ્યાલયના નવા સંકુલના બિલ્ડીંગના બાંધકામનું માટે રૂ.11 લાખ ગ્રાંટ ફાળવી છે.

દરેક સાંસદને પોતાના મત વિસ્તારના વિકાસ માટે દર વર્ષે રૂ.5 કરોડ એટલે 5 વર્ષના રૂ.25 કરોડ ગ્રાન્ટ મળે છે. આ યોજનાનું નામ મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ (MPLAD ) છે. આ ગ્રાન્ટમાં દલિતો માટે 14% વસ્તી પ્રમાણેની ગ્રાન્ટ વાપરવી ફરજિયાત છે. પણ તેનો અમલ થતો નથી.

સુરેન્દ્રનગરના સંસદ દ્વારા મુખ્યત્વે સી.સી.રોડ, પાણીની ગટર, વરસાદી પાણીનો નિકાલ, મંદિરોને જોડતા રસ્તા, સંરક્ષણ દીવાલ, પેવર બ્લોક, નાળાના કામો, જ્ઞાતિ પ્રમાણે સ્મશાનો બનાવવા માટે ગ્રાન્ટો ફાળવી છે.

મુસ્લિમોના વિકાસ માટે ફક્ત કાયલા ગામે ફકીરના કબ્રસ્તાન માટે રૂ.3 લાખની જ ગ્રાન્ટ આપી છે. લઘુમતી સમાજના ભાજપના અગ્રણી આ ગામના હોવાથી ગ્રાન્ટ ફાળવી હોઈ તેવું લાગે છે. કોળી અને ઠાકોર સમાજને ગ્રાંટ નહીં ફાળવીને અન્યાય કરાયો છે.

કુલ ગ્રાન્ટ સામે ટકાવારી

ધંધુકા 1.18 કરોડ 4.72%

વિરમગામ શહેર રૂ.8 લાખ 0.32%

વિરમગામ તાલુકો રૂ.5.45 કરોડ 21.08%

દેત્રોજ રૂ.75 લાખ ૩%

માંડલ રૂ.24 લાખ 0.96%

કુલ રૂ.7.70 કરોડ 30.80%

નોધ – ગ્રાન્ટની ટકાવારી કુલ ગ્રાન્ટ ૨૫ કરોડ સામેની છે.

વિરમગામ તાલુકામાં ગ્રાન્ટ વધુ જોવા મળે છે. પણ તેમાં રાજકીય હેતુને પાર પાડવા અને ગ્રાન્ટમાં ટકાવારી મળે તે આશયથી ચોક્કસ હિત ધરાવતા ગામોને જ મોટી ગ્રાન્ટો ફાળવી છે. બાકીના ગામોને અન્યાય કરેલો છે.

અહેવાલ તૈયાર કરનાર – કિરીટ રાઠોડ, વિરમગામ.[:]