કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગુજરાતની મુલાકાત સમયે પ્રેમપત્ર લખ્યો

વડાપ્રધાન મોદી ગુજરાતની 23 ઓગસ્ટ 2018માં મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો સપ્રેમ ખુલ્લો પત્ર પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાને જ્યારથી દિલ્હીની ગાદી સંભાળી ત્યારથી ચૂંટણીલક્ષી એજન્ડા સિવાય માં ભોમ ગુજરાત તરફ જોવાનું પણ ઓછું કરી દીધું છે. જે અંગે આપને પત્ર દ્વારા ગુજરાતની પ્રજાની લાગણીઓ રજુ કરી છે તેનો ચોક્કસ જવાબ આપશે તે અપેક્ષાએ આ પત્ર લખવામાં આવેલ છે.

પત્રમાં સમગ્ર ગુજરાતની પ્રજાના પ્રશ્નો જેવા કે, ખેડૂતોના પડતર પ્રશ્નો, સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર, મહિલાઓના પ્રશ્નો, શિક્ષણના વેપારીકરણના પ્રશ્નો, પાયાની આરોગ્ય સુવિધાને લગતા પ્રશ્નો, સામાજીક દમન, નર્મદા યોજનાના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર આવી ભાજપના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી જીતવા માટે “ડીનર ડિપ્લોમસી” કરવાના છો, ત્યારે શું આપ ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, મધ્યમવર્ગ અને સામાજીક આગેવાનો સાથે તેમના પ્રશ્નો અંગે “ચાય પે ચર્ચા” કરશો ?

બિડાણ: આ સાથે તા.૧૮/૦૮/૨૦૧૮ના રોજ વડાપ્રધાનને લખેલ પત્રની નકલ

ડૉ. હિમાંશુ પટેલ, પ્રવક્તા