[:gj]ગરીબી, મોંઘવારી, મંદીના કારણે એક વર્ષમાં 1 લાખ બાળકોએ શાળા છોડી[:]

1 lakh children leave school in one year due to poverty, inflation and depression

[:gj]શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે એક લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા છે.

ગાંધીનગર, 4 માર્ચ 2020
2019માં 18.39 લાખ હતા જે એકાએક 2020માં 17.57 લાખ વિદ્યાર્થીઓ થઈ ગયા હતા. આમ 82 હજાર વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જો તે વધારા સાથે ઘટાડો ગણવામાં આવે તો એક લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે ઘટી ગયા છે. તેની પાછળનું કારણ આપતાં શિક્ષણ વિદ્દો કહે છે કે, બાળકો શાળા છોડી રહ્યાં છે. તેમના કુટુંબની આવક ઓછી થઈ ગઈ છે. તેથી કુટુંબને આવકમાં મદદ કરવા શાળા છોડે છે. બાળકો ફી ભરી ન શકતાં શાળા છોડી રહ્યાં છે. તેઓ આરોગ્ય, મંદી, મોંઘવારી અને ગરીબીના કારણે શાળા છોડે છે.

ભાજપ દ્વારા શાળા બંધ કરવામાં આવી રહી છે ત્યારે બીજીબાજુ બાળકો શાળા છો઼ડી રહ્યાં છે. ગુજરાત હવે અભણ ગુજરાત બની ગયું છે. ભાજપ ગુજરાતને પાછળ ધકેલી રહ્યો હોવાનો આરોપ છે.

પમી માર્ચથી સમગ્ર રાજયમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યા રે આ પરીક્ષામાં કુલ ૧૭.૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે. તેમાં ધોરણ-૧૦ના ૧૦.૮૩ લાખ, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧.૪૩લાખ અને ધોરણ-૧૨ સામાન્યા પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ૫.૨૭ લાખ નોંધાઈ છે.

કુલ ૧૩૭ ઝોનમાં ૧૫૮૭ કેન્દ્રો માં સમાવિષ્ટઓ પ,પપ9 બિલ્ડીંગમાં આવેલ ૬૦૦૨૭ વર્ગખંડોમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ લેવાશે. તેમાંથી ૫૯,૭૩૩ વર્ગખંડોમાં સી.સી.ટી.વી કેમેરાની વ્યથવસ્થાથ કરાઈ છે. જયારે બાકીના ૨૯૪ જેટલા વર્ગખંડોમાં ટેબલેટની વ્યમવસ્થા કરાઈ છે.

જયાં પરીક્ષાઓ લેવાનાર છે ત્યાં મહંદઅંશે બિલ્ડીંગ કે વર્ગખંડોમાં સી.સી. ટી.વી.ની વ્યંવસ્થા કરવામાં આવેલ છે. ઈલેકટ્રોનિક્સ સર્વેલન્સની વ્યવસ્થા પણ ૧૦૦ ટકા થઈ ગયેલ છે.  રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે.

મોબાઈલ અને અન્યમ વિજાણુ યંત્રોનો ગેરકાયદેસર ઉપયોગ કરતા ઉમેદવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડમી ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાશે. જિલ્લા શિણાધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, મઘ્યસ્થ મૂલ્યાંરન કેન્દ્રના સંચાલકો, સી.સી.ટી.વી. વ્યુ.ઈંગના કર્મચારીઓ, વિજીલન્સ સ્કવોર્ડ છે. સ્ટાગરૂમમાં પૂરતા પોલીસ પ્રોટેકશનની અને પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ પ્રોટેકશનની વ્યંવસ્થા કરવામાં આવેલી છે.
જિલ્લામાં ગેરરીતિ વિહીન પરીક્ષા યોજાય તે માટે અધિકારીઓ પૂર્ણ સમય હાજર રહેશે. અતિસંવેદનશીલ કેન્દ્રો પણ એસ.આર.પી. અને સી.આર.પી.એફ.નો સ્ટાફ ગોઠવાયો છે.
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓમાંજેલના કેદીઓ માટે પણ વ્ય વસ્થાએ કરાઈ છે. ધોરણ-૧૦માં ૧૨ અને ધોરણ-૧૨ના પ0 પરીક્ષાર્થીઓ મળી કુલ ૧૭૫ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફલોર પર થાય તે પ્રમાણે વ્ય્વસ્થા કરવામાં આવી છે અને ધોરણ-૧૦ ના દ્રષ્ટિાહીન પરીક્ષા માટે બ્રેન લીપીના પેપર વડે પરીક્ષા આપી શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે.[:]