લોકસભા અને વિધાનસભાની 10 બેઠકો પર ભાજપમાં વિરોધ છે. ત્યાં ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર ભાજપને વિવાદોના કારણે થઈ રહેલું નુકસાન ઓછું કરવા માટે નેતાઓએ પ્રયાસ શરૂં કર્યાં છે. મહેસાણા અને ઊંઝામાં ડેમેજ કંટ્રોલની કામગીરી શરૂ કરશે. આશા પટેલને ટિકિટ આપવામાં આવતા ભાજપના 45 ગામોમાં આશા પટેલનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ પોતાના સમર્થકો સાથે પ્રદેશ કાર્યાલય કમલમ પર પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. ઊંઝાના વિખવાદોના કારણ તે બેઠગ તો ગુમાવે પણ સાથે મહેસાણા લોકસભા પણ ગુમાવવી પડે તેમ છે. ભાજપના આંતરિક વિવાદના કારણે લોકો કોંગ્રસની તરફેણમાં મતદાન કરે તો ભાજપને હારનો સોમનો કરવો પડે એવી ભીતી છે.
ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરસોત્તમ સાબરીયાને ટિકિટ આપવામાં અવતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. પરસોત્તમ સાબરીયા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હતા અને કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં આવ્યા છે. તેઓ પક્ષાંતર અને પક્ષપલટો કર્યો હોવાથી નારાજ છે. વલસાડની અંદર ભાજપ દ્વારા કે. સી. પટેલને રિપીટ કરતા તેમના ભાઈ ડી. સી. પટેલે ભાજપ સામે ખુલીને વિરોધ નોંધાવ્યો હતો. પંચમહાલમાં પણ પ્રભાતસિંહ જીત સામે આડા ઊભા છે. પોરબંદર બેઠક, જામનગર, સુરેન્દ્રનગર એમ કુલ 10 બેઠક એવી છે કે જ્યાં ભાજપનો આંતરિક જુથવાદ સામે આવી રહ્યો છે. જે કોંગ્રેસ કરતાં પણ વધારે છે. કોંગ્રેસમાં 3 બેઠકમાં વિરોધ જોવા મળે છે.