પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા ત્યારે મહિલાઓ માટે રાજકીય ક્ષેત્ર નવો યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વિધાનસભા ને લોકસભામાં 33 ટકા અનામત આપી રાજકીય સત્તા આપાવી શક્યા નથી. રાજકીય સુધારાઓમાં એવી અપેક્ષા હતી કે પુરૂષોની સ્થાને મહિલા રાજનેતાગીરી આવશે તે ઓછી ગુનાખોરી અને ઓછી ભ્રષ્ટ હશે. પણ તે વાત સાચી પડી નથી. મહિલાઓ પણ પૂરૃષ રાજનેતાઓની જેમ ગંભીર પ્રકારના ગુના આચરીને સત્તા ટકાવી રહી છે. શું આવું જ ભારત ભવિષ્યમાં રહેશે. એવો પ્રશ્ન હવે દેશના ચિંતક દ્વારા પૂછવામાં આવી રહ્યો છે.
કેટલી મહિલા ઉમેદવાર
2019ની લોકસભાની ચૂંટણીમાં 7928 ઉમેદવારોની ગુનાખોરીની તપાસ કરાઈ તો તેમાં 7207 પુરૂષો અને 716 મહિલાઓ ઉમેદવાર હતી. 2014માં 8207 ઉમેદવારોના ગુનાખોરીની દુનિયાની તપાસ એડિઆર દ્વારા કરવામાં આવી હતી. જેમાં 7536 પૂરુષ અને 665 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ગુનાખોર કેટલી
ગુનાખોરીનો ઈતિહાસ ધરાવતી લોકસભામાં મહિલા ઉમેદવારોનું વિશ્લેષણ કરતાં 2019માં 716 મહિલા ઉમેદવારોમાંથી 110 મહિલા ઉમેદવારોએ – 15 ટકા – સામે ફોજદારી ગુના છે. 2014માં લોકસભામાં 665 મહિલા ઉમેદવારોમાંથી 87 – 13 ટકા મહિલા ઉમેદવારો સામે ફોજદારી ગુના હતા. જેમાં ગુજરાતમાં કોઈ મહિલા ઉમેદવાર ગુનાખોરી સાથે જોડાઈ નથી. એ એક સારી બાબત છે.
ઘાતકી કેટલી
ગંભીર ક્રિમિનલ કેસ ધરાવતી મહિલા ઉમેદવારો 78 – 11 ટકા હતી. 2019માં બળાત્કાર, હત્યા, ખૂન કરવાનો પ્રયાસ, મહિલાઓ સામે ગુનાઓ સહિત ગંભીર ગુનાહિતના ગુના તેમની સામે ચાલી રહ્યા છે. 51 (8%) મહિલાઓ લોકસભાની 2014ની ચૂંટણીમાં ઉમેદવારોએ ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા હતા. આમ ગંભીર ગુનાઓમાં પણ મહિલાઓ પુરૂષોની સાથે કદમ મીલાવી રહી છે.
અદાલતે સજા કરી
સજા થઈ હોય એવા બે મહિલા ઉમેદવારો પણ ચૂંટણી લડી ચૂક્યા છે. જેનું હવે 23મીએ પરિણામ આવવાનું છે. 4 મહિલા ઉમેદવારો એવી છે કે, જે હત્યા (ભારતીય દંડ સંહિતા કલમ -302)ના કેસ જાહેર કર્યા છે. 16 મહિલા ઉમેદવારો એવી છે કે, તેમણે હત્યાના પ્રયાસો કર્યા છે.
મહિલાઓ સામે મહિલા રાજકારણીઓ ગુના કરે છે
14 મહિલા ઉમેદવારો એવા છે કે તેમણે મહિલા સામે ગુનાઓ કર્યા છે. મહિલાઓનું તેમના દ્વારા અપમાન કરવાની ઘટનાઓ પણ સામે આવી છે. પહેલા માત્ર એવું હતું કે પૂરૂષો જ મહિલાઓ સામે ગુના આચરે છે. પણ હવે રાજકારમાં આવું નથી. ભારતનું રાજકારણ અત્યંત ઝડપથી બદલાઈ રહ્યું છે. 7 મહિલા ઉમેદવારોએ ધિક્કારની ભાવનાથી કરેલા ભાષણ અંગે ગુના કર્યા છે.
પક્ષોમાં મહિલા ગુનેગારો
કોંગ્રેસની 54 મહિલા ઉમેદવારોમાંથી 14 (26%) ગુનેગાર છે. ભાજપની 53 મહિલા ઉમેદવારોમાંથી 18 (34%) મહિલાઓ ગુનેગાર છે. બીએસપીમાંથી 24 મહિલા ઉમેદવારોમાંથી 2 (8%), એઆઈટીસી દ્વારા ઉભા થયેલા 23 ઉમેદવારોમાંથી 6 (26%) અને 222 અપક્ષ મહિલા ઉમેદવારોમાંથી 22 (10%) સામે ગુના નોંધાયેલા છે.
ગંભીર ક્રિમિનલ ગુના ધરાવતી પાર્ટીના મહિલા ઉમેદવારો :
કોંગ્રેસમાંથી 54 મહિલા ઉમેદવારોમાંથી 10 (19%), ભાજપમાંથી 53 મહિલા ઉમેદવારોમાંથી 13 (25%), બીએસપીમાંથી 24 મહિલા ઉમેદવારોમાંથી 2 (8%), એઆઈટીસી દ્વારા ઉભા થયેલા 23 ઉમેદવારોમાંથી 4 ( 17%) અને 222 અપક્ષ મહિલા ઉમેદવારોમાંથી 21 (10%) સામે ફોજદારી કેસ છે.