કોંગ્રેસ પર હુમલો કરી ભાજપ યુવા પ્રમુખે બનાવટી ‘ફ્રેક્ચર’ બતાવ્યું, બીજા દિવસે પાટો છૂટી ગયો

અમદાવાદ 12 જાન્યુઆરી, 2020
કોંગ્રેસના ‘નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઈ) અને ભાજપની છુપી પાંખ અખિલ ભારતીય વિદ્યાપીઠ પરિષદ (એબીવીપી)ના સભ્યો વચ્ચે મંગળવારે થયેલી હિંસક અથડામણ બાદ બંને જૂથોના 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શનિવારે એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે કે ભાજપ યુવા મોરચાના પ્રમુખ મનીષ પટેલ તેમના ‘ફ્રેક્ચર’ બનાવતા હતા.

એનએસયુઆઈના જનરલ સેક્રેટરી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, “જેને પણ ફ્રેક્ચર થયું છે અને ભારે પાટો છે તેને પુન: પ્રાપ્તિ માટે ઓછામાં ઓછા મહિનાનો સમય જોઇએ છે. આશ્ચર્યની વાત એ છે કે, હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર બે દિવસ પછી, આ વ્યક્તિ, જેમણે મંગળવારે હાથમાં ફ્રેક્ચર કર્યું હોવાનો દાવો કર્યો હતો, તે એકદમ સામાન્ય લાગ્યો હતો. તેઓ પાટા વગર ભાજપના એક જાહેર સભામાં હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા એનએસયુઆઈના જીએસ નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે એબીવીપીના સભ્યોએ તેમને નિશાન બનાવ્યા હતા. “તે એક લક્ષિત હુમલો હતો. મનીષ પટેલને હાથ કંઈ લાગ્યું ન હતું, પરંતુ તે બનાવટી ઈજા બતાવી હતી. ધીરે ધીરે તેમના જૂઠાણાનો પર્દાફાશ થશે. ”
તેમણે ઉમેર્યું હતું કે પોલીસે તેમની ફરિયાદ નોંધવાની બાકી છે અને તેમની અરજીમાંથી રૂત્વીજ પટેલ અને પ્રદિપસિંહ વાઘેલાના નામ કાઢી નાખવા દબાણ કરતાં રહ્યા છે.

અગાઉ કેવી ગુંડાગીરી ભાજપે કરી હતી

સત્તાધારી પક્ષ ભાજપની યુવા પાંખ એબીવીપીના કાર્યકરોએ એનએસયુઆઇના કોંગ્રેસના કાર્યકરોને પાલડી નજીક રસ્તા પર દોડાવી ખુલ્લેઆમ મારી ગુંડાગારી કરીને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. ભાજપના નેતાઓએ – એબીવીપીએ આ પ્રકારે કાયદો અને વ્યવસ્થા પોલીસને બદલે પોતાના હાથમાં લીધી હતી. પોલિસ તમાસો જોઈ રહી હતી અને ભાજપને મદદ કરી રહી હતી.

દિલ્હી જેએનયુમાં વિદ્યાર્થી સાથે મારપીટના વિરોધમાં એનએસયુઆઈએ અમદાવાદના પાલડીના એબીવીપી કાર્યાલય ખાતે વિરોધ કરવાના ૧૫૦ કાર્યકરો કૂચ કરતાં હતા ત્યારે ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ, પ્રદીપ વાઘેલા સહિત એબીવીપીના કાર્યકરોનું એક ટોળું લાકડી અને પાઈપ લઈને દોડી આવ્યું હતું. ગુંડાઓની જેમ તૂટી પડ્યું હતું.

એબીવીપી અને યુવા ભાજપના કાર્યકરોએ પોલીસની હાજરીમાં જ હુમલાઓ ચાલુ કર્યા હતા.

કોંગ્રેસના નિખિલ સવાણીને માથા પર પત્થર મારવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં જ સાલ કોલેજના એબીવીપીના પ્રમુખ ચિરાગ મહેતાએ સવાણીને લોખંડનો પાઈપ ફટકાર્યો હતો. સવાણીના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. ઘાયલ નિખિલ સવાણીને વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા.

ભાજપને ગોઠવણ કરવા મોકો આપવા માટે પોલિસે ફરિયાદ નોંધવામાં ૯ કલાક લીધા હતા. પોલીસે એબીવીપીના કાર્યકરોને મારવા માટે ભાજપના નેતાઓને છૂટ આપી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો.

નિખિલ સવાણી, અબ્દુલ કાદરી, ઓજસ પરમારને ઈજાઓ પહોંચી હતી. અબ્દુલ કાદીર નામના એનએસયુઆઇના કાર્યકરને હેમરેજ હોવાનું નિદાન થયું છે.

પત્રકાર પરિષદમાં એબીવીપીએ જાહેર કર્યું હતું કે, હિંસા રોકવાની આ જ રીત છે. ગાંધીજીના સિદ્ધાંતની વિરુદ્ધ છે એવા પ્રશ્ન પત્રકારે પૂછ્યો ત્યારે ભાજપના નેતાએ કહ્યું હતું કે ગાંધીજીનો સિદ્ધાંત અત્યારે ન ચાલે

એનએસયુઆઇના એક પણ કાર્યકરે હુમલો કર્યો હોય એવો એક પણ વિડિયો ન હતો.

ABVP ભાજપનું સ્લીપર સેલ

જ્યારે પણ સરકારનો બચાવ કરવાનો હોય ત્યારે એબીવીપી ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરે છે. અગાઉ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવા માટેના આંદોલનને તોડવા એબીવીપીએ કામ કર્યું હતું. જ્યાં તોડફોડ કરવાની હોય ત્યારે આવા અનેક હુમલાઓ કરાયા છે.

નિખિલ સવાણીની ફરિયાદ

NSUIના નિખિલ સવાણીએ પાલડી પોલીસ પોસ્ટ સમક્ષ આપેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાજપના યુવા મોરચાના ડો.ઋુતવીજ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, નરેશ દેસાઈ, રવિ દેસાઈ, મંજેશ ભરવાડ, કુશ પંડયા અને નિસર્ગ વ્યાસ સહિત ૭૦ થી ૮૦ લોકો વિરૂદ્ધ હત્યાની કોશિશ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ કરી હતી.

નિખિલ સવાણીએ આપેલી ફરિયાદમાં ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ વાઘેલાના નામ કાઢી નાંખવા પોલીસે ભારે દબાણ કર્યું હતું.

એનએસયુઆઈના નેતાઓનો આક્ષેપ છે કે ‘એબીવીપી કાર્યાલયમાં ડંડા, પાઇપ, તલવાર સહિતનાં હથિયારો હતાં તો શું એબીવીપીના કાર્યાલયમાં હથિયારો હંમેશાંથી રાખવામાં આવે છે? પોલીસની અને એબીવીપીની સાંઠગાંઠ હતી અને યુવાભાજપના નેતાઓ પણ આ પૂર્વાયોજિત કાવતરામાં સામેલ છે. એનએસયુઆઈએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે ઋત્વિજ પટેલ સહિતના યુવામોરચાના કાર્યકરો એબીવીપીના કાર્યાલય ખાતે શું કરતા હતા અને એ પણ મોટી સંખ્યામાં?

ABVPની ફરિયાદ

એબીવીપીના કાર્યકર જયદીપ પારેખે પાલડી પોલીસ સ્ટેશનમાં એનએસયુઆઈના આસિત પવાર, શાહનવાઝ હુસેન અને નારણ ભરવાડ સહિત ૩૦ થી ૩૫ લોકોના ટોળાં વિરૂદ્ધ ફરિયાદ કરી છે. એબીવીપીના કાર્યકરો પર હુમલો કરતાં ચારને ઈજા પહોંચી છે. ફરિયાદીની હાથમાં ફ્રેકચર થયું હોવાથી સોલા સિવિલ સારવાર આપી હતી. જ્યારે આનંદ પારેખ, ભૌતિક પટેલએ કોચરબની ખાનગી હોસ્પિટલ (સુભદ્રા હોસ્પિટલ) માં સારવાર લીધી હતી.

એનએસયુઆઈએ કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી માગી હતી પરંતુ મળી ન હતી. આમ છતાં કાર્યકરોનો મોરચો આવવાનો હોવાથી સવારથી જ એબીવીપીના કાર્યાલયના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એનએસયુઆઈના કાર્યકરો એબીવીપીના કાર્યાલય નહીં પરંતુ એનઆઈડી નજીક હતા ત્યારે જ એકાએક ઘર્ષણ શરૂ થયું હતું. સુનિયોજિત હુમલો કર્યો હતો.

એબીવીપી દ્વારા મંગળવારે પાલડી ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા એનએસયુઆઈના કાર્યકરો પર હિંસક હુમલો કરાયા બાદ શાંતિ હવનનું નાટક કર્યુ હતુ.

નફ્ફટ સરકાર

એનએસયુઆઈના કાર્યકરો દ્વારા હથિયારો સાથે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવી આ કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સરકારે સોંપી હતી.  આ કેસમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફૂટેજો, મીડિયા અને પોલીસની હાજરી છતાં સરકારે સમગ્ર મામલે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. સરકાર સાવ નફ્ફટ બની ગઈ હતી.

ABVPના કાર્યકરો હથિયાર લઈને આવ્યા કે કેમ તે મામલે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું તપાસ ચાલી રહી છે.

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ જણાવ્યું હતું કે એબીવીપીના કાર્યકર્તાઓ પર એનએસયુઆઈના કાર્યકર્તાઓ હુમલો કર્યો હતો. કાર્યવાહી થશે. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં હિંસક હુમલાઓ કરાઈ રહ્યાં છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે એનએસયુઆઈના કાર્યકર્તાઓની તોફાન કરવાની માનસિક્તા હતી. હથિયારો લઈને કાર્યકર્તાઓ એબીવીપીના કાર્યાલય પર આવ્યા હતા.

કોણે શું કહ્યું

પ્રિયંકા ગાંધીનાં ભાજપ પર પ્રહાર
અમદાવાદમાં મંગળવારે ઘટેલી ઘટના બાદ કૉંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે સવારે ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

તેમણે ટ્વીટ કર્યું કે, “ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લેઆમ સુરક્ષા આપી રહી છે. પહેલાં આમના મંત્રીઓ જેલમાંથી છૂટેલા ગુંડાઓને ફૂલમાળા પહેરાવતા હતા. હવે તો જાહેર માર્ગ પર કાનૂનની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવી.”

તેમણે લખ્યું, “સ્પષ્ટ દેખાય છે કે એબીવીપીના ગુંડાતત્ત્વો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોને માર મારી રહ્યા છે અને પોલીસ મૌન છે.”

ગુજરાત ભાજપના સચિવ પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું, “એબીવીપીના કાર્યાલય પર જઈને એનેસયુઆઈના કાર્યકરો તાળાબંધી કરવાના છે એવી માહિતી અમને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી 24 કલાક પહેલાં મળી હતી.”

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ આ ઘટના બાદ એનએસયુઆઈના ઈજાગ્રસ્ત કાર્યકરોને મળવા માટે હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું, “એનએસયુઆઈ હંમેશાં સરકારની નીતિઓ અને પગલાંનો વિરોધ કરે છે પણ ત્યાં એબીવીપી-ભાજપના કાર્યકરોએ છરા અને ધોકાથી એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કર્યો ”

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું, “એબીવીપીના ગુંડાઓએ મારા મિત્ર નીખિલ સવાણીને ડંડાથી માર માર્યો અને પોલીસે રોકવાનું કામ ન કર્યું. ” “શું ફાસીવાદી ગુંડાઓની ધરપકડ કરાશે?”

કોંગ્રેસના ધરણા

કોંગ્રેસના નેતાઓએ હુમલાના વિરોધમાં ધરણા કર્યા હતા. જેમાં કહેવાયું હતું કે, ભાજપ દ્વારા ગુંડાગીરીને પ્રોત્સાહન આપવામા આવે છે અને પોલીસની હાજરીમાં જે રીતે એબીવીપી દ્વારા એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કરાયો તે ખુલ્લેઆમ ગુંડાગીરીનું વરવુ રૂપ છે.દિલ્હીમાં જે રીતે એબીવીપી દ્વારા આયોજનથી હુમલો કરાયો તે રીતે સુનોયિજત રીતે કાવતરુ રચીને પ્રીપ્લાન્ડ એટેક એનએસયુઆઈના કાર્યકરો પર કરવામા આવયો છે. આટલી ગંભરી ઘટના છતાં પોલીસ દ્વારા સમયસર એફઆઈઆર કરાતી નથી અને પગલા લેવામા આવતા નથી. દિલ્હીની પેટર્નથી કાર્યકરોને મારવામાં આવ્યા હતા.