બેમાસ જેટલો સમય વીતી ગયા છતા વરસાદ નહી પડતા ખેડૂતો ઓ અને પશુપાલકોની હાલત કફોડી બની છે ત્યારે હળવદ કોગ્રેસ દ્રારા વિવિધ પ્રશ્નોનો મામલે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રાહતદરે ઘાસચારા આપવા માટે મામલતદારને આવેદનપત્ર આપતા માલધારી સમાજના લોકો ધસી આવી ને કોંગ્રેસના આવેદનપત્રનો વિરોધ કરી ને કોગ્રેસ હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો માલધારીઓની જણાવ્યા પ્રમાણે કે અગાઉ અમો એ બે વખત આવેદનપત્ર આપ્યું હતું ત્યારે કોઈ કોંગ્રેસ ના રાજકીય નેતાઓ ડોકાયા ન હતા અને અત્યારે પ્રસિદ્ધ મેળવવા પહોંચી ગયા હતા.
બે માસ જેટલો સમય વીતવા છતાં હળવદ તાલુકા મા વરસાદ ફક્ત સામાન્ય પડયો છે. દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માલધારીઓની અને પશુ પાલકોઓને રાહત દરે ઘાસ ડેપો શરૂ હળવદ કરવામાં અને વીજ કંપની દ્વારા ખેડૂતોઓ ને ૮ કલાક ના બદલે ૧૦ કલાક વિજપુરવઠો પૂરતા પ્રમાણમાં મા આપવા સહીતની વિવિધ પ્રશ્નોનો મામલે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે હળવદ માલધારીઓની હળવદ મામલતદાર કચેરી ખાતેદોડી આવી ને કોગ્રેસના આવેદનપત્રનો વિરોધ કરીને કોંગ્રેસ હાય હાય ના નારા લગાવી ને રોષ વ્યક્ત કર્યો હતો આ અંગે મેહુલભાઈ ભરવાડ, હકાભાઈ રબારી સહીત ના માલધારી જણાવ્યા પ્રમાણે કે અમે માલધારી સમાજ દ્વારા મામલતદાર ને બે વખત આવેદનપત્ર આપ્યું હતું ત્યારે કોઈ કોગ્રેસના રાજકીય નેતાઓ ડોકાયા ન હતા અને શનિવારે કોગ્રેસ દ્રારા આવેદનપત્ર આપી ને પ્રસિદ્ધ મેળવવા માટે આવેદનપત્ર આપવા ધસી આવ્યા હતા જેનો અમો વિરોધ કરી છીએ તેમ જણાવેલ હતુ આવેદનપત્ર આપ્યું હતું આવેદન પત્ર મા હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પરસોતમ ભાઈ સાબરીયા તાલુકા કોગ્રેસ સમિતિ ના પ્રમુખ ડો કે એમ રાણા પાલિકા સભ્ય વાસુભાઈ પટેલ, દેવાભાઈ ભરવાડ હાજર રહ્યા હતા.