કોઈને ખબર ન પડી અને રૂ.17 કરોડ જામપાએ છુપી રીતે ચૂકવી દીધા, તપાસનો આદેશ

જામનગર મહાનગર પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ અને આસીસ્ટંટ કમિશ્નર જીજ્ઞેશ નિર્મળની ભરતી તેમજ નાણાંકીય બાબતમાં શહેરી વિકાસ વિભાગે સેકસન અધિકારી નેન્સી મુન્શી દ્વારા તપાસ કરાવી પગલાં ભરવા આદેશ કર્યો છે. રૂ.17 કરોડના વધારે ચૂકવણા કર્યા હોવાનો આરોપ છે.

જીજ્ઞેશ નિર્મલની બેદરકારી સરકારના ઑડિટમાં ખૂલવા પામી હતી અને આ બેદરકારીના કારણે મહપાલિકાને 17 કરોડ જેટલી નુકસાની થઈ હોય આ ગંભીર બેદરકારી દાખવનાર ચીફ એકાઉન્ટન્ટ સામે પગલાં ભરવા તેમજ ભરતી અને ભ્રષ્ટાચાર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય નીતિન માડમે માંગણી કરી હતી.