2014ની લોકસભાની ચૂંટણીમાં વદોડરાથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા મધુસુદન મિસ્ત્રી સામેનો અત્યંત મહત્વનો રાજકીય કેસ હવે સાડા ચાર વર્ષ પછી ચાર્જ ફ્રેમ થઈ રહ્યો છે. તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે તેઓ અને તેમની સાથેના કાર્યકરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેક્ટ્રીક પોલ પર લાગેલા પોસ્ટર ફાડી નાંખ્યા હતા. જે અંગે પ્રોપર્ટી ડેમેજનો કેસ તેમની સામે થયો હતો. સાડા ચાર વર્ષ પછી આ કેસ ચાલવા પર આવ્યો છે. મિસ્ત્રી સામે ચાર્જ ફ્રેમ થવાનો હોવાથી તેઓ કોર્ટમાં 16 ઓગસ્ટે હાજર રહેવાના છે. જો વડાપ્રધાનના ચૂંટણી વિસ્તારમાં જ સામાન્ય કેસ ચલાવવા માટે સાડા ચાર વર્ષ નિકળી જતાં હોય તો 20 લાખ લોકો આવા ન્યાય માટે ગુજરાતનાં રાહ જોઈ રહ્યાં છે. ગુજરાતમાં ભાજપ સરકાર પુરતાં પ્રમાણમાં ન્યાયાધીશ અપવામાં આવતાં ન હોવાના કારણે કેસ પડતર છે. બીજી બાજુ જો પોલીસ લોકોની તમામ ફરિયાદ નોંધવાનું શરૂ કરે તો વર્ષે 50 ટકા ફરિયાદો બધી જાય તેમ છે. લોકો પોલીસ સ્ટશનમાં ધક્કા ખાવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી ન હોવાની અનેક ફરિયાદ જાહેર થઈ છે.
ગુજરાતની કોર્ટ કેસ ધીમા ચાલી રહ્યાં છે. સમગ્ર ભારતમાં ગુજરાતની 184 સ્થાનિક કોર્ટ એવી છે કે જે નિયમિત રીતે એનરેડીજીને વિગતો આપતી નથી. 84 કોર્ટ તો એવી હતી કે જેમણે પોતાના ડેટા એક મહિનાથી અપડેટ કર્યા ન હતા. 10 વર્ષથી પડતર હોય એવા 2,44,657 કેસ ગુજરાતની નીચલી અદાલતોમાં પડતર છે. જ્યારે 2,63,119 કેસ એવા છે કે જે પાંચ વર્ષથી લોકો ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. જેમાં મધુસુદન મિસ્ત્રી એક છે.
1 ઓગસ્ટ 2016માં ગુજરાત એવું રાજ્ય જાહેર થયું હતું કે જેમાં કોર્ટ કેસ પડતર રાખવામાં ચોથો નંબર મેળવ્યો હતો. ગુજરાતની વડી અદાલતમાં 86,072 કેસ પડતર હતા. જ્યારે જિલ્લા અને નીચલી અદાલતોમાં કૂલ બધા મળીને 21,42,011 કેસ પડતર હતા. ગુજરાતની વડી અદાલત દેશમાં 11માં નંબર પર હતી. તેથી વડી અદાલતમાં તેની સારી કામગીરી રહી હતી. તેમ છતાં 86 હજાર લોકો ન્યાયની રાહ જોઈ રહ્યાં હતા. મધુસુદન મિસ્ત્રીને જો સંતોષકારક ન્યાય નહીં મળે તો તે વડી અદાલતમાં જશે. વડોદરામાં દિવાની 87437 કેસ અને ફોજદારી 158525 કેસ 2016માં પડતર હતા.
પડતર કેસની સંખ્યા
એક તરફ આપણે ત્યાં કોર્ટોમાં પડતર કેસોને જલ્દીથી પૂર્ણ કરવાની વાતો થાય છે. પરંતુ જો ગુજરાતની વિવિધ જિલ્લાની કોર્ટની વાત કરીએ તો 21 લાખ 73 હજાર કેસ વર્ષોથી પડતર છે. જેમાં સૌથી વધુ 25.34 ટકા કેસ તો માત્ર અમદાવાદ શહેર અને જિલ્લાની કોર્ટના જ છે.
જિલ્લો-દિવાની કેસ-ફોજદારી કેસ
અમદાવાદ-110894 – 440076
અમરેલી – 10912 – 13914
આણંદ – 31891 – 40010
બનાસકાંઠા – 21178 – 39763
ભરૂચ – 19789 – 29246
ભાવનગર – 31043 – 46321
દાહોદ – 13264 – 19144
ગાંધીનગર – 20716 – 44654
જામનગર – 27453 – 46403
જૂનાગઢ – 26547 – 41594
કચ્છ – 30522 – 36624
ખેડા – 23429 – 30886
મહેસાણા – 24486 – 47827
નર્મદા – 4482 – 6991
નવસારી – 5537 – 15071
પંચમહાલ – 32906 – 34368
પોરબંદર – 4419 – 8991
સાબરકાંઠા – 17276 – 34223
રાજકોટ – 39312 – 79664
પાટણ – 10210 – 18001
સુરત – 8270 – 218712
સુરેન્દ્રનગર – 17739 – 22114
તાપી – 1994 – 9860
વડોદરા – 87437 – 158525
વલસાડ – 94631 – 190680
ત્રણ વર્ષ સુધીના પડતર કેસો રહેશે
ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની વિવિધ કોર્ટોમાં પડતર કેસોની સંખ્યા ૨૨.૪૪ લાખની છે. ઝડપી ન્યાય અને પડતર કેસોનો ભરાવો હળવો કરવા હાઇકોર્ટ દ્વારા વિવિધ સુધારાલક્ષી કાર્યક્રમ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અને પડતર કેસોનો ભરાવો ૧૫ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ સુધીનો કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ૨૦૧૦ના વર્ષમાં વિવિધ કોર્ટોમાં ૧૧.૮૨ લાખ જેટલા નવા કેસ દાખલ થયા હતા જેની સામે ૧૨.૧૨ લાખ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
૨૦૧૦માં ૧૧.૮૨ લાખ નવા કેસ દાખલ થયા તેની સામે ૧૨.૧૨ લાખ કેસનો નિકાલ
૧લી જૂન ૨૦૧૧ના રોજ ૨૨.૪૪ લાખ પડતર કેસોમાં હાઇકોર્ટમાં ૧.૦૭ લાખ, અપીલ કોર્ટોમાં ૩.૩૫ લાખ, તાબાની ટ્રાયલ કોર્ટોમાં ૧૭.૮૨ લાખ અને ફેમિલી કોર્ટમાં ૧૯,૫૦૦ કેસ પડતર હતા. નવા કેસોના ભરાવા સામે નિકાલ માટે હાથ ધરાયેલી કામગીરીના સંદર્ભમાં ૨૦૧૦ના વર્ષમાં હાઇકોર્ટમાં ૬૭,૮૭૪ કેસો નવા દાખલ થયા હતા. જેની સામે ૭૬,૮૫૯ કેસોનો નિકાલ થયો હતો. અપીલ કોર્ટોમાં ૧.૩૬ લાખ કેસો દાખલ થયા હતા અને ૧.૪૩ લાખ કેસોનો નિકાલ થયો હતો. ટ્રાયલ કોર્ટોમાં ૯.૯૭ લાખ કેસો દાખલ થયા હતા અને ૯.૮૨ લાખ કેસોનો નિકાલ થયો હતો. ફેમિલી કોર્ટોમાં ૧૭,૩૫૬ કેસો દાખલ થયા હતા અને ૧૦,૧૮૨ કેસોનો નિકાલ થયો હતો. સાંધ્ય કોર્ટો, લોક અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટો, સમાધાન માટે મિડીયેશન સહિત વિવિધ કાર્યક્રમો અને પગલા ભરવામાં આવ્યા છે.
ત્રણ વર્ષથી પંદર વર્ષ સુધીના પડતર કેસોની અલગ યાદી તૈયાર કરવી. એમાં પણ ફોજદારી અને લગ્ન વિષયક કેસોને અગ્રીમતા આપવી. બેંકોને લગતા કેસો, ભ્રષ્ટાચારને લગતા કેસો અને વરિષ્ઠ નાગરિકોના કેસોનું વર્ગીકરણ કરી તેનો તાકીદે નિકાલ લાવવાની બાબતનો સમાવેશ થાય છે. વિવિધ કોર્ટોમાં પડતર કેસો નવા દાખલ થયેલા કેસો અને નિકાલ કરવામાં આવેલા કેસોની આંકડાકીય વિગત નીચે મુજબ છે.
સાંધ્ય કોર્ટ દ્વારા સાડા આઠ લાખ કેસોનો નિકાલ
ગુજરાતમાં સાંધ્ય કોર્ટનો પ્રારંભ ૨૦૦૬થી થયો છે. હાલમાં ૭૬ કોર્ટ છે અને અત્યાર સુધીમાં સાડા આઠ લાખથી પણ વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
વર્ષ કેસોનો નિકાલ
૨૦૦૬ – ૧૭,૭૯૨
૨૦૦૭ – ૩,૪૬,૧૦૦
૨૦૦૮ – ૨,૧૯,૩૯૨
૨૦૦૯ – ૧,૫૬,૧૩૩
૨૦૧૦ – ૧,૧૭,૭૫૧
કુલ કેસ ૮,૫૭,૧૬૮
ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ૪ લાખ કેસનો નિકાલ
રાજ્યમાં ૧૬૬ જેટલી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી હતી અને ૩૧ મી માર્ચ ૨૦૧૧ સુધી કાર્યરત હતી. ૨૦૦૨થી ૨૦૧૧ સુધીમાં ૪૦,૫૭૪૪ કેસોનો નિકાલ થયો હતો.
વર્ષ – કેસોનો નિકાલ
૨૦૦૨ – ૨,૬૧૫
૨૦૦૩ – ૧૧,૭૭૫
૨૦૦૪ – ૪૭,૭૧૨
૨૦૦૫ – ૬૦,૯૧૧
૨૦૦૬ – ૫૯,૮૦૦
૨૦૦૭ – ૭૭,૩૩૫
૨૦૦૮ – ૫૭,૧૩૬
૨૦૦૯ – ૪૬,૩૭૦
૨૦૧૦ – ૪૧,૮૨૦
કૂલ – ૪,૦૫,૪૭૪